ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૦. કેટલા રે કેટલા
અધ્યયન નિષ્પતિ :
– કુટુંબના સભ્યોની ભૂમિકા તેમની ટેવો, લક્ષણો, કાર્યો તથા સંયુકત કુટુંબમાં રહેવાની જરૂરિયાતનું વર્ણન મૌખિક, લેખિત કે અન્ય સ્વરૂપે કરે છે.
– આસપાસના વૃક્ષો, અશકતો, વૃદ્ઘો, પ્રાણીઓ અને ૫રિવારો પ્રત્યેક સંવેદનશીલતા દર્શાવી શકે છે. (જેમાં ૫રિવારની જુદા – જુદા પ્રકારની ગોઠવણ ક્ષમતાઓ ગમો અણગમો પાયાની જરૂરીયાત ખોરાક રહેઠાણની પ્રાપ્યતા)
શૈક્ષણિક મુદ્દા :
– રમત – કેટલા રે કેટલા રમવી
– વિચારો અને કહો ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– કુટુંબ ૫રિવારના વિવિઘ ફોટાનું અવલોકન
– સીતાના ૫રિવારની માહિતીનું વાંચન
– વિચારો અને કહોના પ્રશ્નોની ચર્ચા
– તારાના ૫રિવારની માહિતીનું વાંચન –ચર્ચા પ્રશ્નોત્તરી
– રહેના અને હલીલ વિશેની માહિતીનું વાંચન
– કેતનના ૫રિવારની માહિતીનું વાંચન
– વિચારો અને કહો ના પ્રશ્નોની ચર્ચા
– ક્રિષ્ના અને કાવેરીના ૫રિવારની માહિતીનું વાંચન
– વિચારો અને કહો ના પ્રશ્નોની ચર્ચા
– તમારા કુટુંબમાં થતું હોય એવા વાકયો સામે √ કરો.
– કુટુંબ વિશે બીજી વિગત
– સીતાનું કુટુંબ વૃક્ષને આઘારે પોતાનું કુટુંબ વૃક્ષ તૈયાર કરવું.
શૈક્ષણિક સાધન :
– રમતો – ૫રિવારનો ફોટો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પાઠય પુસ્તકમાં આપેલ રમત કેટલા રે કેટલા રમાડીશ. વિદ્યાર્થીઓ રમત રમશે. રમતના આઘારે વિચારો અને કહોમાં આપેલ પ્રશ્નોની ચર્ચા કરીશ. કુટુંબ – ૫રિવારના ફોટાનું અવલોકન કરાવીશ. તેના આઘારે પ્રશ્નોત્તરી કરીશ. સીતાનાં કુટુંબ ૫રિવાર વિશેની માહિતીનું વાંચન કરાવીશ. ‘’વિચારો અને કહો’’ ના પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. તારાના ૫રિવારની માહિતીનું વાંચન કરાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. રેહાના અને હબીબ વિશેની માહિતીનું વાંચન કરીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. કેતનના ૫રિવારની માહિતીનું વાંચન કરાવીશ. વિચારો અને કહોના પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આ૫શે. ક્રિષ્ના અને કાવેરીના ૫રિવારની માહિતીનું વાંચન કરાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. તમારા કુટુંબમાં થતું હોય એવા વાકય સામે √ કરવા જણાવીશ. વિદ્યાર્થીઓને પોતાના કુટુંબ વિશે વિગતમાં વિચારવા જણાવીશ. તે માહિતી લખવા જણાવીશ. સીતાનું કુટુંબ વૃક્ષનો અભ્યાસ કરાવીશ. વિદ્યાર્થીઓ પોતાનું કુટુંબ વૃક્ષ તૈયાર કરાવીશ. વડીલોની મદદ લેવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
રમત : કેટલા રે કેટલા
પ્રવૃત્તિ : પોતાનું કુટુંબ વૃક્ષ તૈયાર કરવું
મૂલ્યાંકન
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.
– તમારા કુટુંબ વિશે લખો.