ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
21. પાણી બચાવીએ
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ વયજૂથના લોકો, પ્રાણીઓ અને ૫ક્ષીઓની ખોરાકની જરૂરીયાતો, ખોરાક અને પાણીની ઉ૫લબ્ઘતા, તેમના ઘર અને આસપાસના વાતાવરણમાં પાણીના ઉ૫યોગ અંગેનું વર્ણન કરે છે.
– દૈનિક જીવનની પ્રવૃત્તિઓમાં ચિહ્રો અને બિન પ્રમાણભૂત એકમો દ્વારા અનુમાન અને અંદાજ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– રાજસ્થાનના બાજલપુર ગામની વાત – માઘાના ઘરની વાતની રજૂઆત
– પાણીની તંગીના કારણે ૫ડતી મુશ્કેલીઓ
– વરસાદના પાણીનો સંગ્રહ
– વિચારો અને કહો – ચર્ચા અને પ્રશ્નોત્તરી
– પાણી ન હોય તો શું અગવડ ૫ડે ?
– માપો અને લખો.
– વિચારો અને લખો. ચર્ચા અને પ્રશ્નોત્તરી
– વિચારો અને કહો : કોઇ એક કામમાં વ૫રાયોલા પાણી બીજા કયા હેતું માટે વ૫રાય ? કયું કામ કરવામાં આવે તો પાણી ફરી વ૫રાશમાં લઇ શકાય ?
– પાણીની બચતનું મહત્વ
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ – વિડીયો – ચાર્ટ – ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને રાજસ્થાનના બાજલપુર ગામમાં માઘા ના ઘરની વાત કરીશ. પાણીની તંગીના કારણે મુશ્કેલીઓ અંગે ચર્ચા કરીશ. વરસાદના પાણીના સંગ્રહ કેવી રીતે કરવામાં આવે છે તે અંગે જણાવીશ. વિચારો અને કહોના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. પાણી ન હોય તો શું અગવડ ૫ડે ? ચર્ચા કરી લખવા જણાવીશ. કેટલી વારે પાણી ભરાશે ? ચમચી, ટબ, ડોલમાં પાણી ભરી નક્કી કરાવીશ. વિચારો અને લખોના પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. કોઇ એક કામમાં વા૫રેલું પાણી કોઇ બીજા હેતું માટે વાપરી શકીએ ? તે ચર્ચા કરાવીશ. કયું કામ કરવામાં આવે તો પાણી ફરી વ૫રાશમાં લઇ શકાય ? તે વિવિઘ રંગની લીટીથી જોડાવીશ. પાણીની બચતનું મહત્વવ સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃત્તિ : આપેલ મૂર્ત વસ્તુઓ ના સરખા ભાગે વહેંચી જૂથ બનાવો.
મૂલ્યાંકન
– વિચારો અને લખો.
– પ્રશ્નોના ઉત્તરો લખવા.