ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૩. સુંદર ક૫ડાં
અધ્યયન નિષ્પતિ :
– વર્તમાન અને ભૂતકાળની વસ્તુઓ જેમકે લોકો, રમતો, વાસણો અને ક૫ડાં અંગેની પ્રવૃત્તિઓ વસ્તુઓ વચ્ચેનો ભેદ પારખે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સાજીદાને તેની બહેને આપેલી સુંદર ઓઢણીની વાત
– વિચારો અને લખો પ્રશ્નોની ચર્ચા
– કાપડની રચના, રંગ અને ભાત / ડિઝાઇન
– કાગળનું વણાટની પ્રવૃત્તિ
– કાગળનું વણાટની પ્રવૃત્તિ
– વિવિઘ ફળ વડે છાપકામ
શૈક્ષણિક સાધન :
– ડિઝાઇન વાળા કાપડ
– કાગળ છા૫કામ વિડીયો નિદર્શન
– ફળો છા૫કામ માટે
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સાજીદાની ઓઢણીની વાત કહીશ. તેના આઘારે ચર્ચા કરીશ. ‘’વિચારો અને લખો’’ માં આપેલા પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખો. વિદ્યાર્થીઓને ઘરમાં જે ક૫ડા છે તેની રચનામાં તેના રંગમાં અને તેની ભાતમાં શું ભેદ છે તેની નોઘ આપેલ કોઠામાં ક૫ડાનું નામ લખાવી તેની સામે કરાવીશ. જાડું કા૫ડ અથાવ કોથળાનું અવલોકન કરાવીશ. કાગળનું વણાટ કરવાની પ્રવૃત્તિ વિદ્યાર્થીઓના જૂથ પાડી કરાવીશ. કાગળ ૫ર છા૫કામની પ્રવૃત્તિ કરાવીશ. વિવિઘ ફળ વડે છા૫કામની પ્રવૃત્તિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કાગળનું વણાટ કરો
– કાગળ ૫ર છા૫કામ કરો
મૂલ્યાંકન
– ઘરે કા૫ડ ૫ર હોય એવી ડિઝાઇન દોરી લાવવી.