ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૪. જીવનનું જાળું
અધ્યયન નિષ્પતિ :
– આસપાસના વૃક્ષો, અશકતો, વૃદ્ઘો, પ્રાણીઓ અને ૫રિવારો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવી શકે છે. (જેમાં ૫રિવારની જુદા – જુદા પ્રકારની ગોઠવણ, ક્ષમતાઓ ગમો – અણગમો, પાયાની જરૂરીયાત, ખોરાક, રહેઠાણની પ્રાપ્યતા)
શૈક્ષણિક મુદ્દા :
– વૃક્ષ, પાણી, ઘર, હવા, સૂર્ય વિશે ચર્ચા
– ચિત્રમાં બતાવેલ વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ? ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– વિચારો અને લખો
– ખાટલો બનાવાવ કઇ કઇ સામગ્રીની જરૂર ૫ડશે ?
– ખાટલાને બદલે બીજી કઇ – કઇ વસ્તુઓ વાપરી શકાય ?
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓએ જોયેલ વૃક્ષ, પાણી, ઘર, હવા, સૂર્ય વિશે ચર્ચા કરીશ. ચિત્રમાં બતાવેલ વસ્તુઓ સાથે આપણે કેવી રીતે જોડાયેલા છીએ ? તે અંગે ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. ૦ માં વિદ્યાર્થીઓને ચિત્ર દોરવા જણાવીશ. જીવનમાં જરૂરી હોય એવા ચિત્રને રેખા દ્વારા વસ્તુઓ સાથે જોડવા જણાવીશ. ઘર શાનું બનેલું છે તે અંગે ચર્ચા કરીશ. ખાટલો બનાવવા કઇ – કઇ સામગ્રીની જરૂર ૫ડશે ? ચર્ચા કરી લખવા જણાવીશ. ખાટલાને બદલે બીજી કઇ – કઇ વસ્તુઅ વા૫રી શકાય તે અંગે ચર્ચા કરીશ. પર્યાવરણની વસ્તુઓ એક બીજા ૫ર નિર્ભર છે તે વિશે માહિતી આપી ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ૦ માં જીવનમાં જરૂરી હોય એવા ચિત્ર દોરવા જણાવીશ.
મૂલ્યાંકન
– આપેલા પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.