ધોરણ : 3 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૫. મારો તાલુકો
અધ્યયન નિષ્પતિ :
– સ્થાનિક વિસ્તાર તરીકે પોતાના ગામ અને તાલુકા અંગે વિગતે સમજે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ઋચનના ગામની આસપાસના ગામની વિગત – ચર્ચા
– પોતા ગામની આસપાસના તાલુકાની વિગત – ચર્ચા
– તાલુકો અને જીલ્લો કેવી રીતે બને છે ? તેની ચર્ચા
– વિચારો અને લખો : તાલુકાની વિગત
– વાંચ અને કહો.
– વિચારો અને લખો.
શૈક્ષણિક સાધન :
– ગામનો નકશો
– તાલુકાનો નકશો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ઋચનના ગામની આસપાસના ગામની વિગતોનો અભ્યાસ કરાવી ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ. તે મુજબ વિદ્યાર્થીઓને પોતાના ગામની આસપાસના ગામોની વિગત આપેલા ચોરસ ખાનામાં દર્શાવવા જણાવીશ. રતનના તાલુકાની આસપાસના તાલુકાની વિગતનો અભ્યાસ કરાવી ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને પોતાના તાલુકા તથા આસપાસ તાલુકાની વિગત આપેલા ચોરસ ખાનામાં દર્શાવવા જણાવીશ. તાલુકો અને જીલ્લો કેવી રીતે બને છે તેની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને પોતાના તાલુકા અંગેની વિગતો જાણી લાવી કોઠામાં લખવા જણાવીશ. આસપાસના ગામ અંગે વિગતો જાણી આપેલ કોષ્ટક લખવા જણાવીશ. આવા અન્ય તાલુકા અને ગામ અંગે મિત્રો પાસેથી જાણવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પ્રવૃત્તિ : તાલુકા અંગેની આપેલી વિગતો વિશે જાણો અને નોઘ કરો.
મૂલ્યાંકન
– આપેલા પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.