ધોરણ : 4 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૦) પેટર્નની રમત
અધ્યયન નિષ્પતિ :
– લાદી (ટાઇલ્સ) તરીકે ઉપયોગમાં લઇ શકાય તેવા આકારોને શોઘે છે.
– સંમિતિ આઘારિત ભૌમિતિક પેટર્નનું અવલોકન કરે છે, સમજે (ઓળખે) અને વિસ્તાર કરે છે.
– સાંકેતિક ભાષામાં પેટર્ન સમજે અને તેનો ઉ૫યોગ કરે.
શૈક્ષણિક મુદ્દા :
– ટીનુંએ બનાવેલ સાડી, ચાદર અને દુપટ્ટાની પેટર્નનું અવલોકન
– બ્લોકનો ઉ૫યોગ કરી પેટર્ન બનાવો.
– પેટર્ન આગળ વઘારો
– આંકડા અને અક્ષરોનો ઉ૫યોગ કરી પેટર્ન બનાવવી.
– અંકોનું ચોકઠું (કોઇ૫ણ અંક બે વાર ન આવવો જોઇએ)
– મૂળાક્ષરોનું ચોકઠું
– જાદુઇ ત્રિકોણ
– જાદુઇ પેટર્ન
– અંકોનું ટાવર (મિનારો)
– સરવાળાનો સમાન નિયમ
– સરવાળાની પેટર્ન
– ગુપ્ત સંદેશ (અંકોનો ઉ૫યોગ અક્ષરો માટે)
– વઘુ ગુપ્ત સંદેશા
– ઉંઘુ – ચત્તું
– ભોયતળિયાની પેટર્ન
– લાદીની પેટર્ન પૂર્ણ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ટીનું એ બનાવેલ સાડી, ચાદર અને દુપટ્ટાની પેટર્નનું અવલોકન કરાવીશ. તે જ રીતે પા.પુ. માં આપેલ બ્લોકનો ઉ૫યોગ કરી પેટર્ન – ૧, પેટર્ન – ર અને પેટર્ન – ૩ બનાવવા જણાવીશ. યામિનિએ બનાવેલ પેટર્નને આગળ વઘારવા જણાવીશ. આંકડા અને અક્ષરોના ઉ૫યોગ કરીને આપેલ પેટર્નને આગળ વઘારવા જણાવીશ. વિદ્યાર્થીઓને પોતાની સંખ્યાની પેટર્ન બનાવવા જણાવીશ. આંકડા વગરની પેટર્ન બનાવવા જણાવીશ. અંકોના ચોકઠાની પેટર્નનું અવલોકન કરાવીશ. તે જ રીતે મૂળાક્ષરોનો ઉ૫યોગ કરી ચોકઠું બનાવવા જણાવીશ. જાદુઇ પેટર્નનું અવલોકન કરાવીશ. તે જ રીતે ૧ થી ૯ અંકને દર્શાવી દરેક લીટીના અંકનો સરવાળો ૧૫ થાય તે રીતે ગોઠવવા જણાવીશ. જાદુઇ ત્રિકોણનું અવલોકન કરાવીશ. ૧ થી ૬ અંકોનો ઉ૫યોગ કરી જાદુઇ ત્રિકોણક બનાવવા જણાવીશ. અંકોનું ટાવર (મિનારો) નું અવલોકન કરાવીશ. આપેલ પેટર્નના નિયમ મુજબ આપેલ મિનારો પૂર્ણ કરવા જણાવીશ. સરવાળાનો સમાન નિયમ ઉદાહરણ દ્વારા સમજાવીશ. સરવાળાની પેટર્ન ઉદાહરણ દ્વારા સમજાવીશ. તે જ રીતે ૫ અંકોનો ઉ૫યોગ કરી નવી પેટર્ન બનાવવા જણાવીશ. આપેલ અંકોનો ઉ૫યોગ અક્ષરો માટે કરી યાદી અક્ષરો અને અંકોથી પૂર્ણ કરવા જણાવીશ. આનો ઉ૫યોગ કરીને ‘’તે શું લખશે? ‘’ તે લખવા જણાવીશ. ગુપ્તતા માટે વ૫રાતા ચિહ્નો અને સાંકેતિક ભાષાનો ઉ૫યોગ ૫ણ પેટર્નની ઓળખ છે. તે ઉદાહરણ દ્વારા સમજ આપીશ. ૫ત્તાના ઉદાહરણ દ્વારા ઉંઘુ – ચત્તું બતાવીશ. ભોયતળિયાની લાદીની પેટર્નનું અવલોકન કરાવીશ. આપેલ લાદીથી ભોયતળિયાને ઢાંકવા જણાવીશ. લાદીની પેટર્ન પૂર્ણ કરવા જણાવીશ. બ્લોકથી દિવાલની પેટર્ન પૂર્ણ કરવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો.
મૂલ્યાંકન
– પેટર્ન પૂર્ણ કરવા જણાવીશ.