ધોરણ : 4 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૩) ખેતર અને તેની ફરતે વાડ
અધ્યયન નિષ્પતિ :
– લંબાઈ,અંતર, વજન, ગુંજાશ વગેરે નું અનુમાન લગાવી અને વાસ્તવિક મૅપ શોધે.
– આપેલ સદા બંધ આકારોની પરીમીતી શોધે છે.
– ગણિતની ચાર મૂળભૂત ક્રિયાઓની મદદ થી રોજિંદા જીવનની લંબાઈ, અંતર, વજન, ગુંજાશ અને
સમયને લગતી સમસ્યાઓ ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ખેતરની હદની લંબાઈ તથા તારની વાડ
– લંબાઈ તથા તેના એકમની સમજ ( સે. મી., મીટર, કિલોમીટર )
– પ્રવૃતિ : આપેલ આકારના હદની લંબાઈ શોધો
– અલગ અલગ આકારો બનાવવા
– શાળાનો બગીચો
– પ્રવૃતિ ૧ થી ૭
– કોયડો : ઘર અને કૂવો.
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ખેતરના હદની લંબાઈ આપેલ પાઠ્ય પુસ્તક ના ખેતરના ચિત્રણ આધારે જાણવા જણાવીશ. ખેતરના હેડ ની ફરતે તારની વાડ માટે જરૂરી તાર વિશે ઉદાહરણ દ્વારા માહિતી આપીશ. તેના આધારે પ્રશ્નોતરી કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તર આપશે વ્યવહારુ કોયદાની ગણતરી કરાવીશ. પ્રવૃતિમાં આપેલ આકારના હદની લંબાઈ શોધવીશ. તેના આધારે આપેલ પ્રશ્નોના ઉત્તરો વિદ્યાર્થીઓ પાસે થી મેળવીશ. ૨૦ સે. મી. લાંબો દોરો લઈ તેના છેડા જોડીને અલગ અલગ આકારો બનવડાવીશ. તેના બીજા આપેલ ચોરસ ખાનવલ કાગળમાં ચોટાડીશ. બે ચોરસનો ઉપયોગ કરી આપેલ ચોરસ ખાનાવલ કાગળમાં તે દોરવીશ. મહવારોમાં આપેલ ચોરસની હેડ માપવિષ. વ્યવહારુ કોયદાની ગણતરી કરાવીશ. શાળાના બગીચામાં બગીચો ૧ અને બગીચો ૨ ની લંબાઈ એક સરખી કેવી રીતે છે તે નક્કી કરાવીશ. પ્રવૃતિ – ૧ થી ૭ વિદ્યાર્થીઓને જૂથમાં કરાવીશ. વિદ્યાર્થીઓ પ્રવૃતિ ૧ થી ૭ કરશે. “ઘર અને કૂવો” કોયદનું વિદ્યાર્થીઓ સમક્ષ વાંચન કરીશ. વિદ્યાર્થીઓના જુથ પડી કોયડો ઉકેલવા જણાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃતિ : આપેલ આકારના હદની લંબાઈ શોધો
પ્રવૃતિ : દોરી લઈ તેના છેડા જોડી અલગ અલગ આકારો બનવડાવીશ.
પ્રવૃતિ : પ્રવૃતિ ૧ થી પ્રવૃતિ ૭
મૂલ્યાંકન
– મહાવરો લખો