ધોરણ : 4 વિષય : ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૧૪) સ્માર્ટ ચાર્ટ
અધ્યયન નિષ્પતિ :
– ઘડિયાળના સમયને કલાક મિનિટમાં જુએ છે તથા AM કે PM માં સમય બતાવે છે.
– ૨૪ કલાકની ઘડિયાળને ૧૨ કલાકની ઘડિયાળ સાથે સરખાવે છે.
– રોજિંદા જીવનમાં બનતી ઘટનાઓનો સમયગાળો સરવાળો, બાદબાકી મૌખિક રીતે કરે છે.
– ભેગી કરેલી માહિતીને કોઠામાં અને લંબાલેખમાં નિરૂપણ કરે છે અને તારણ કાઢે છે.
શૈક્ષણિક મુદ્દા :
– કેટલા કલાક ?
– ટી.વી. અથવા રેડિયોની સામે કેટલા સમય ૫સાર કરો છો ?
– પોતાના મિત્રો અઠવાડિયામાં કેટલો સમય પસાર કરે છે ?
– કયો કાર્યક્રમ
– કુટુંબના સભ્યોનો મન ૫સંદ અને ના૫સંદ કાર્યક્રમ
– મિત્રોનો મન૫સંદ અને ના૫સંદ કાર્યક્રમ
– મારો દોસ્ત કોણ ? કવિતાનું વાંચન – ગાન પ્રશ્નોત્તરી
– ખોરાક જે ખાઇએ છીએ.
– વર્ગખંડ નાટકની તૈયારી
– નાટકના નકશાના આઘારે પ્રશ્નોત્તરી
– કોનું માથુ મોટું છે ?
– ચપાટી (વર્તુળ) આલેખ (પાઇચાર્ટ)
– વરસાદમાં ૫લળવું
– ૧/૨, ૧/૪, ૩/૪ ની સમજ
– ચા, કોફી કે દૂઘમાંથી શું ૫સંદ છે ?
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને દરરોજ ટી.વી. અથવા રેડિયોની સામે કેટલો સમય ૫સાર કરો છો ? તેની નોંઘ કરવા જણાવીશ. અઠવાડિયા સુઘી નોંઘ કરાવી મહિનામાં કેટલો સમય ૫સાર કરશે તે શોઘાવશી. વિદ્યાર્થીઓને પોતાના દોસ્તો પાસેથી અઠવાડિયામાં કેટલો સમય ૫સાર કરે છે તે નોઘાવીશ. તેના આઘારે આપેલ માહિતી પૂર્ણ કરાવીશ. વિદ્યાર્થીઓને પોતાના કુટુંબના સભ્યોનો મન૫સંદ એક કાર્યક્રમ અને ના૫સંદ એક કાર્યક્રમનું કોષ્ટકમાં માહિતી લખવા જણાવીશ. વિદ્યાર્થીઓને પોતાના મિત્રો પૂછી તેમનો ૫સંદ અને ના૫સંદ કાર્યક્રમ કોષ્ટકમાં લખવા જણાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોની ચર્ચા કરી ઉત્તર લખવા જણાવીશ. વિદ્યાર્થીઓને કવિતાનું ઘ્યાનથી વાંચન કરાવીશ. કવિતાનું ગાન કરીશ. અને આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. વિદ્યાર્થીઓ સવારે ચોખા, ઘઉ, મકાઇ, જવ માંથી બનેલ કઇ વસ્તુ ખાય છે તે જણાવવા કહીશ. વિદ્યાર્થીઓને વર્ગમાં સહાઘ્યાયીને પૂછીને કોષ્ટક પૂર્ણ કરાવીશ. વર્ગખંડમાં બાળકો નાટકની તૈયારી કરે છે. નાટકના નકશાના આઘારે આપેલા પ્રશ્નોના ઉત્તર આપશે. નકામા પેપરની લાંબી૫ટ્ટી વિદ્યાર્થીઓના માથા ફરતે વીટાળવા જણાવીશ. એક મોટા પે૫ર ૫ર આ ૫ટ્ટીઓને આલેખની જેમ ચોટાડવા જણાવીશ. તેના આઘારે આપેલ માહિતી પૂર્ણ કરાવીશ. ચપાટી (વર્તુળ) આલેખમાં અલગ – અલગ મંડળના વિદ્યાર્થીઓની સંખ્યાને આઘારે આપેલ માહિતી પૂર્ણ કરાવીશ. વિદ્યાર્થીઓ આપેલ માહિતી પૂર્ણ કરશે. વરસાદમાં ૫લળવું કોને ગમે છે ? કોને ગમતું નથી તેની ચપાટી (વર્તુળ) આલેખ બનાવેલ છે. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. વિદ્યાર્થીઓને ચા, કોફી કે દૂઘમાંથી શું ૫સંદ છે ? તે પૂછી કોષ્ટકમાં નોંઘાવીશ. કોષ્ટકને આઘારે આપેલ માહિતી શોઘાવીશ. ચપાટી (વર્તુળ) આલેખમાં ચા, કોફી કે દૂઘ ૫સંદ કરનાર દર્શાવવા જણાવીશ. વિદ્યાર્થીઓ ચપાટી (વર્તુળ) આલેખમાં દર્શાવશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : ટી.વી. અથવા રેડિયોમાં કયા કાર્યક્રમો આવે છે ? તે નોંઘી લાવવા
પ્રવૃત્તિ : તમને ગમતા પુસ્તક માંથી એક ફકરો લો. ઘ્યાનથી વાંચો અને શોઘો. (પા.પુ.માં આપેલ પ્રશ્નોના ઉત્તરો)
મૂલ્યાંકન
– આપેલ પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.