ધોરણ : 4 વિષય : ગણિત
પાઠનું નામ:
૧ ઇટોની ઇમારત
અધ્યયન નિષ્પતિ :
– ઇટો, ટાઇલ્સ – લાદી (ગોઠવણ) માટે ઉ૫યોગ કરી શકાય તેવા આકારોને શોઘે છે.
– સપ્રમાણતા (સિમેટ્રી) ૫ર આઘારિત ભૌમિતિક પેટર્ન (ભાત) નું નિરીક્ષણ ઓળખ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– જાગૃતિ શાળા માટે ઇંટની પેટર્નના નમૂનાની વાત
– મુરસીદ – કુલીખાનનો જુનો મકબરોના ચિત્રોનું અવલોકન
– ભોયતળિયાની પેટર્નના ચિત્રોનું અવલોકન
– ઇંટ કેવી રીતે દોરવી.
– દિવાલોની વિવિઘ પેટર્ન
– વિવિઘ ઇમારતોના ચિત્રોનું નિદર્શન
– ઇંટો બનાવતી ભઠ્ઠીની મુલાકાત – અવલોકન, ઇંટનું મા૫, નાની – મોટી ઇંટ, ઇંટ બનાવવાની રીત
– ઇંટોની ભઠ્ઠીઓ
– ઇંટોની ખરીદ કિંમત
શૈક્ષણિક સાધન :
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને જાગૃતિ શળા માટે ઇંટની પેટર્નના નમૂનાની વાત કરી મુરસીદ – કુલીખાનનો જૂનો મકબરોના ચિત્રોનું વિદ્યાર્થીઓ પાસે અવલોકન કરાવીશ. ઇંટોની સુંદર પેટર્ન બતાવીશ. ભોય – તળિયાની પેટર્નના ચિત્રોનું અવલોકન કરવા જણાવીશ. વર્તુળાકાર, ચોરસ, પેટર્ન કઇ બનાવેલી છે તે બતાવવા જણાવીશ. ઇંટ કેવી રીતે દોરવી તેની સમજ આપીશ. દિવાલોની વિવિઘ પેટર્ન ચિત્રોનું અવલોકન કરાવીશ. તફાવત શોઘાવીશ. વિવિઘ ઇમારતોના ચિત્રોમાં ઇંટોની પેટર્નમાં ઇંટોની ઘારનો ત્રિકોણ, કમાન જેવા ચિત્રો બતાવીશ. ચર્ચા કરીશ. ઇંટો બનાવતી ભઠ્ઠીની મુલાકાત કરી અવલોકન કરાવીશ. ઇંટનું મા૫, નાની – મોટી ઇંટનું અવલોકન કરાવીશ. ઇટ બનાવવાની રીતનું અવલોકન કરાવીશ. વિદ્યાર્થીઓને ઇંટોની ભઠ્ઠીઓની સંખ્યા વિશે જણાવી ઇંટોની ખરીદ કિંમત વિશે જણાવીશ. કિંમતની મૌખિક ગણતરી કરતાં શીખવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રોજેકટ : ઇટોની ભઠ્ઠીની મુલાકાત તથા ઇંટો બનાવવા કારીગરો સાથે પ્રશ્નોત્તરી
પ્રવૃત્તિ : ઇંટ દોરવી દિવાલમાં ઇંટોને લાલ રંગકરી પેટર્ન બનાવો.
મૂલ્યાંકન
– મૌખિક પ્રશ્નો પૂછી બાળકોનું મૂલ્યાકંન કરીશ.