ધોરણ : 4 વિષય : ગણિત
પાઠનું નામ:
૨. લાંબુ અને ટુકું
અધ્યયન નિષ્પતિ :
– વસ્તુ (ઓબ્જેકટ) ની લંબાઇ બે સ્થળો વચ્ચેના અંતર વગેરેનો અંદાજ બાંઘે અને વાસ્તવિક મા૫ લઇ તેની ખાતરી કરે છે.
– ચાર મૂળભૂત અંકગણિત ક્રિયાઓ સામેલ હોય તેવી લંબાઇ, અંતર સાથે સબંઘિત દૈનિક જીવન ૫રિસ્થિતિઓમાં સામે આવતી સમસ્યા ઉકેલે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બિંદુઓ એક બીજાથી કેટલા અંતરે આવેલા છે.
– રેખાની સરખામણી
– વિદ્યાર્થીઓની ઉંચાઇનું મા૫ન
– કુટુંબમાં સભ્યોની ઉંચાઇ
– દોડ (રેસ) ના આપેલ ચિત્રનું અવલોકન
– મેરેથોન દોડ
– ભારત તથા વિશ્વના લાંબી તથા ઉંચી કૂદના વિક્રમો વિશે ચર્ચા તથા પ્રશ્નોત્તરી
– દોડવાની કસરત વિશે
– ‘કુતુબમિનાર’ ની ઉંચાઇ
– એક સ્થળ થી બીજા સ્થળનું અંતરનું મા૫ન
– તમારું ઘર શાળાથી કેટલું દૂર છે તેની માહિતીનું એકત્રીકરણ
– ‘’હું ઇચ્છું હું હોત ‘’ ગીતનું ગાન
– શોઘવા પ્રયત્ન કરો.
– પ્રશ્નોની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– મા૫૫ટ્ટી
– અન્ય વાર્તા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ પાસે બે બિંદુઓ વચ્ચેના અંતરનું અનુમાન કરવા જણાવીશ. હવે મા૫૫ટ્ટીથી મા૫વા જણાવીશ. જવાબ ચકાસવા જણાવીશ. અકબર – બિરબલની વાર્તાનું કથન કરીશ. તેના દ્વારા રેખાની સરખામણી બતાવીશ. વિદ્યાર્થીઓની ઉંચાઇનું મા૫ન વ્યક્તિગત કરીશ. ગતવર્ષની ઉંચાઇની સરખામણી કરીશ. કુટુંબમાં સૌથી ઉંચું અને નીચું વ્યક્તિ વિશે જાણી લાવવા જણાવીશ. બંન્નેની ઉંચાઇનો તફાવત શોઘાવીશ. અંતર શાળા રમતોત્સવમાં દોડ (રેસ)ના આપેલ ચિત્રનું અવલોકન કરાવીશ. તેના આઘારે પ્રશ્નોત્તી કરીશ. મેરેથોન દોડ વિશે માહીતી આપીશ. ભારત તથા વિશવના લાંબી તથા ઉંચી કૂદ ના વિક્રમોની માહિતી આીશ. તેના આઘારે પ્રશ્નોત્તરી કરીશ. દોડવાની કસરતની માહિતીના આઘારે ચર્ચા – પ્રશ્નોત્તરી કરીશ. આપેલ પાઠય પુસ્તકમાં ‘કુતુબમિનાર’ ના ચિતરનું અવલોકન કરવા જણાવીશ. તેના આઘારે વર્ગખંડની ઉંચાઇનો તફાવત શોઘાવીશ. આપેલ ચિત્રના આઘારે ગાંઘીનગર થી હિંમતનગર વચ્ચેના અંતરની માહિતી આપીશ. તમારું ઘર શાળાથી કેટલું દૂર છે તેની વિદ્યાર્થીઓ પાસે વ્યક્તિગત માહિતી લઇશ. તેના આઘારે ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ. ‘’હું ઇચ્છું હું હોત’’ ગીતનું ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ ગાન કરશે. ‘’શોઘવા પ્રયત્નો કરો’’ ના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રોજેકટ : પ્રયત્ન કરો (પેજ નં. ૧૪ પાઠય પુસ્તક)
પ્રવૃત્તિ : વિદ્યાર્થીઓની ઉંચાઇનું મા૫ન
પ્રવૃત્તિ : કુટુંબના સભ્યોની ઉંચાઇ શોઘવી.
મૂલ્યાંકન
– મહાવરા દ્વારા મૂલ્યાંકન કરીશ.