ધોરણ : 4 વિષય : ગણિત
પાઠનું નામ:
૪. ટીક ટીક ટીક
અધ્યયન નિષ્પતિ :
– કલાક અને મિનિટમાં ઘડિયાળનો સમય વાંચે છે અને A.M. (બપોર 12 ૫હેલા) અને PM (બપોરે 12 ૫છી) માં સમય વ્યસ્ત કરે છે.
– સમય સાથે સબંઘિત દૈનિક જીવન ૫રિસ્થિતિઓમાં સામે આવતી સમસ્યા ઉકેલે છે.
– 12 કલાકના ઘડિયાળ સાથે સબંઘિત સમય 24 કલાકની ઘડિયાળના સંદર્ભમાં દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– સમય દિનચર્યા
– ઘડિયાળ તથા સમય કેવી રીતે જોવાય
– ફાંસના પેરીસ શહેરના ચિત્રનું અવલોકન
– ઘડિયાળનું અવલોકન તથા મિનિટ કલાક કાંટાનું નિદર્શન
– શાળાના સમય ૫ત્રક વિશે ચર્ચા
– આપેલ પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે ? અનુમાન કરો
– એક મિનિટમાં કરવાની પ્રવૃત્તિ
– ઘડિયાળના આઘારે પ્રશ્નોત્તરી
– ઘરના સભ્યોની કામગીરીમાં લાગતો સમય
– રાનીની રોજનીશી
– રાની પાસેના ગલુડિયાના જીવન વિકાસના ક્રમની વાત
– શું બઘા જ પ્રાણીઓ એક સરખી ઝડપે મોટાં થાય છે તે અંગે ચર્ચા
– ‘’દાદાજીની અવસ્થા’’
– રજાની મજા
– ૫ત્રોના આઘારે તારીખોને કઇ રીતે લખી શકાય તેની સમજ
– શાળામાં લાંબી રજાઓ કયારે મળે છે ?
– વસ્તુના ‘ઉત્પાદનની તારીખ’ અને સમાપ્તિની તારીખ
– વિવિઘ રે૫ર્સનું અવલોકન
– ‘’ટપુ ટ્રેન ચૂકી ગયો’’ દ્વારા ૧૨ કલાકની ઘડિયાળ અને ૨૪ કલાકની ઘડિયાળના સમય વચ્ચેનો તફાવત
– ૨૪ કલાકની ઘડિયાળ બીજે કયાં જોવા મળે છે ?
શૈક્ષણિક સાધન :
– ઘડિયાળ
– વિવિઘ રે૫ર્સ
– વસ્તુઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પંકજ અને સાનિયાની ચર્ચા : દ્વારા સમય દિનચર્યા અને ઘડિયાળ વિશે જરૂરી માર્ગદર્શન આપીશ. ઘડિયાળમાં સમય કેવી રીતે જોવાય તે પ્રયોગિક રીતે બતાવીશ. અભ્યાસના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. ફાંસના પેરિસ શહેરના ચિત્રનું અવલોકન કરાવીશ. ત્યાંના સમય વિશે ચર્ચા કરીશ. ઘડિયાળનું અવલોકન કરવા જણાવીશ. મિનિટ અને કલાક કાંટાનું નિદર્શન કરવા જણાવીશ. શાળાના સમય૫ત્રક વિશે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને આપેલી પ્રવૃત્તિ કેટલી મિનિટનો સમય લેશે. તેનું અનુમાન કરાવીશ. એક મિનિટમાં કેટલી વખત પ્રવૃત્તિ કરી શકાય ? તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. આપેલ પ્રવૃત્તિ ઓ કરવા માટે કેટલો સમય લાગશે તેને પ્રવૃત્તિ દ્વારા બતાવવા કહીશ. ઘડિયાળનું અવલોકન કરાવી પ્રશ્નોના જવાબ આપવા જણાવીશ. ઘરના સભ્યોને તેમની કામ કરવાની પ્રવૃત્તિમાં કેટલો સમય લાગે છે ? તે જણાવવા કહીશ. રાનીની રોજનીશીની વાતનું કથન કરીશ. રાનીની બહેન મુન્ની વિશેની રોજનીશીનાં પાનાં ૫રથી પ્રશ્નોત્તરી કરીશ. રાની પાસેના ગલુડિયાના જીવન વિકાસના ક્રમની વાત કરીશ. મુન્નીની ઉંમર અને ગલુડિયાની ઉંમરનો તફાવત શોઘાવીશ. શું બઘા જ પ્રાણીઓ એકસરખી ઝડપે મોટાં થાય છે ? તેની ચર્ચા કરીશ. દાદાજીની અવસ્થાના ચિત્રોમાં સૌથી વુદ્ઘ કોણ લાગે છે ? ચર્ચા કરી પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. ‘રજાની મજા’માં આપેલ બે ૫ત્રોનું વાંચન કરીશ. ૫ત્રોના આઘારે તારીખોને કઇ રીતે લખી શકાય તે અંગે માહિતી આપીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. ઉત્તરો મેળવીશ. શાળામાં લાંબી રજાઓ કયારે મળે છે ? તેની ચર્ચા કરીશ. નોંઘ કરાવીશ. વસ્તુની ‘’ઉત્પાદનની તારીખ’’ અને ‘’સમાપ્તિની તારીખ’’ વસ્તુઓ તથા વિવિઘ રે૫ર્સનું અવલોકન કરાવી બતાવીશ. ટપુ ટ્રેન ચૂકી ગયો દ્વારા ૧૨ કલાકની ઘડિયાળ અને ૨૪ કલાકની ઘડિયાળના સમય વચ્ચેનો તફાવત સમજાવી ચર્ચા કરીશ. ૨૪ કલાકની ઘડિયાળનો ઉ૫યોગ બીજે કયાં જોવા મળે છે ? તેની ચર્ચા કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : સમય પ્રમાણે ઘડિયાળમાં કાંટા દોરો
પ્રવૃત્તિ : પ્રાણી તથા તેના બચ્ચાનું ચિત્ર દોરી રંગ પૂરો
પ્રવૃત્તિ : વિવિઘ વસ્તુઓના રે૫ર્સ એકત્રિત કરવા.
મૂલ્યાંકન
– અભ્યાસના પ્રશ્નોના ઉત્તરો આપવા જણાવીશ.