ધોરણ : 4 વિષય : ગણિત
પાઠનું નામ:
૫. દુનિયા જોવાનો રસ્તો
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ વસ્તુઓનું ઉ૫રથી દ્રશ્ય (ટોપ વ્યુ) સામેથી દ્રશ્ય (ફંટ વ્યુ) અને બાજુથી દ્રશ્ય (સાઇડ બ્યુ) ને દોરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વસ્તુઓનું જુદા સ્થળ અને અંતરથી નિદર્શન
– ગપ્પુ ઉંદરની હવાઇ સફર તેના દ્વારા વિવિઘ સ્થળોનું નિદર્શન
– વસ્તુઓને ઉ૫રથી તથા બાજુ માંથી જોતાં અલગ દેખાય છે તેની ચર્ચા
– ગપ્પુના ઘર પાછળના બગીચાના ચિત્રના આઘારે પ્રશ્નોત્તરી
– ઇસ્માઇલનું ઘર
– ડાબી, જમણી, સામેની બાજુનો ખ્યાલ
– ગિલ્લી અને મોટું ખોખું’’ ના આઘારે પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ દ્વારા ચિત્રનું અવલોકન કરાવીશ. તેમાંની વસ્તુઓ જુદા સ્થળ તથા અંતરથી નિદર્શન કરતાં કેવા આકારની દેખાય છે તેની ચર્ચા કરીશ. ગપ્પુ ઉંદરની હવાઇ સફર દ્વારા વિવિઘ સ્થળો બગીચો, ગુરૂદ્વારા રેલ્વે લાઇન મીઠાઇની દુકાન સુહ્રાસિનીનાં ઘરની છત ૫ર પાણીની ટાંકીને આકાશ તરફથી દેખાતાં કેવાં દેખાય છે તેની ચર્ચા કરીશ. વસ્તુઓને જયારે ઉ૫રથી અને બાજુમાંથી જુઓ છો ત્યારે જુદા પ્રકારની દેખાય છે. તે અવલોકનમાં નોંઘશે. વસ્તુઓ આ છેડેથી મોટી અને ૫હોળી જયારે સામેના છેડે નાની અને સાંકળી કેમ દેખાય છે તે ચિત્ર બતાવી ચર્ચા કરીશ. એક જ સ્થિતિના બે દેખાવોની ચિત્ર દ્વારા સરખામણી કરાવીશ. એક જ પ્રકારના વાડકાઓના જુદા જુદા દેખાવોના ચિત્રો ૧,૨,૩ નું અવલોકન કરાવીશ. ગપ્પુના ઘર પાછળનો બગીચોના ચિત્રનું અવલોકન કરાવી પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ચિત્રના આઘારે પ્રશ્નોના ઉત્તર આપશે. ઇસ્માઇલ શ્રીજાતા ને ફોન ૫ર તેના ઘરથી પોતાના ઘરનો રસ્તો બતાવ્યો તેનું ચિત્રમાં અવલોકન કરાવીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ માહિતીના આઘારે પ્રશ્નોના ઉત્તર આપશે. ‘ગિલ્લી અને મોટું ખોખું’ દ્વારા ખોખા ૫ર છાપેલા અંકો ૧ થી ૬ ને આઘારે અનુમાન કરાવી પ્રશ્નોના ઉત્તર વિદ્યાર્થીઓ દ્વારા આ૫વા જણાવીશ. વિદ્યાર્થીઓ અનુમાન કરી ઉત્તર આપશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : વિવિઘ ચિત્રોને એકત્રિત કરો.
પ્રવૃત્તિ : તમારા બુટનો બાજુનો દેખાવ, સામેનો દેખાવ અને ઉ૫રનો દેખાવ દોરો
પ્રવૃત્તિ : ‘’ખોખું’’ બનાવવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– ચિત્રના આઘારે પ્રશ્નોના ઉત્તરો આપવા જણાવીશ.