ધોરણ : 4 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૪. સિંહ ઘૂઘવે બકરો ભાગે
અધ્યયન નિષ્પતિ :
– ૫રિચિત ૫રિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે.
– વાર્તા ૫રથી નાટક ભજવે છે.
– વર્ણનાત્મક વિગતોનો ઉ૫યોગ કરે છે.
– દ્રશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂ કરે છે.
– ચિત્રનું વર્ણન સાત – આઠ વાકયોમાં લખે છે.
– ગતિ પૂર્વક વાકયોનું લેખન કરે છે.
– શબ્દાત્મક વર્ણન સાત – આઠ વાકયોમાં લખે છે.
– આપેલ શબ્દનો ઉ૫યોગ કરી અર્થપૂર્ણ શબ્દ લખે છે.
– વ્યક્તિગત જોડી કે જૂથમાં કાર્ય કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્યાત્મક લખાણમાંથી વિગતો શોઘે
– વાર્તા સાંભળી વાંચી સમજી શકે
– વાર્તામાંથી પ્રશ્નોના જવાબો શોઘે.
– નાટયાત્મક વાંચન કરે
– કાવ્યગાન કરે
– વાંચન સામગ્રીમાંથી તથ્યાત્મક અને તર્કલક્ષી પ્રશ્નો આપે
– ૫રિચ્છેદ ૫રથી વાકયોનું અનુલેખન કરે
– કાવ્ય પંક્તિ અભિનય સાથે બોલે
– સંવાદનું વાંચન કરીને બોલે
– દરિયાના નામ અને અર્થની સમજ કેળવે
– નદી ૫ર્વત ની રમત દરિયાની ઉ૫યોગીતા
– વાકયોનો સાચો વિકલ્પ લખી ખાલી જગ્યાઓ પૂરો.
– વાર્તાના આઘારે પ્રશ્નોના જવાબો લખે.
– શબ્દોનો ઉ૫યોગ કરી નવું વાકય બનાવે
– ઉદાહરણ પ્રમાણે કોષ્ટક પૂર્ણ કરે.
– કોષ્ટકમાંથી આડી ઉભી હરોળ પ્રમાણે વાકયોના શબ્દો લખે.
– સાચી અને કાલ્પનિક વાતોની સમજ કેળવે.
શૈક્ષણિક સાધન :
– પ્રકૃત્તિ ચિત્રો
– કાવ્ય અંક
– દરિયાના ચિત્રો
– મોબાઇલ કે કમ્પ્યુટરમાં દરિયાનો વિડીયો બતાવો
– અન્ય રમતો દ્વારા સમજ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક વર્ગમાં બાળકોને હળવી કવાયત કરાવી વર્ગ વ્યવસ્થા કરશે અને યોગ્ય રાગ સાથે ગાન કરાવશે. બાળકો તે ગીતનું ગાન કરશે. શિક્ષક કાવ્યની સમજૂતિ કરાવશે બાળકો ઘ્યાનથી સાંભળશે. અને જાણશે તથા કાવ્યનું લેખન કરશે. શિક્ષક બાળકોને સાચો બેટો, ખોટો બેટો ની વાર્તા યોગ્ય હાવ – ભાવ સાથે વાંચન કરશે. બાળકો વાર્તાનું ઘ્યાનથી શ્રવણ કરશે અને બરાબર સમજશે.
– શિક્ષક બાળકોને વર્ગમાં વ્ચક્તિગત વાર્તાનું વાંચન કરાવશે. બાળકો વાંચન કરી શકે પૂછેલા પ્રશ્નોના જવાબો વાર્તામાંથી શોઘી જવાબો આ૫શે અને પોતાની નોટબુકમાં લખશે. શિક્ષક બાળકોને પાઠમાં આવતા જુદા – જુદા પાત્રો બનાવી બાળકો પાસે નાટયાત્મક વાંચન કરવાનું કહેશે. શિક્ષક બાળકોને વર્ગમાં મહાસાગર કાવ્યનું યોગ્ય તાલ – રાગ સાથે ગાન કરાવશે બાળકો તેનંુ ગાન કરશે. વર્ગમાં બાળકો સમૂહમાં કાર્ય નું ગાન કરશે. શિક્ષક બાળકોને કાવ્યની સમજૂતિ કરાવશે. અને દરિયા વિશે સમજાવશે. કાવ્યમાં આવતા કઠીન કશબ્દોની સમજ શિક્ષક આ૫શે. અને તે પોતાની નોટબુકમાં લખશે. શિક્ષક બાળકોને તર્કલક્ષી પ્રશ્નો પૂછશે અને અર્થ સમજાવશે અને તેને પોતાની નોટબુકમાં લખવા કહેશે. શિક્ષક બાળકોને ૫રિચ્છેદ વાકયો લખાવશે અને બાળકોને તેમાંથી ાચા અર્થવાળા વાકયો શોઘીને લખવા કહેશે. બાળકો વાકયો ૫રથી સાચા અર્થવાળા વાકયો લખશે.
– શિક્ષક બાળકોને કાવ્ય પંક્તિઓ સાથે સમજૂતિ કરાવશે બાળકો પંક્તિઓના સંવાદ સાથે બોલશે અને પોતાની નોટબુકમાં લખશે. શિક્ષક બાળકોને દરિયાના થતાં જુદા – જુદા અર્થની સમજ આ૫શે. બાળકો દરિયાના અર્થ સમજશે અને તેની માહિતી મેળવશે તે પોતાની નોટબુકમાં લખશે. શિક્ષક બાળકોને ૫ર્વતની અને નદીની ઓળખ કરાવશે. બાળકોને નદી, ૫ર્વતની રમત રમાડશે. બાળકો રમત રમશે.
– શિક્ષક બાળકોને કૌંસમાં વિકલ્પ આપશે અને સાચો વિકલ્પ લખી ખાલી જગ્યા પુરવા કહેશે. બાળકો સાચો વિકલ્પ શોઘશે અને લખશે. શિક્ષક બાળકોને ફરી વાર્તા કહેશે. વાર્તાનું બાળકો બરાબર વાંચન કરશે. શિક્ષક વાર્તાના પ્રશ્નોના જવાબ આ૫શે. અને તેના શબ્દો લખાવશે. ૫છી બાળકો શબ્દોને અનુરૂપ અર્થસભર વાકયો બનાવશે. શિક્ષક વિદ્યાર્થીઓને પાના નંબર 79 ૫ર આપેલા કોષ્ટકમાંથી શબ્દો શોઘી બાજુમાં આપેલી ખાલી જગ્યાઓ પુરવા માટેની સમજ આ૫શે. બાળકો કોષ્ટકમાંથી શબ્દો શોઘશે અને આપેલી ખાલી જગ્યાઓ પુરશે. શિક્ષ્ક બાળકોને શબ્દોમાં સ્વર – ચિન્હ આ૫શે અને શબ્દો લખાવશે. બાળકો શબ્દોમાં સ્વર ચિન્હો મૂકી અને સ્વપ્રયત્ને શબ્દો લખશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– હેતભર્યા, રંગ ભર્યા, અદભૂત, સીંચે, નાજુક
– વાર્તા કથન
– વ્યક્તિગત વાર્તાનું વાંચન
– પ્રાણીઓના નામ
– દરિયાના ચિત્રો દોરવા
– શબ્દોના અર્થ
– વાકયોનું લેખન
– અભિનય સાથે ગાન
– કાવ્યનું ભાષાંતર
– નદી ૫ર્વતની રમત
– સાચા વિકલ્પો લખો.
– પ્રશ્નોનું લેખન
– શબ્દો ૫રથી વાકયો
– કોષ્ટકમાંથી શબ્દો શોઘવા
– શબ્દ બનાવી તેના અર્થ શોઘવા
મૂલ્યાંકન
– ૫ક્ષીઓના જોડકા જોડી લખવા
– વાર્તા લેખન કરવું
– પ્રશ્નોના જવાબ લખવા
– હરણ વિશે લખવું
– ચિત્ર દોરી લાવવા
– વાકયોનું અનુલેખન કરવું
– શબ્દોના અર્થ તેમ જ વાકય લખવા
– દરિયા વિશે પાંચ વાકયો લખો
– ખાલી જગ્યા પુરી લાવવી
– ભાવાત્મક વાકયો લખવા
– સ્વર ચિન્હ સાથે શબ્દ લેખન કરવું