ધોરણ : 4 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
૭. ખોટો જાદુ ખોટો બાવો
અધ્યયન નિષ્પતિ :
– કાવ્ય સાંભળી વાંચી તેના અંશોનું લેખન કરે છે.
– ચિત્રમાં થતા ભાવ પ્રગટ કરે છે.
– કાવ્ય સાંભળી વાંચી તેના અંશોનું લેખન કરે છે.
– શબ્દો વચ્ચેની જગ્યા પારખે છે.
– શબ્દો વાકયોનું મોટેથી વાંચન કરે છે.
– સાંભળેલી વિગતોને દ્રશ્યાત્મક રીતે રજૂ કરે છે.
– વિગતો વચ્ચેના સબંઘો સમજે છે.
– વાર્તાનું વર્ણન ચાર વાકયમાં લખે છે.
– આપેલ શબ્દોનો ઉ૫યોગ કરી અર્થ પૂર્ણ વાકય લખે છે.
– વ્યક્તિગત કે જોડીમાં કાર્ય કરે છે.
– શ્રવણ બાદ કથાત્મક વિગતો સંક્ષિપ્તમાં પોતાના શબ્દોમાં રજૂ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– ગીતનું અભિનય સાથે ગાન
– ચિત્ર ૫રથી પ્રશ્નોત્તરી
– ગીતમાંથી સમાન અર્થ ઘરાવતા શબ્દો પંક્તિ
– ૫રિચિત અ૫રિચિત ૫રિસ્થિતિમાં શું કરવું તેની સમજ
– ગીતનું ગાન કરી સાચો વિકલ્પ ૫સંદ કરશે.
– પાઠની સમજ વાર્તા સ્વરૂપે આપવી
– પાઠને આઘારે પ્રશ્નોત્તરી
– ખરા – ખોટા ગીતનું અભિનય સાથે ગાન
– પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરે છે.
– સમાન અર્થવાળા વાકયો પાઠમાંથી શોઘવા
– ક્રિયા છૂટી પાડી કોષ્ટકમાં લખવી
– સમય અને ક્રિયાને સૂચવતા વાકયોની સમજ
– કોષ્ટકની સમજ આપી કોષ્ટક પૂર્ણ કરશે.
– સરખા શબ્દોની ચર્ચા
શૈક્ષણિક સાધન :
– બાળ ગીત અંક
– વિડીયો નિદર્શન
– શબ્દ ચાર્ટ
– ઢોલક , મંજીરા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક બાળકોને અભિનય સાથે ‘અંતર મંતર જંતર’ નું ગીત ગવડાવશે. શિક્ષક બાળકોને પાઠય પુસ્તકમાં આપેલા ચિત્રોનું અવલોકન કરવા માટે કહેશે અને પ્રશ્નો પૂછશે બાળકો તેના જવાબો આપશે. શિક્ષક બાળકોને સમૂહમાં ‘બા બેઠીતી રસોઇ કરવા’ ગીતનું ગાન કરાવશે અને કાવ્યના આઘારે પ્રશ્નોના જવાબો પૂછશે બાળકો તેના જવાબ આપશે. કાવ્યમાં આવતા સમાન અર્થ વાળી પંક્તિ અને શબ્દો શોઘવા કહેશ. શિક્ષક બાળકોને ‘બમ બમભ ભોલે’ કાવ્યનું વાર્તા સ્વરૂપે રૂપાંતર કરીને સમજાવશે બાળકો તેનો ભાવાર્થ સમજશે અને તેમાં આવતા અઘરા શબ્દોની નોંઘ કરી યાદ રાખશે.
– શિક્ષક બાળકો પાસે નાટયી કરણ કરાવશે. શિક્ષક બાળકોને આપણા ત્યાં અચાનક ચોર આવી જાય તો તમે શું કરો તેની સમજ આપશે. બાળકો પોતાના વિચારો રજૂ કરશે. શિક્ષક બાળકોને ગીત ગવડાવી અને ‘કેટલું યાદ રહયું’ તેના માટે યોગ્ય વિકલ્પ પસંદ કરીને જવાબો આપવા માટે જણાવશે. શિક્ષક બાળકોને ‘’આવ આવ જા જા’ પાઠનું વાર્તા સ્વરૂપે કથન કરશે. બાળકો ઘ્યાનથી સાંભળશે. શિક્ષક બાળકોને પાઠના આઘારે ખરા અને ખોટા વિઘાનોની ચર્ચા કરશે. ખરૂ હોય તો ‘વિદ્યા’ અને ખોટું હોય તો ‘જાદુ’ લખવાનું જણાવશે. ગીતનું અભિનય સાથે ગાન કરાવશે. બાળકો અભિનય સાથે ગાન કરશે. શિક્ષક બાળકોની સમક્ષ પાઠના આઘારે પ્રશ્નોના જવાબોની ચર્ચા કરશે. શિક્ષક વિદ્યાર્થીઓને સમાન અર્થવાળા વાકયો પાઠમાંથી શોઘીને લખવા જણાવશે. શિક્ષક બાળકોને ભેગી થયેલી જાદુની ક્રિયાને છુટી પાડીને કોષ્ટકમાં લખવા માટેની ચર્ચા કરશે. શિક્ષક બાળકોને હમણાં ૫હેલા ૫હેલા અને હવે ૫છીના સમયની સમજ આપશે. બાળકોને વર્ગમાં ક્રિયાઓના અભિનયની ચિઠ્ઠીઓ બનાવી ગોળમાં બેસાડીને રમત રમાડશે. બાળકો ચિઠ્ઠી પ્રમાણે ક્રીયાઓ કરશે. શિક્ષક બાળકોને કોષ્ટકની સમજ આપવા માટે ચર્ચા કરશે. શિક્ષક બાળકોને સ્વાઘ્યાયમાં આપેલ ખાલી જગ્યાઓની ચર્ચા કરશે. બાળકોને ખાલી જગ્યા પુરવા આપશે. સરખા અર્થવાળા શબ્દો શોઘવા માટે જણાવશે. શિક્ષક શબ્દ પોટલીમાં નવા અને અજાણ્યા શબ્દો લખવા માટે કહેશે. બાળકો શબ્દોનું લેખન કરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– અભિનય સાથે ગાન
– ચિત્ર અવલોકન
– કાવ્યનું વાર્તામાં રૂપાંતર
– અઘરા શબ્દોનું લેખન
– નાટક ૫રથી તર્કશક્તિ
– પ્)ાઠમાં આવતા અઘરા શબ્દોનું લેખન
– ખરું વિદ્યા ખોટું જાદુ
– હમણાં, પહેલા, હવે ૫છી
– શબ્દ જૂથ બનાવવા
– નવા શબ્દો
– સરખા અર્થ વાળા શબ્દો
મૂલ્યાંકન
– ગીત મોઢે કરવું
– કુદરતી સૌંદર્ય ચિત્ર દોરવું
– શબ્દોનું લેખન કરવું
– ચોર આવે તો શું કરવું તેના વિશે બે ત્રણ વાકયો લખો.
– પ્રશ્નોના જવાબ લખો
– એક વાર્તા યાદ કરી આવવી
– ખરા ખોટા લખો શોઘેલા વાકયો ઘરેથી લખવા
– રમતના આઘારે પાંચ વાકયો લખો
– શબ્દજૂથ ૫સંદ કરી વાકયો બનાવવા
– શબ્દોનું લેખન કરો.