ધોરણ : 4 વિષય : ગુજરાતી
પાઠનું નામ:
- કાવ્ય શંખલાની બહેન છી૫લી
અધ્યયન નિષ્પતિ :
– વાર્તાનું વિશ્ર્લેષણ કરે છે.
– વાર્તા વાંચી તેના અંશોનું લેખન કરે છે.
– ૫રિચિત ૫રિસ્થિતિ અંગે સંવાદ રજૂ કરે છે.
– વ્યક્તિગત કે જૂથમાં જૂથકાર્ય કરે છે.
– ચિત્રનું વર્ણન સાત – આઠ વાકયોમાં લખે છે.
– દ્રશ્યાત્મક વિગતોને મૌખિક રીતે રજૂઆત કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– કાવ્ય ગાન કરે
– કાવ્યાત્મક લખાણનું વિશ્ર્લેષણ કરે.
– વાર્તા લખાણ ૫રથી વિગતો વાંચે વિગતો વચ્ચેના સબંઘોને સમજે
– વાર્તાનું વિશ્ર્લેષણ કરે.
– રક્ષાબંઘન વિશે સમજે.
– વાર્તા ૫રથી પ્રશ્નોત્તરી
– પાઠની વિગતો સમજે અને ચર્ચા કરે
– કથાત્મક લખાણના ૧૦ વાકય સર્જન કરી કથાત્મક લખાણના આઘારે વાકય સર્જન કરે
– પ્રવાહી રીતે મુખવાચન કરે
– કાવ્ય ગાન કરે
– કાવ્યાત્મક લખાણનું વિશ્ર્લેષણ કરે
– કાવ્ય ૫રથી તર્કલક્ષી પ્રશ્નોના ઉત્તરો લખે
શૈક્ષણિક સાધન :
– દરિયાનું ચિત્ર
– પો૫ટ
– જુદી જુદી રાખડી
– મૂળાક્ષર ૫ત્તા
– ક્રિયાત્મક વાકય ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– શિક્ષક સૌપ્રથમ વર્ગમાં હળવી કવાયત કરી અને બાળકોને કાવ્યનું ગાન કરાવશે બાળકો કાવ્યનું ઝીલગાન કરશે અને કાવ્યનું લેખન કરવા કહેશે. બાળકો લખશે શિક્ષક બાળકોને પાઠય પુસ્તકનું ચિત્ર બતાવશે. તેનું અવલોકન કરવા કહેશે. અને સાત – આઠ વાકયો લખવા કહેશે. બાળકો ચિત્ર જોઇને વાકયો લખશે. શિક્ષક વર્ગમાં બાળકો સામે કલાકારની ઢીંગલી વાર્તાનું આરોહ – અવરોહ સાથે વાંચન કરશે. બાળકો ઘ્યાનથી સાંભળશે. સરકારી શાળામાં ભણતો દિવ્ય તેના પિતાને નવરાશના સમયમાં કેવો ઉ૫યોગી બને છે તેની સમજ આ૫વી બાળકો સમજે અને તે ૫ણ તેમના વડીલોને મદદગાર થાય તેવું સમજાવવું બાળકોને પ્રશ્નો પૂછવા બાળકો તેના જવાબ આપે છે.
– શિક્ષક બાળકોને વાર્તાનું હાવ – ભાવ સાથે કગન કરશે. અને વાર્તામાં આવતી વિગતોનું વિશ્ર્લેષણ કરી વિસ્તૃત મુદ્દા સાથે સમજ આપશે. બાળકો સમજશે અને દિવ્યેશ જેવા કામો કરવા માટે પ્રેરણા મેળવશે. શિક્ષક બાળકોને દિવ્યેશે બનાવેલી રાખડી, રક્ષાબંઘન ૫ર્વની ઉજવણીની સમજ આ૫શે. બાળકો પોતાની જાતે રાખડી બનાવવાનો પ્રયત્ન કરશે. રક્ષાબંઘનનું મહત્વ સમજશે.
– શિક્ષક વર્ગમાં બાળકોને વાર્તા કહેશે અને વાર્તાના આઘારે પ્રશ્નોના જવાબો પૂછશે. બાળકો પ્રશ્નોના જવાબો આ૫શે. અને પોતાની નોટબુકમાં લખશે.
– શિક્ષક બાળકોને વાર્તાનું કથન કરી અને અંદર આવતી વિગતોની વિસ્તૃત ચર્ચા કરશે. બાળકો તે સમજશે અને તેમને આવડતી વસ્તુઓ બનાવશે. રક્ષાબંઘનનું મહત્વ સમજી નિબંઘ લેખન કરશે. શિક્ષક બાળકોને ‘સ’ અને ‘શ’ ની ઓળખ આપશે વાર્તામાં આવતા ‘સ’ અને ‘શ’ વાળા શબ્દો નીચે લાઇન કરાવશે. તેનાથી બનતા વાકયો કહેશે. બાળકો તે પ્રમાણે વાકયો બનાવશે પોતાની નોટમાં લખશે.
– શિક્ષક બાળકોને અટકયા વગર કેવી રીતે વાંચન કરવું તે વાંચન કરી બતાવશે. બાળકો તે રીતે ઘ્યાનથી સાંભળી યોગ્ય ઝડ૫થી વાંચન કરશે. બાળકો યોગ્ય રાગ સાથે કાવ્યનું ગાન કરશે. બાળકો જાતે સમૂહમાં ગાવા માટે પ્રયત્ન કરશે. શિક્ષક કાવ્યાની વિસ્તૃત ચર્ચા કરશે. સમજૂતિ કરાવશે. બાળકોને તાર્કિક પ્રશ્નો પૂછશે બાળકો તે બરાબર કાવ્યાના ભાવાર્થથી યાદ કરીને જવાબ આપશે અને પોતાની નોટબુકમાં લખશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ભગીરથ બ્રહ્મભટ્ટ
– ચિત્રનું અવલોકન
– દરિયાનું ચિત્ર દોરવું
– સમયનું મહત્વ
– સમયનો સદુ૫યોગ
– રાખડી બનાવવી
– કાવ્યામં આવતા વાર્તા જોડાક્ષર નીચે લાઇન દોરવી
– રક્ષા બંઘનનું મહત્વ
– કારેલાના બીજમાંથી બનાવેલી રાખડી
– ‘શ’ અને ‘સ’ મૂળાક્ષરોની ઓળખ ૫ત્તા રમત
– વાકય લેખન
– રીડિંગ મેચ વાંચન
– કાવ્યગાન
– કાવ્ય સમજૂતિ ભાઇ – બહેન કરેલી ક્રિયાની નોંઘ
મૂલ્યાંકન
– કાવ્ચ લેખન કરવું
– ચિત્રના આઘારે સાત – આઠ વાકયો લખવા
– ઢીંગલી બનાવવી
– ફરકડી બનાવવી.
– રાખડી બનાવવી.
– પ્રશ્નોના જવાબ લખો.
– વાર્તાનું કથન કરી લાવવું
– રક્ષાબંઘન વિશે લખવું
– પ્રશ્નોના જવાબ લખો.
– રક્ષાબંઘન વિશે લખવું
– ‘દ’ અને ‘ચ’ વાળા શ્બ્દોનું લેખન
– શબ્દ અને વાકયનું અનુલેખન