ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧. રોજ નિશાળે જઈએ
અધ્યયન નિષ્પતિ :
– જોયેલ અને અનુભવેલ (શાળા, પરિવાર, પડોશીની) બાબતો જેમ કે પસંદગી નિર્ણય સમસ્યા નિવારણ વગેરે.
– ભૂતકાળ અને વર્તમાન કાળની વસ્તુ પ્રવૃતિઓ વચ્ચેનો તફાવત સમજે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પુસ્તકમાં આપેલ QR કોડ ની સમાજ અને તેનો ઉપયોગ
– શાળા ને જવા માટેના વહાણનું નામ અને તેનો ઉપયોગ
– ગીત દ્વારા વાહનોના નામ
– સિમેન્ટના પુલનો ઉપયોગ તથા તે બનાવવામાં વપરાતા સામાનની જાણકારી
– જુદા જુદા વિસ્તારની પરિસ્થિતિ અને તેની સમાજ તથા તેમા વપરાતા અવાર જવર્ણ વાહનો
– જંગલમાંથી પસાર થતાં રાખવાની તકેદારીઑ
– શારીરિક ખામી વાળ લોકોને પડતી મુશ્કેલીઓ
શૈક્ષણિક સાધન :
– મોબાઈલ
– દીક્ષા એપ
– કંપાસ બોક્સ
– વાહનનો ચાર્ટ
– ચિત્રો વિડીયો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને વિદ્યાર્થીઓને પુસ્તક ના પા. નં. ૧ પર આપેલ QR કોડ શું છે તેના ઉપયોગથી એનિમેશન કે વિડીયો દ્વારા તે પાના પર આપેલ મુદ્દાઓની માહિતી જોઈ શકાય છે તે મોબાઇલમાં કરીને બતાવી એક બાળક શાળાએ કેવી રીતે આવે છે તે ચર્ચા કરી શાળા દૂર હોય તો ત્યાં જવા કયા કયા વાહનોનો ઉપયોગ કરી શકાય અથવા થાય છે તે વિદ્યાર્થીઓને પૂછી તેમના જવાબ મેળવી ત્યારબાદ તેમની તે વાહનોના નામની યાદી બનાવવા જણાવીશ. વર્ગ માં વાહનોનો ચાર્ટ બતાવી તેના નામ આપી તથા જુદા – જુદા ભૌગોલિક પરિસ્થિતિ જેવી કે નદી, ડુંગર, રણ, ગામડું વગેરે સ્થળોમાં રહેતા બાળકોને પણ રોજ શાળાએ જવાનું હોય છે તો તે કેવી રીતે રોજ શાળાએ જે છેતે માટે બતાવેલ ચિત્રો દ્વારા નદીમાં બોટ કે હોડી દ્વારા બે ડુંગર વચ્ચે પુલ દ્વારા, રણ માં ઊંટ દ્વારા તથા ગામડામાં બળદ ગાડું કે ઘોડાગાડી દ્વારા તથા ઘણા વિદ્યાર્થીઓ સાયકલ દ્વારા રોજ પોતાની શાળા સુધી આ વાહનોનો ઉપયોગ કરીને પહોંચે છે.
– વિદ્યાર્થીઓને રાગ તાલ બધ્ધ ગીત ગવડાવીશ. હવે વિદ્યાર્થીઓની એવી જગ્યાઓ કે જય વાહનો પહોંચાટનથી જંગલ કે પહાડી જગ્યા વગેરે વાત ચિત્ર કે વિડીયો દ્વારા સમજવીશ. તો આવા વિસ્તારમાં ચાલીને જવું પડે છે તેમ ઘણી કાળજી રાખવી પડે છે. કે ડુંગર વચ્ચેથી પસાર થવા પુલ બનાવવો પડેછે તેના માટે વપરાતા પદાર્થો જેવા કે સિમેન્ટ રેતી લોખંડ ના સળિયા વગેરે ચિત્ર બતાવી સમજાવીશ. વિદ્યાર્થીઓને પુલ દોરવા જણાવીશ. કેટલાક જંગલ વિસ્તાર માં રહેતા બાળકોને સ્કૂલ જેવા કે પસાર થવા ઘણી કલજીઓ રાખવી પડે જેમ કે પસાર થવા ઘણી કાળજીઓ રાખવી પડે જેમ કે કોઈ જંગલી પ્રાણી ન આવી જે કોઈ ખાડા ધારદાર વસ્તુ કાંટા ન વાગે વગેરે કાળજી લેવાની સમાજ આપીશ. જે બાળકો શારીરિક ખામી ધરાવતા હોય તેમણે શાળામાં કેવી મુશ્કેલી પડે તે વિદ્યાર્થીઓને વાત કરીશ. જેમ કે હાથ પગ ના હોય આંખો ન હોય સાંભળી ના શકે આવા બાળકો માટે સહાનુભૂતિ પ્રેમ ભાવ રાખી તેમની મદદ કરવા તેમની હિંમત વધારવા જણાવીશ. વાંચવામાં અભ્યાસનો મુદ્દો સમજાવવામાં જોવામાં સાંભળવામાં કે લખવામાં ખુબજ ઉશ્કેલીઓ આવે તે વાત કરીશ. તમે આંખે પાટો બાંધી મેદાનમાં ચાલી જુઓ તેમ કહીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– વાહનોના નામ સાથે અને સચિત્રપોથી બનાવવાનો પ્રોજેક્ટ
– ચાલવાનો અભિનય
– આંખે પાટો બાંધી ચાલવાની પ્રવૃતિ
મૂલ્યાંકન
– વાહનોના નામ લખો
– તમને ગમતા વહાણનું ચિત્ર દોરો
– પુલ ક્ષણો બને છે
– જંગલોમાં શું કાળજી રાખવી જોઈએ
– શારીરિક ખામી ધરાવતા બાળકોની તમે કેવી રીતે મદદ કરશો.
– આ એકમ માં બાળકો કેવા વાહનો રસ્તાનો ઉપયોગ કરી શાળાએ જાય છે તે લખો