ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૩. નદીની સફર
અધ્યયન નિષ્પતિ :
– ભૂતકાળ અને વર્તમાન કાળ ની વસ્તુ અને પ્રવૃતિ ઑ વચ્ચે નો તફાવત સમજે છે. (દા. ત. વાહન વ્યવહાર, ચલણ, સામગ્રી, સાધનો, કૌશલ્યો, ખેતી, બાંધકામ વગેરે)
– સ્વાસ્થ્ય તથા સ્ત્રોતો ના પુન: અને કરકસર યુક્ત ઉપયોગ અંગેના ઉપાયો સૂચવે છે અને વિભિન્ન સજીવો (દા. ત. વનસ્પતિ, પ્રાણીઑ, વડીલો અને દિવ્યાંગો ) તથા વિવિધ સ્ત્રોતો (દા. ત. ખોરાક, પાણી અને જાહેર મિલકતોની કાળજી લે છે.)
શૈક્ષણિક મુદ્દા :
– પાઠ્ય પુસ્તક માંના ચિત્ર નું અવલોકન
– આપેલા શબ્દોના ઉપયોગ કરી વાર્તા બનાવી શીર્ષક
– નદીની આસપાસ શરૂઆતમાં તથા નદીની વચ્ચે પાણીનો રંગ કેવો તથા શાથી બદલાયો તેની ચર્ચા
– પ્રદૂષણ થવાના કારણો તથા જળ પ્રદૂષણ રોકવાના ઉપાયો અંગે ચર્ચા
– વર્ષ માં અલગ અલગ સમયે નદી, તળાવ, ઝરણાંમાં આવતા બદલાવ વિષે ચર્ચા
– પાણી કેવી રીતે ગંદુ થાય છે તે ચર્ચા
– સામગ્રી પાણીમાં ઓગળે, રંગ બદલાય તે પ્રવૃતિ
શૈક્ષણિક સાધન :
– પાંચ – છ બોટલ / પ્યાલા મીઠ્ઠુ, ખાંડ, લોટ, દાળ, ખાવાનો સોદા, તેલ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓની પાઠ્ય પુસ્તક માં આપેલ નદી ના ચિત્રોનું અવલોકન કરાવીશ. ત્યારબાદ પુસ્તકમાં આપેલ શબ્દોનો ઉપયોગ કરી તેની વાર્તા બનાવી શીર્ષક આપવા પણ વિદ્યાર્થીઓને કહીશ. આ માટે તેમની સાથે શબ્દો તથા ચિત્રોને જોઈ ને ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને તે સાથે સમજ આપીશ. ચિત્રોમાં નદીની આસપાસ તથા નદી માંના પાણીઓ રંગ બદલાય છે તેનું કરણ વિદ્યાર્થીઓને પૂછી ચિત્ર બતાવી પ્રદૂષણ તથા કેમિકલ યુક્ત પાણી દ્વારા, ફેક્ટરી દ્વારા તથા પ્રદૂષણ ની વાત કરી સમજ આપીશ. પ્રદૂષણ સહન લીધે થાય છે તે કારણો વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી તેમના વર્ગમાં વારાફરતી વિચારો જાણવા પ્રયત્ન કરીશ. અને સમજ આપીશ. તથા તેને રોકવાના શું ઉપાયો કરી શકાય તે વિદ્યાર્થીઓને પૂછીને ચર્ચા કરી સમજાવીશ. વર્ષમાં અલગ અલગ સમયે નદી. ઝરણાંમાં આવતા જુદા જુદા બદલાવ વિષે વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી સમજ આપીશ. કમ્પ્યુટર માં વિડીયો કે ચિત્રો બતાવી સમજ આપીશ. ત્યારબાદ પાણી કેવી રીતે ગંદુ થાય છે તે પુસ્તકમાંથી વાંચન કરવી તથા ચર્ચા કારીનેતેના કારણો વિદ્યાર્થીઓને જણાવીશ. વિદ્યાર્થીઓને પાણી ચોખ્ખું કરવાના બે ઉપાયો વિષે વર્ગ માં પૂછીશ તથા વિવિધ સામગ્રી લઈ પાણીમાં તરે, ડૂબે, રંગ બદલાય નહીં તે પ્રવૃતિ કરવી સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– બોટલ કે પ્યાલા માં અલગ વસ્તુઓ નાખી, પાણીનું અવલોકન કરવાની પ્રવૃતિ
– સામગ્રી પાણીમાં ઓગળે, રંગ બદલાય કે નહીં તે પ્રવૃતિ દ્વારા સમજ.
મૂલ્યાંકન
– તમારા ગામમાં નદી કે તળાવ છે? શું નામ છે ?
– નદી ને સ્વચ્છ રાખવા શું કરી શકાય ?
– દરિયાનું પાણી પીવા લાયક હોય છે ? કેમ ?
– પાણી ચોખ્ખું કરવાના બે ઉપાય લખો.