ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૨. કાન થી કાન
અધ્યયન નિષ્પતિ :
– પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલ વિવિધતા ઓળખે છે
– અવલોકનના આધારે પ્રાણી પક્ષી વનસ્પતિ સાધનો તેમજ બિનઉપયોગી વસ્તુઓનું વર્ગીકરણ કરે છે.
– પક્ષીઓ અને પ્રાણીઓમાં રહેલી વિવિધતા ઓળખે છે
શૈક્ષણિક મુદ્દા :
– પુસ્તકમાં ચિત્ર જોઈ કયા પ્રાણીના કાન કોણ માથે દોર્યાં છે તે શોધી પ્રાણી ના નામ લખવા
– કાન જોઈ શકતા હોય અને ના જોઈ શક્યતા પ્રાણીઓન નામ નું વર્ગીકરણ
– પક્ષીઓના નામ ચિત્ર જોઈ ઓળખવા
– કાન ન જોઈ શકતા પ્રાણીઓન નામ
– પ્રાણીઓન ચિત્રો પર ચમડીની ભાત બનાવવી
– કાન દેખાતા પ્રાણીઑ, વાળ વગરના પીંછા વાળા પ્રાણીઑ
– બચ્ચને જન્મ આપતા પ્રાણીઑ
– ઇન્ડ આપતા પ્રાણીઑ
– પાળેલા પ્રાણી વિષે માહિતી
– આપના રાષ્ટ્રીય પક્ષી વિષે.
– રંગીન તથા સફેદ કાગળ થી પક્ષી બનાવવું.
શૈક્ષણિક સાધન :
– પ્રાણીના ચિત્રો કે ચાર્ટ
– પક્ષીનો ચાર્ટ
– કમ્પ્યુટર કે મોબાઈલ માં પ્રાણી પક્ષીના વિડીયો
– કાગળ પેન્સિલ કલર બોક્સ
– રંગીન કાગળ કતાર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– પાઠ્ય પુસ્તક માં ચિત્ર બટવી કયા પ્રાણી ના કાન કોણ માથે દોર્યાં છે તે વિદ્યાર્થીઓ ને શોધી પ્રાણીના નામ લખવા જણાવીશ. તેમને મદદ કરવા વિચારવાનો સામે આપીશ. ત્યાર બાદ પ્રાણીઑ તથા પક્ષીના ચાર્ટ વિદ્યાર્થીઓને બતાવી તેમના નામ તથા તેના દ્વારા પાઠ્ય પુસ્તક માં આપેલ પ્રાણી ના નામ માંથી કયા પ્રાણીના કાન તમે જોઈ શકો છો અને કયા પ્રાણીના નહીં તે નીચે આપેલ કોષ્ટકમાં વર્ગીકરણ કરાવીશ. વિદ્યાર્થીઓને વધુ સમજ તથા જાણકારી માટે કમ્પ્યુટર માં તથા મોબાઈલ માં પ્રાણી પક્ષી ઑના વિડીયો બતાવી પાઠ્ય પુસ્તક માં આપેલ ચિત્રમાં આ પક્ષીઑના નામ રાખવા જણાવીશ. તેમની માહિતી આપીશ. ચિત્ર જોઈ પ્રાણીઓની ચામડી પરથી તેમના નામ ઓળખવા કહીશ. પાઠ્ય પુસ્તક માં પ્રાણીઓન નામ ની સામે દેખાવ ના આધારે કોષ્ટકમાં નિશાની કરવા વિદ્યાર્થીઓને કહી તે જરૂરી મદદ કરી માર્ગદર્શન આપીશ. કયા ઇન્ડ મૂકે અને કયા પ્રાણી બચ્ચને જન્મ આપે તે વિદ્યાર્થીઓને સમજ આપીશ. આ સમજ આપી કોસત્યકમાં વર્ગીકરણ કરવા જણાવીશ. આપનું રાષ્ટ્રીય પક્ષી મોર વિષે પાંચ વાક્યો બોલવા વિદ્યાર્થીઓને કહીશ. ઘરેથી પક્ષી બનાવવાની પ્રવૃતિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કાગળમાં પ્રાણીઓન ચિત્રો પર ભાત બનાવવાની પ્રવૃતિ
– ગમતા પ્રાણીનું ચિત્ર દોરી રંગ પૂરો
– કાગળ માંથી પોતાનું ગમતું પક્ષી બનાવવાની પ્રવૃતિ
મૂલ્યાંકન
– પ્રાણીઑ ના નામ ચિત્ર જોઈને લખો
– પક્ષીઑના ચિત્ર જોઈને નામ લખો
– મનપસંદ પ્રાણી કે પક્ષીનું ચિત્ર દોરવું
– સુપડ જેવા કાન કયા પ્રાણી ના હોય છે
– બચ્ચા આપતા તથા ઈંડા મૂકતા બે પ્રાણીઑ ના નામ લખો
– આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે.