ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ
૧૨. બદલા તો સમય
અધ્યયન નિષ્પતિ :
– સ્વાસ્થ્ય તથા સ્ત્રોતો પુન: અને કરકસરયુક્ત ઉઓયોગ અંગે ના ઉપાયો સૂચવે છે અને વિભિન્ન સજીવો (દા. ત. વનસ્પતિ, પ્રાણીઑ, વડીલો અને દિવ્યાંગ વ્યક્તિ) તથા વિવિધ સ્ત્રોતો દા. ત. ખોરાક, પાણી અને જાહેર મિલકતોની કાળજી છે.
– ભૂતકાળ અને વર્તમાન કલની વસ્તુ અને પ્રવૃતિઓ વચ્ચે નો તફાવત સમજે છે. (દા. ત. વાહન – વ્યવહાર, ચલણ, સામગ્રી, સાધનો, કૌશલ્યો, ખેતી બાંધકામ વગેરે)
શૈક્ષણિક મુદ્દા :
– વડીલોના અનુભવદ્વાર સમજ, જાણકારી
– ભારત પાકિસ્તાન ભાગલા થી સ્થળાંતર ની વાત
– આઝાદી ની વાત
-સ્થાનિક મળતી સામગ્રી ની ચર્ચા
– સમય ના બદલાવ સાથે ઘરોમાં ફેરફાર, વધુ બદલાવોની વાત
– ગામના વડીલો ની મુલાકાત
– બાંધકામ ના સ્થળે મુલાકાત
– સમય બદલાતા વસ્તુઓનો ઉપયોગમાં આધુનિકતા
શૈક્ષણિક સાધન :
– મોબાઈલમાં કે કમ્પ્યુટર માં આઝાદીનો વિડીયો, ચિત્રો
– ભારત અને પાકિસ્તાન નો નકશો
– ગામના વડીલો ની મુલાકાત
– બાંધકામ ના સ્થળે મુલાકાત
– વ્યવહારકારો ના ચિત્રો
– વિવિધ અધ્યતન તથા જૂની ઇમારતો ના ચિત્રો, વિડીયો મોબાઈલ માં કે કમ્પ્યુટર માં
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને બ્રિટીશન રાજ માંથી કેવી રીતે આઝાદી મળી તે વાત કરીશ. ભાગલા પડતાં ભારત તથા પાકિસ્તાન બે દેશ અલગ પડ્યા અને તેવિસ્તાર વહેચાતા ઘણા લોકો ને મોટું સ્થળાંતર કરવું પડ્યું તે વાત કરીશ. મોબાઈલ કે કમ્પ્યુટર માં આઝાદી નો વિડીયો બતાવીશ. ભારત – પાકિસ્તાન નો નકશો બતાવીશ. ગામ ના વડીલો સાથે વાતચીત કરી તેમના અનુભવ સાંભળીશું. નિલભાઈ એ તે સમયે ઘર બનાવવા માટે માટી, છાણ, લીમડાના લાકડા, ભૂસું, સહન ના કોઠાલ વગેરે થી ઘર પાટણ ના સમી તાલુકા માં બનાવ્યું હતું. તે વાત કરી સમજાવીશ. આપના ઘરો માં કઈ કઈ સામગ્રી વપરાય છે તે વિદ્યાર્થીઓને જાણી લાવવા કહીશ.
– સમય જતાં નિલભાઈ ના તથા આપનાઘરો માં જે ફેરફાર હે તે વાત કરીશ. તેમ વપરાતી સાધન સામગ્રી ની વાત કરી સમજ આપીશ. ચર્ચા કરીશ. બેલ કે જે દરિયા કિનારે ખનો માંથી નીકળતો એક પત્થર છે તે સમજ આપીશ. અત્યારે અત્યાધુનિક ઘર મકાન બને છે તેમ જુદા જદૂય વ્યવસેકરો દ્વારા જુદી જુદી સુવિધા માટે ના સાધનો ફિટ કરવા માં આવે છે તે વાત કરીશ. બાળકોને વ્યવસાય કારણો ચાર્ટ બનાવી તેમણે તેના વિષે પૂછીશ. કોણ શું કામ કરે છે સમય બદલાતા પહેલા ચૂલ, ગેસ, પહેલા શૌચાલય અને હાલ ના શૌચાલય ઘર વગેરે બદલાવ થાય તે ઉદાહરણો આપી વિદ્યાર્થીઓને સમજ આપી ચર્ચા કરીશ. વર્ગ માં કેટલાક નાના પ્રશ્નો પૂછી તેમના વિચારો વ્યક્ત કરવા જણાવીશ. શાળા માં ઘર બનાવવાની પ્રવૃતિ કરવી જેમાં દિવાસળી ના બોક્સ જૂન કાપડ, નાના ટુકડા માટે લાકડું, માટી રંગ, ચંપલ ના બોક્સનો ઉપયોગ કરવા કહીશ. નજીક માં બાંધકામ ના સ્થળે બાળકોની મુલાકાત કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
–
મૂલ્યાંકન
– નિલભાઈ એ ઘર બનાવવા કઈ કઈ વસ્તુનો ઉપયોગ કર્યો હતો ?
– અત્યારના સમય માં કેવા કેવા પ્રકાર ના ઘરો જોવા મળે છે શું છે ?
– બેલ શું છે ?
– હાલ નવા ઘર બનાવવા કઈ કઈ વસ્તુ ઉપયોગમાં લેવાય છે ?
– તમે મોત થઈને ક્યારહેવાનું પસંદ કરશો ?
– તમારું ઘર શાનું બનેલું છે ? શાળા માં ઘર બનાવો.