ધોરણ : 4 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૫. બજાર થી ઘર સુધી
અધ્યયન નિષ્પતિ :
– ખોરાક, પાણી, કપડાં જેવી મૂળભૂત જરૂરિયાતોના ઉત્પાદન અને વિતરણની પ્રક્રિયા (દા. ત. મૂળ સ્ત્રોત થી ઘર સુધી અનાજનું ખેતર માંથી બજાર માં અને કયાથી ઘર સુધી પહોંચવું તથા સ્થાનિક જળસ્ત્રોત માંથી પાણી નું શુધ્ધિકરણ અને વપરાશ માટે ની રીતો) સમજાવે છે.
– ગુણધર્મો અને સંજોગોના આધારે અંતર, સમય, વજન, સમયગાળો અંગે પ્રમાણિત અને બિન પ્રમાણિત એકમો (કિલોગ્રામ, ગજં, ડગલાં, પગલાં, મીટર) સંદર્ભે અનુમાન કરે છે તથા સાદા અને હાથ વગ ઉપાયો દ્વારા કાર્યકારણ સબંધની ચકાસણી કરે છે (દા. ત. ધનિભાવન, બાષ્પીભવન તથા પદાર્થોનું કદ, વૃદ્ધિ, ફળ, ફૂલ અને શાકભાજીનું તકાઉપણું )
શૈક્ષણિક મુદ્દા :
– શાકભાજીનું મોટું બજાર (મંડી) વિષે ચર્ચા
– વૈશાલીના પરિવારની વ્યવસાય માટે આગાઉની તૈયારી તથા દિનચર્યા, કામ, પરિચય
– સમય જોતાં શીખવું, દર્શાવવું
– પુસ્તકમાં ચિત્ર દ્વારા શાકભાજી અને ફળોની ઓળખ
– જલ્દી બગડી જાય કે થોડા દિવસ સારા રહે તેવા ફળો, શાકભાજીની ચર્ચા
– નરમ કે બરછડ લગતા ફળો, શાકભાજી
શૈક્ષણિક સાધન :
– ઘડિયાળ
– કલર બોક્સ
– ફળો તથા શાકભાજી ના ચાર્ટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વૈશાળીના પરિવાર વિષે વિદ્યાર્થીઓને પુસ્તક દ્વારા શાકભાજીના વેપાર તથા તેમની દિનચર્યા. તેમના નામ તથા ઘરના દરેક વ્યક્તિ કયા કયા કામ કરે છે તે વાંચી સાંભળવીશ. અને સમજાવીશ. વિદ્યાર્થીઓને વારાફરતી વાંચવા કહીશ. ટૂંક પ્રશ્નો વર્ગમાં પૂછી એક વાક્યમાં જવાબ આપશે. વર્ગ ખાંડ માં ઘડિયાળ બતાવી દરેક ને વારાફરતી સમય જોઈ બોલતા શિખવીશ. વર્ગમાં ફળો તથા શાકભાજી ના ચાર્ટ વિદ્યાર્થીઓને બતાવી તેના નામ ઓળખ કરવા જણાવીશ. પુસ્તકમાં આપેલ ચાર્ટમાં ફળો શાકભાજીનું ચિત્ર બતાવી તેના નામ ઘોડા ખારવા જણાવીશ. ઓળખ કરવા જણાવીશ. પુસ્તકમાં ફળો શાકભાજી નું ચિત્ર બતાવી તે ઓળખ કરવી તેના નામ લખવા જણાવીશ. દરેકની તેમ રંગ પુરાવા જણાવીશ. પુસ્તકમાં આપેલ ચાર્ટમાં ફલો અને શાકભાજીનું કોષ્ટકમાં વર્ણન કરવા જણાવીશ. વર્ગમાં ચર્ચા કરી યોગ્ય સમજ આપી બંને કોષ્ટક પુરવીશ. તેમ બીજા નામ પણ આવડે તે ઉપર્યવિષ. ત્યારબાદ કયા ફળ, શાકભાજી નરમ કે બરછડ છે તે વર્ગ માં નામ સાથે વિદ્યાર્થીઓને બોલાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– નામ સાથે ફળો ના તથા શાકભાજીના ચિત્રો પોથી બનાવવાનો પ્રોજેક્ટ
મૂલ્યાંકન
– તમે તમારા દિનચર્યાનું વર્ણન કરો.
– તમારા ઘર માટે શાકભાજી તમને કયાથી મળે છે ? કોણ લાવે છે ?
– તમારા ઘર તમારા મોટા પિતાને તમે કયા કયા કામમાં મદદ કરો છો ?