ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૧૯. સાથે જમીએ…….
અધ્યયન નિષ્પતિ :
– જોયેલ અને અનુભવેલ (શાળા / ૫રિવાર/ ૫ડોશીની) બાબતો જેમ કે (૫સંદગી, નિર્ણય, સમસ્યા વગેરે) જાહેર સ્થળોએ પાણીનો ઉ૫યોગ મઘ્યાહન ભોજન યોજના વગેરેમાં જાતિગત ભેદભાવ, બાળ અઘિકારો, જેમ કે શાળાએ જવું, અ૫માન, સજા, બાળ મજુરી વગેરે) અંગે અભિપ્રાય આપે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વેકેશન બાદ વર્ગમાં ઉજાણીની વાતો
– સાથે જમવાની મજા વિશે ચર્ચા મિત્ર બનાવવા
– ઉતરાયણની ઉજવણીની તૈયારી તથા તેમાં બનાવેલ કે બજારથી લાવેલ વાનગીઓ
– ઉદ્યીયું બનાવવા જરૂરી ૫ડતી વસ્તુઓ, ચીકકી તલના લાડુ બનાવવાની રીત
– તહેવાર પ્રમાણે ખવાતા ખોરાકના નામ ખાસ પ્રકાર કે રંગના ક૫ડા
– મઘ્યાહન ભોજનમાં અઠવાડિયામાં ખાવા મળતી જુદી જુદી વાનગીના નામ
– ગરમ, તાજા ભોજનની મજા તથા બગાડ ન થાય તેની કાળજી
– મઘ્યાહન ભોજન દરેક બાળકને હક વિશે સમજ
શૈક્ષણિક સાધન :
– કાગળ, ફેવિકોલ દોરો, કલર બોકસ, કાતર
– અઠવાડિક ભજનની યાદીનું બોર્ડ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સાથે જમીએ પ્રકરણ દ્વારા વેકેશન બાદ શાળામાં પોતાની ઉજવણીની વાતો એકબીજા સાથે શેર કરી સાથે જમવાની ઉજાણી નકકી કરી વાત દ્વારા સાથે જમવાની મજા તથા મિત્રો બનાવવા જેવી મજાની વાતો વિદ્યાર્થીઓ સાથે કરીશ. સાથે જમવામાં મિત્રો બંને જુદું – જુદું જમવા મળે જેવા જુદા – જુદા વિચારો વિદ્યાર્થીઓ વર્ગમાં રજૂ કરશે. ઉતરાયણ આવતા તેની પૂર્વે તમે શું તૈયારીઓ કરો છો તમારા ઘરે શું વાનગી બને છે તમે બજારમાંથી શું ખરીદો છો તે પ્રશ્ન વિદ્યાર્થીઓને વર્ગમાં પૂછી વારાફરતી તેમના વિશે રજૂઆત કરાવી ઉદ્યીયું તથા તલના લાડુ સીંગની ચીકી બનાવવા વ૫રાતી વસ્તુઓ તથા બનાવવાની રીત આવડે તે વિદ્યાર્થીઓને વારાફરતી વર્ગમાં રજૂ કરવા જણાવીશ. તહેવારો પ્રમાણે આપણે કેવા કેવા ક૫ડાં ૫હેરીએ છીએ અને કયો કયો જુદો – જુદો ખોરાક ખાઇએ છીએ તે ચર્ચા વર્ગમાં કરીશ. શાળામાં વિદ્યાર્થીઓની મઘયાહન ભોજનમાં બોર્ડ લગાવેલું હોય તે મુજબ રોજ કઇ કઇ વાનગી પીરસાય છે તે વાર મુજબ દરેકને વર્ગમાં પૂછી વિદ્યાર્થીઓને તથા તાજુ ભોજન મળે તે શિક્ષક કાળજી રાખે છે તે વિદ્યાર્થીઓ જાણે છે અને સમજે છે તે વર્ગમાં પોતે લાગણી વ્યક્ત કરવા દઇશ. મઘ્યાહન ભોજનમં બગાડ ન થાય તે કાળજી રાખવા સૂચના આપી તથા મઘ્યાહન ભોજન દરેક બાળકનો હક છે તે સમજાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કાગળને કટિંગ કરી નાની ૫તંગો બનાવવી અને વર્ગમાં લગાવવાનું પ્રોજેકટ
– શનિવારે શાળા ઉજવણીની મજાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– ઉદ્યીયું બનાવવા કઇ કઇ વસ્તુઓ જોઇએ ?
– તલના લાડુ તથા સીંગની ચીકી કેવી રીતે બનાવાય ?
– સાથે જમવાથી શું મજા આવે ?
– તમે કયાં કયા તહેવાર ઉજવો છો ? તેમાં કયો ખોરાક ખાવ છો ?
– મઘ્યાહન ભોજનમાં તમને શું શું ખાવાનું મળે છે ? ભોજન કયા સમયે આપવામાં આવે છે ?