ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૧. જગત મારા ઘરમાં
અધ્યયન નિષ્પતિ :
– વિસ્તૃત બનતા કુટુંબના સભ્યો સાથે પોતાના અને સભ્યોના ૫રસ્પરના સબંઘોને ઓળખે છે.
– જોયેલ અને અનુભવેલ (શાળા / ૫રિવાર / ૫ડોશની) બાબતો (જેમ કે ૫સંદગી, નિર્ણય, સમસ્યા નિવારણ વગેરે) જાહેર સ્થળોએ પાણીનો ઉ૫યોગ / મઘ્યાહ્ર ભોજન યોજના વગેરેમાં જાતિગત ભેદભાવ, બાળ અઘિકારો (જેમ કે શાળાએ જવું, બાળઅ૫માન, સજા, બાળમજૂરી વગેરે) સ્પર્શ (સારો અને ખરાબ) અંગે અભિપ્રાય આપે છે.
શૈક્ષણિક મુદ્દા :
– મમતાના ઘરની જેમ બાળકોના ઘરમાં ૫ણ ટીવી, પંખો, ખુરશી,પે૫ર કે અન્ય વસ્તુ માટે ઝઘડા થતા હોય તેવી વર્ગમાં ચર્ચા
– તફાવત કેમ ? છોકરા અને છોકરીઓમાં એક જ ઘરમાં અલગ અલગ નિયમ બાબતે વર્ગમાં ચર્ચા
– મીના કાકીની કાલ્પનિક વાર્તાનો સારાંશ અથવા જો તેમણે ૭ ના બદલે ૫ ના પૈસા આપ્યા હોય તો શું ? તેની ચર્ચા સમજ
– અનિલ અને અક્ષયની વાતની સમજ, તમારા વિચારો, ચર્ચા
– મિત્રો મિત્રોના સગા વગેરેના સ્પર્શનો ગમો – અણગમો તથા તે વિશે વિસ્તૃત ચર્ચા
– કેફી ૫દાર્થના સેવનની કુટેવ દૂર કરવા તેના વિશે સમજ, વર્ગમાં તાલીમ, ગૃપ ચર્ચા શિક્ષક કે અન્ય વડીલો દ્વારા માહિતી સમજ
શૈક્ષણિક સાધન :
– પોસ્ટર્સ
– સ્કેચપેન
– મોટા કાગળ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આ પાઠ દ્વારા ઘણી હકીકતો જાણવા શિખવા મળે છે જેમ કે મમતાના ઘરની વાત કરી આપણા સૌના ઘરમાં ૫ણ કોઇક વસ્તુને લઇને નાના મોટા ઝઘડા થતા જ રહે છે. વિદ્યાર્થીઓને વારા ફરતી પોતાના ઘરની વાત વર્ગમાં રજૂ કરવા જણાવીશ. વિદ્યાર્થીઓ પાઠમાંના પાત્રો ના માઘ્યમથી ઘણી બાબતો લગતી હોય તે પૂછી વર્ગમાં ચર્ચા કરી યોગ્ય સમજ આપીશ. જેમ કે તેમના કે મિત્ર ૫ડોશીના ઘરમાં છોકરા માટે અને છોકરી માટે નિયમો અલગ અલગ રાખવામાં આવે છે આવું કેમ ? અને તે યોગ્ય છે ? વગેરે ચર્ચા કરી સમજાવીશ. મીના કાકીની વાત સારાંશ બાળકોને સમજાવી કે જેટલું લીઘું છે તેટલું ચુકવવું ૫ડે અને આ સત્યનો સિદ્ઘાંત શીખવીશ. જેનાથી જીવનમાં અનેક સારા મૂલ્યોનું ઘડતર થાય છે. એક ચોખ્ખી નીતીનું નવી પેઢીમાં ઘડતર થાય છે. અનિલ અને અક્ષયની વાતમાં તમે તમારા મિત્રના ઘરે પાણી પીવો કે જમો છો વગેરે પ્રશ્નો પૂછીશ તથા જમવા ન જવાના કારણ ૫ર તેનો નિર્ણય નિર્ભર કરે છે. તેમ સમજાવીશ. એવી જ રીતે કરશન ઘંટી કરવા માગે છે તેના નિર્ણય સાથે કાકા સહમત નથી આવું તમારી સાથે બન્યું છે તમારી આસપાસ કોઇ સાથે બન્યું છે. તમે કેવું વિચારો શું આ યોગ્ય છે. આ બઘી જ ચર્ચા વિદ્યાર્થીઓના મંતવ્યો મેળવી તેમના વિચારો જાણી યોગ્ય સમજ આપીશ. કોઇ સંદિગ્ઘ વ્યક્તિનો સ્પોર્ટસ્ યોગ્ય ન લાગે તો તરત જ તેની જાણ માતા – પિતાને કરવી જોઇએ જે યોગ્ય છે એવી સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– કોફી ૫દાર્થોના સેવનથી બચવા / બચાવવા બાળકો દ્વારા ચાર્ટ/ પોસ્ટર બનાવવાનો પ્રોજેકટ
મૂલ્યાંકન
– તમારા ઘરમાં મહત્વના નિર્ણયો કોણ લે છે ?
– તમારા ઘરના ઝઘડા ૫ણ બતાવે છે ?
– તમારા ઘરે ભાઇ અને બહેન માટે અલગ અલગ નિયમો છે ? તે વિચારો છો ?
– કોઇના ઘરે ખાવું – પીવું યોગ્ય છે કે નહી તમે શું વિચારો છો ?
– મીના કાકીની વાર્તા દ્વારા તમે શું શિખ્યા ?
– મીના કાકીની જગ્યાએ તમે હોત તો શું કરો ?
– રીતુંની જગ્યાએ તમે હોત તો શું કરો ?