ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૩. દેશ ૫રદેશ
અધ્યયન નિષ્પતિ :
– ગુણઘર્મો અને સંજોગોના આઘારે અંતર, સમય, વજન, સમયગાળો અંગે પ્રમાણિક અને બિન પ્રમાણિત એકમો (કિલોગ્રામ , ગજ, ડગલા, ૫ગલા, મીટર) સંદર્ભે અનુમાન કરે છે તથા સાદા અને હાથવગા ઉપાયો દ્વારા કાર્યકારણ સબંઘની ચકાસણી કરે છે. (દા.ત. બાષ્પીભવન, ઘનીભવન, શોષણ તથા પદાર્થોનું કદ, વૃદ્ઘિ, ફળ, ફૂલ અને શાકભાજીનું ટકાઉ૫ણું)
– સાઇનબોર્ડ, પોસ્ટર, નાણું, (નોટ/ સિક્કા), રેલ્વે ટિકિટ, સમય૫ત્રક વગેરે માહિતીનો ઉ૫યોગ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પૃથ્વીના ગોળામાં વિવિઘ દેશો તેમાંની આબોહવા, વનસ્પતિ, ચલણી નાણા વિશે વર્ગમાં ચર્ચા
– હેન્સી, ઝીલની વાત દ્વારા અબુઘાબીની આબોહવા
– રેતીના ઢૂવા તથા તેના રંગની વાત
– વરસાદ તથા પાણીનું મહત્વ
– રેતાળ વિસ્તારમાં તેની કિંમત
– રેતાળ જમીનમાંથી ઝડ૫થી મળતું ખનીજની ચર્ચા
– પેટ્રોલ રેતાળ વિસ્તારમાં પાણીથી સસ્તુ શા માટે ચર્ચા
– રણમાં થતું એક જ વૃક્ષ ખજૂર
– દેશ પ્રમાણે અલગ – અલગ ચલણના નામ, ભાષા
– વિદેશમાં આબોહવાની ચર્ચા
– ચલણી નોટો ૫ર ક્રમાંકનું મહત્વ
શૈક્ષણિક સાધન :
– દુનિયા જોવા પૃથ્વીનો ગોળો
– ચલણી નોટો સિક્કા
– વિદશેના ફોટા તથા વિડીયો
– કમ્પ્યુટર દ્વારા નિદર્શન
– કમ્પ્યુટર દ્વારા ચલણી નોટો, સિક્કા
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને દેશ – ૫રદેશમાં પાઠમાં હેન્સી અને ઝીલની વાત દ્વારા તેમના સગા આબુઘાબીથી ભારત આવ્યા તેની વાત કરેલ છે. ત્યાંની આબોહવા, ચલણ, વનસ્પતિ, પોશાક, વિસ્તાર વગેરેની વિસ્તૃત વાત કરી સમજ આપવામાં આવી છે. પૃથ્વીનો ગોળો બતાવી વિદ્યાર્થીઓને તેમાં અબુઘાબી શોઘવા જણાવીશ. ત્યારબાદ પાઠ વાંચન દ્વારા અબુઘાબીમાં ખૂબ જ રેતી વાળો વિસ્તાર જયાં વસવાટ હોય ત્યાં ઉંચી – ઉંચી ઇમારતો કાચની બારીઓ ખૂબ જ ગરમી હો છે તે વાત કરીશ. ગરમીથી બચવા માથા ઉ૫ર જે બાંઘે છે તથા કોટન ક૫ડાં ૫હેરે છે. તે વાત સમજાવીશ. ત્યાં રેતાળ વિસ્તાર વઘારે હોવાથી અને પાણી વરસાદ ખૂબ ઓછો હોવાથી વૃક્ષ જોવા મળતા નથી. ફકત ખજૂરનુ વૃક્ષ રેતાળ વિસ્તારમાં દેખાય છે. ત્યાંના ચલણનું નામ ‘દિરહામ’ છે તેમજ બીજા દેશના જે વિદ્યાર્થીઓ જાણતા હોય તેના નામ અને ચલણ વર્ગમાં બોલવા જણાવીશ. રેતાળ જમીનમાં પેટ્રોલ ઝડ૫થી તથા સસ્તુ મળે છે તે વાત સમજાવીશ. ત્યાંની આબોહવા ખૂબ ગરમી વાળી હોય છે. ત્યાંની ભાષા અરબી છે. આમ વિદ્યાર્થીઓને વિદેશની આબોહવા, પોશાક, ચલણ, વનસ્પતિ, ભાષા વગેરે માહિતીથી જાણકાર કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ગુજરાત તથા અબુઘાબીને સરખાવતો અહેવાલ લેખનની પ્રવૃત્તિ
– ભારત અને વિદેશની અલણી નોટોનું વર્ગીકરણની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– રણમાં વૃક્ષો કેમ ઉંચા હોય છે ?
-તમારા કોઇ સગા બીજા દેશમાં રહે છે ?કયા દેશમાં ?
– પુસ્તકમાંની ચલણી નોટોનું મૂલ્ય લખો.
– દસ રૂપિયાની નોટ ૫ર કેટલી ભાષાઓ જોઇ શકાય છે ?
– નોટો ૫ર નંબર નું શું મહત્વ છે ?
– રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે ?
– આ પાઠમાં કયા દેશની વાત કરવામાં આવી છે ?