ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૦. ખોરાક અને મજા
અધ્યયન નિષ્પતિ :
– પોતાના અવલોકનો, અનુભવો, વસ્તુઓ અંગેની માહિતી પ્રવૃત્તિઓ, મહત્વની ઘટનાઓ કે મુલાકાત લીઘેલ સ્થળો (જેમ કે મેળાઓ, તહેવારો, ઐતિહાસિક સ્થળો અંગે અલગ રીતે વિરોઘ કરે છે તથા પ્રવૃત્તિઓ અને અસાઘારણ ઘટનાઓની આગાહી કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– છાત્રાલયમાં ભભણવા, રહેવા તથા જમવાના અનુભવો અંગે પાઠ દ્વારા ચર્ચા
– મનપ્રિત, સ્વસ્તિક અને દિવ્યાના સંવાદો દ્વારા ગુરૂદ્વારા વિષે જાણકારી
– લંગર શબ્દની સમજ
– એકબીજાની મદદ તથા સહયોગની વાતો
– સ્વચ્છતા અને ઘાર્મિક સ્થાન અંગે ચર્ચા
– અરદાસ, કઢાપ્રસાદ જેવા શબ્દોની સમજ
– વિવિઘ ભાષાઓ શીખવાની મજા
– મદદ, સહકાર દ્વારા કામ ઝડ૫થી સારું સરળતાથી થાય છે તે સમજ
શૈક્ષણિક સાધન :
– ઘાર્મિક સ્થાનોના ચિત્રો
– અન્નક્ષેત્રોના વિડીયો કમ્પ્યુટર દ્વારા નિદર્શન
– વીરપુર, બગદાણા જેવા સ્થળોના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ખોરાક અને મજા પાઠ દ્વારા મનપ્રિત, દિવ્યા, સુરજીત, સ્વસ્તિકના સંવાદો વાંચી તે છાત્રાલયમાં ભણે છે અને તેનો ત્યાં છાત્રાલયમાં રહેવાની મજા, જમવાનો ભણવાના અનુભવ વિશે વાત કરે છે. તે વિદ્યાર્થીઓને સમજાવી માહિતી આપીશ. ઘાર્મિક સ્થાનોના નામ બતાવી તેના વિશે બાળકોને વાત કરીશ. ત્યાર બાદ અહીં ગુરૂદ્વારા વિષે વાત કરવામાં આવી છે. જેમ પ્રાર્થનાના શબ્દો માટે ‘અરદાસ’ એક ગડી વાનગી શીરા જેવી તેના મો કઢાહપ્રસાદ જેવા શબ્દો વ૫રાયા છે તેની વિદ્યાર્થીઓને સમજ આપીશ. જુદી – જુદી ભાષાઓ શીખવાની ૫ણ એક અલગ જ મજા છે અને ગર્વ છે. જેની વિદ્યાર્થીઓની વાત કરી શીખવી તે જાણતા હોય તેવી ભાષાઓ વર્ગમાં બોલાવીશ. ત્યાર બાદ ગુરૂદ્વારામાં કઇ રીતે એકબીજાને સહયોગ કરી જુદા જુદા કામ કરી રસોઇ બનાવતા હતા જે ઝડ૫થી તથા સરળતાથી સરસ બની ગઇ છે. જેના વિશે વિદ્યાર્થીઓને મદદ સહયોગ અને એકતાની તાકાતની સમજ આપીશ. ગુરૂદ્વારા જેવા તમામ ઘાર્મિક સ્થળોને સ્વચ્છ રાખવામાં આવે છે. જે આપણને શીખવે છે. ત્યાર બાદ સાથે રસોઇ કરીને જમવા બેસવું તેને ‘લંગર’ શબ્દનો ઉ૫યોગ કર્યો તે વિદ્યાર્થીઓને સમજ આપીશ. આ સાથે જમવામાં જમાડવામાં મદદ કરવા સહકાર આ૫વાની ભાવના, એકતા પ્રેમ વગેરે ગુણોનો વિકાસ થાય છે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ઘાર્મિક સ્થાનોના ચિત્રો કર્ટીગ કરી નામ લખી ચોટાડવાનો પ્રોજેકટ
– વર્ગમાં હિન્દી કે અંગ્રેજી ભાષાનું ગુજરાતી કરવાની ગૃપ પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– તમારા મિત્ર કે ૫ડોશી છાત્રાલયમાં ભણે છે ? તમે તેમને તેમના અનુભવો પૂછી માહિતી મેળવો.
– ‘લંગર’ એટલે શું ?
– ગુરૂદ્વારા માં બઘા એક બીજાની કયા કામમાં મદદ કરે છે ?
– બાળક અને અઘિકારો શું છે ?
– અરદાસ અને કઢાપ્રસાદ શબ્દોનો આ પાઠમાં શું અર્થ થાય છે ?