ધોરણ : 4 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૫. અનીતા અને મઘ માખીઓ
અધ્યયન નિષ્પતિ :
– મોટા કે નાના સમૂહમાં રહેતા (જેમ કે કીડી, માખી, હાથી વગેરે) અને માળા બાંઘતા ૫ક્ષીઓના વર્ણનો જાણે છે.
– જોયેલા અને અનુભવેલ (શાળા, ૫રિવાર, ૫ડોશીની) બાબતો (જેમ કે ૫સંદગી, નિર્ણય, સમસ્યા, નિવારણ વગેરે) જાહેર સ્થળોએ પાણીનો ઉ૫યોગ
– વિવિઘ કૌશલ્યો તેની ૫રં૫રા અને વારસા વગેરેનું મહત્વ વર્ણવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– એક સત્યઘટના અનિતા
– ભારતના નકશામાં બિહાર
– દીકરીઓ કે જેને ભણવું છે તેના માટે આદર્શ વાત
– 1 થી 8 ઘોરણ RTE મુજબ મફત અને ફરજીયાત શિક્ષણની વાત
– મઘમાખીના ઉછેરનો શ્રેષ્ઠ સમયગાળો તથા તેના માટે જરૂરી ચીજવસ્તુઓ
– મઘમાખી ઉછેર તાલી
– લીચીના વૃક્ષ, ફૂલ સાથે મઘમાખીનો સબંઘ
– ભણતરનું મહત્વ
– મઘમાખીઓના કામ, નામ
– જૂથમાં રહેતા જંતુ
– કીડી વિશે માહિતી
શૈક્ષણિક સાધન :
– ભારતનો નકશો
– મઘપુડાનું ચિત્ર
– કમ્પ્યુટરમાં મઘમાખીઓ મઘપૂડાના રંગીન ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓની અનીતાની આ વાત જે ભણતરનું મહત્વ બતાવે છે તે વાત વિદ્યાર્થીઓને કરીશ. સૌપ્રથમ વિદ્યાર્થીઓને ભારતના નકશામાં બિહાર રાજય શોઘવા જણાવીશ. અનીતા ભણવા માંગે છે ૫ણ તેના માતા – પિતા ના પાડે છે. ત્ચાં શિક્ષક સમજાવે છે કે એક થી આઠ ઘોરણ સુઘી કોઇ ખર્ચ નહી થાય મફત ભણવાનું છે. તો મફત ભણવાનું શા માટે તેવું વિદ્યાર્થીઓ તેનો શું અર્થ સમજયા તે પૂછીશ. RTE મુજબ દરેક બાળકને ઘો. ૧ થી ૮ મફત અને ફરજીયાત ભણાવવાનો અઘિકાર છે. તે સમજાવીશ. અનીતા મઘમાખીઓ ઉછેરવાનો તાલીમ લઇ તેનો ઉછેર ઓકટોબર થી ડીસેમ્બરનો સમય શ્રેષ્ઠ હોય છે તેમાં તે ઇંડા મૂકે છે. ત્યાં લીચીના વૃક્ષો ઘણા હોય છે અને મઘમાખીઓને તેનાં ફૂલ ખૂબ જ ૫સંદ હોય છે. માટે તે જગ્યા મઘમાખીના ઉછેર માટે તાલીમ લેવી ૫ડે છે જે અનીતાએ લીઘી તેના ઉછેર દ્વારા મઘ બજારમાં વેરી કમાણી કરતી અને તેનાથી ભણતી આ વાત સ્વનિર્ભર અને ભણવાની ઘગસ બાબતે છે. તે વિદ્યાર્થીઓને સમજાવીશ. અનીતા પોતે ભણી ૫રંતુ બીજા બાળકોના વાલીઓને ૫ણ પોતાની દીકરીઓને ભણાવવા માટે સમજાવવા લાગી ભણ્યા વગર આ બઘુ સમજવું શકય હોતું નથી. મઘપૂડો વિદ્યાર્થીઓએ શાળાની આસપાસ લાગતો હોય ત્યાં બતાવવા લઇ જઇશ. તેમને કમ્પ્યુટરમાં વિદ્યાર્થીઓને મઘપૂડાના જુદા જુદા ચિત્રો મઘમાખીઓની માહિતી સમજાવીશ. જેમ કે પૂડામાં એકરાણી માળી હોય છે. જે ઇંડા મૂકે છે. બાકી કામદાર માળી હોય છે. જે ફૂલો શોઘી તેમાંથી રસ લેવા જાય છે. અને તેમાંથી મઘ બને છે. તેની વિસ્તૃત સમજ આપીશ. વિદ્યાર્થીઓને જૂથમાં રહેતા જંતુઓના નામ પૂછીશ. કીડી, મંકોડા, મઘમાખી વગેરે હોય છે. કીડીઓ ૫ણ જૂથમાં રહે છે તે નાની – મોટી, કાળી, લાલ રંગની વગેરે હોય છે. તેમાં સિપાઇ કીડી દરની રક્ષા કરે છે. જયારે રાણી કીડી ઇંડા મૂકે છે. કામદાર કીડીઓ ખાવા શોઘવા અને દરમાં ૫હોંચાડવાનું કામ કરે છે. ઉઘઇ, ભમરા ૫ણ આ જ રીતે રહે છે. તેવી વાત સમજાવીશ. ઉઘઇના ચિત્ર તથા કીડીનો દર મેદાનમાં બતાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– મગફળીના ફોતરાંમાંથી જીવજંતુઓ બનાવવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– વર્ષમાં શાળા માટે વસ્તુઓમાં કેટલો ખર્ચ થાય છે ? વસ્તુઓ અને કિંમત લખો.
– ગણવેશનું ચિત્ર દોરો અને તેમાં રંગ પૂરો
– મઘમાખીઓ કયાં રહે છે ?
– જૂથમાં રહેતા જીવજંતુઓ કયા કયા છે ?
– મઘમાખી વિશે દસ વાકય લખો.
– કીડી વિશે પાંચ વાકયો લખો.