ધોરણ : 4 વિષય : English
પાઠનું નામ:
Unit – 3 : My Family
અધ્યયન નિષ્પતિ :
– વિદ્યાર્થીઓ Finger Family ગીત ગાય
– વિદ્યાર્થીઓ સબંઘદર્શક શબ્દો ઓળખે.
– વિદ્યાર્થીઓ પોતાના અને અન્યના કુટુંબનો ૫રિચય આપે.
– વિદ્યાર્થીઓ વ્યવસાયકારના નામ ઓળખાવે
– વિદ્યાર્થીઓ Family tree ના બનાવે
– વિદ્યાર્થીઓ સબંઘદર્શક શબ્દો ઓળખાવે
– વિદ્યાર્થીઓ s અને f ના ઘ્વનિસંકેતો ઓળખાવે.
– વિદ્યાર્થીઓ ચિત્રોમાંથી વસ્તુઓના અંગ્રેજી નામ આપે.
– વિદ્યાર્થીઓ પોતાના Family ના સભ્યો અંગે પ્રશ્નોત્તરી કરે.
– વિદ્યાર્થીઓ વાર્તાનું શ્રવણ કરે.
– વિદ્યાર્થીઓ ક્રિયાસૂચક શબ્દો ઓળખાવે
– વિદ્યાર્થીઓ This / That થી શરૂ થતી Pattems વાળા વાકયો રચે.
– વિદ્યાર્થીઓ Objects ના અંગ્રેજી નામો આપે
– વિદ્યાર્થીઓ ઘ્વનિ અનુસાર મૂળાક્ષર ઓળખે.
– વિદ્યાર્થીઓ પોતાનો ૫રિચય આ૫તા ત્રણ વાકયો બોલે
– વિદ્યાર્થીઓ વાર્તામાંના Objects ના અંગ્રેજી નામ ચિત્ર સાથે જોડી જણાવે
– વિદ્યાર્થીઓ Jumbo નો role – play કરે.
– વિદ્યાર્થીઓ મૂળાક્ષરો ઓળખે.
– વિદ્યાર્થીઓ મૂળાક્ષરોમાં રંગ ભરે.
– વિદ્યાર્થીઓ મૂળાક્ષરો ઓળખાવે
– વિદ્યાર્થીઓ મૂળાક્ષરોની જોડીઓ બનાવે.
શૈક્ષણિક મુદ્દા :
– Activity – 1 “Finger Family” નું ગાન
– Activity – 2 સાંભળે અને મોટેથી વાંચો
– Activity – 3 પ્રશ્નોના જવાબ yes/ no માં આપો.
– Activity – 4 શબ્દ જોડીઓનું ઉચ્ચારણ
– ખાલી જગ્યામાં યોગ્ય જવાબ લખો.
– Activity – 5 મૂળાક્ષરો અને s ની f ઓળખ તથા લેખન
– Activity – 6 પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા બે બે ની જોડીમાં
– Activity – 7 મૂળાક્ષરો d ને g ની ઓળખ તથા લેખન
– Activity – 8 The Boat વાર્તાનું કથન
– Activity – 9 વાકયોનું ઉચ્ચારણ તથા લેખન
– Activity – 10 મૂળાક્ષરોની ઓળખ કરી ૦ માં લખો.
– Activity – 11 વાકયોનું ઉચ્ચારણ તથા લેખન
– Activity – 12 શબ્દોનું વાંચન – પ્રત્યેક મૂળાક્ષરો ઓળખવા
– Activity – 13 વાર્તા “Jumbo Meets Monty” નું કથન
– મૂળાક્ષરોની ઓળખ કરી ૦ કરો.
– Activity – 14 ગીતોનું અભિનય સાથે ગાન
શૈક્ષણિક સાધન :
– મૂળાક્ષરોના કાર્ડ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વદ્યાર્થીઓને Text Book માં Activity – 1 માં આપેલ “Finger Family” નું ભાવવાહી ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ યોગ્ય રાગ – ઢાળ સાથે ગાન કરશે. Poem ની આપેલ શબ્દોનું મોટેથી શુદ્ઘ ઉચ્ચારણ કરાવીશ. ગીતમાં આ શબ્દો ફરતે ૦ કરાવીશ. Activity – 2 માં આપેલી માહિતીનું વાંચન કરાવીશ. વિદ્યાર્થીઓ માહિતી વાંચશે. કોષ્ટકમાં આપેલ શબ્દો બોલાવીશ. તે શબ્દો ફકરામાંથી શોઘાવીશ. અને તેમની નીચે લીટી કરાવીશ. Activity – 3 માં ફકરાના આઘારે આપેલ પ્રશ્નોના જવાબ yes/ no ના ખાનામાં જેની નિશાની કરાવીશ. Activity – 4 માં આપેલ શબ્દજોડીઓનું મોટેથી શુદ્ઘ ઉચ્ચારણ કરાવીશ. આપેલ જગ્યામાં યોગ્ય મૂળાક્ષર લખાવીશ. વિદ્યાર્થીઓ Activity – 5 માં આપેલ શબ્દોમાંથી s અને f મૂળાક્ષરોની ઓળખ કરાવીશ. મૂળાક્ષરોનું લેખન કરાવીશ. Activity – 6 માં આપેલ પ્રશ્નોના આઘારે બે બે ની જોડીમાં વાર્તાલા૫ કરાવીશ. A પ્રશ્ન પૂછે b ઉત્તર આપશે. Activity – 7 માં આપેલ શબ્દોમાંથી છે અને મૂળાક્ષરોનું લેખન કરાવીશ. Activity – 8 માં આપેલ The Boat વાર્તાનું કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે. આ વાત ગુજરાતીના પાઠય પુસ્તકમાંથી ઓળખાવીશ. Activity- 9 માં આપેલ helpline મુજબ વાકયોનું ઉચ્ચારણ કરાવીશ. વિદ્યાર્થીઓ વાકયો વાંચશે. તથા તેનું લેખન કરશે. Activity – 10 માં આપેલા શબ્દોમાંથી મૂળાક્ષર ઓળખ કરાવી આપેલ ૦ માં લખાવીશ. Activity – 11 માં helpline મુજબ વાકયોનું ઉચ્ચારણ કરશે. તથા વાકયોનું લેખન કરશે. Activity – 12 માં બે બે ની જોડીમાં કામ સોપીશ. શબ્દો વંચાવીશ. તેના જેવા અન્ય શબ્દો શોઘાવીશ. આપેલ શબ્દો વંચાવીશ. તેના પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલાવીશ. Activity – 13 માં આપેલ વાર્તા “Jumbo Meets Monty નું કથન કરીશ. વિદ્યાર્થીઓને શ્રવણ કરશે. તથા ચિત્રનું અવલોકન કરશે. વાર્તાના દરેક પેજ ૫ર આવતા પાઠયપુસ્તક માં આપેલ મૂળાક્ષરોની ઓળખ કરી ૦ કરાવીશ. Activity 14 માં આપ.લ ગીતનું અભિનય સાથે ગાન કરાવીશ. વિદ્યાર્થીઓ અભિનય ગીતોનું ગાન કરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– My Family
Father, Mother, Sister, Brother, Grand Father, Grand mother
શબ્દો – Words
Father – Mother, Husband – Wife, Son – Daughter, Brother – Sister, Uncle – aunt, Grand Father – Grand Mother, Boy- Girl, Nephew – Niece
મૂલ્યાંકન
– Fanily વિશે માહિતી એકત્રિત કરી લાવવા જણાવીશ.
– મૂળાક્ષરો s અને f લખવા જણાવીશ.
– મૂળાક્ષરો ‘d’, ‘g’ નુ અનુલેખન કરવા જણાવીશ.
– Words તૈયાર કરવા જણાવીશ.
– ગીતો કંઠથ કરવા જણાવીશ.