- બસમાંથી રસ્તા પર જતા કયા કયા વાહનો જોવા મળે છે?
ઉત્તર : બસમાંથી રસ્તા પર જતા સાઈકલ, રીક્ષા, બસ, પેડલ રીક્ષા, સ્કૂટર, કાર, બાઈક, ટ્રક વગેરે સાધનો જોવા મળે છે.
- હાઈવ પર નીચેના પૈકી કયા સાધનો ની સંખ્યા ઓછી દેખાતી હોય છે? ઉત્તર : (D)
- કાર B.રીક્ષા C. સ્ફૂટર D. સાઇકલ
- રસ્તા પરના સિગ્નલ પર…………….લાઈટ થતા ડ્રાઈવર બસ ઉભી રાખે છે.
ઉત્તર : લાલ
- જ્યારે વધુ વાહનોની સતત અવર જવર થાય ત્યારે શું થાય છે?
ઉત્તર : જ્યારે વધુ વાહનોની સતત અવર જવર થાય ત્યારે વાહનોના હોર્નના અવાજનો ઘોંઘાટ અને ધુમાડો નીકળે છે. જેને કારણે હવા અને અવાજનું પ્રદૂષણ થાય છે.
- ક્યા વાહનોમાં પેટ્રોલ કે ડીઝલ બળતણ તરીકે જોઈશે?
ઉત્તર : સ્કૂટર, બાઈક, રીક્ષા, કાર, બસ, ખટારો, ટ્રેન વગેરે વાહનોમાં પેટ્રોલ-ડીઝલ બળતણ તરીકે જોઈશે.
- કયા વાહનો પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે?
ઉત્તર : હાથલારી, પેડલ રીક્ષા, સાઈકલ, બળદગાડુ, ઊંટગાડી વગેરે પેટ્રોલ કે ડીઝલ વગર ચાલે છે.
- નીચેનામાંથી કયું વાહન પેટ્રોલથી નથી ચાલતું? ઉત્તર : (B)
- કાર B. સાઇકલ C. સ્કૂટર D. બાઈક
- શેના થી ચાલતી રીક્ષાઓ ઓછું પ્રદુષણ કરે છે? ઉત્તર : (A)
- C.N.G. B. પેટ્રોલ C. કેરોસીન D.ડીઝલ
- અવાજના પ્રદૂષણને કારણે કયા કયા રોગો થાય છે?
ઉત્તર : અવાજના પ્રદૂષણને કારણે બહેરાશ, માથાનો દુખાવો, અનિંદ્રા, હાઈ બ્લડપ્રેશર વગેરે જેવા રોગો થાય છે.
- હવાના પ્રદૂષણને કારણે શું થાય છે?
ઉત્તર : હવાના પ્રદૂષણને કારણે આંખ, નાક, ગળા અને ફેફસાના રોગો જેવા કે શરદી, ખાંસી, દમ વગેરે થાય છે.
- વાહનોમાંથી આવતા ધુમાડાથી કેવી કેવી મુશ્કેલીઓ થાય છે?
ઉત્તર : ભાનુમતિ આવતા ધુમાડાથી આંખોમાં બળતરા, ખાલી ચડવી, ખાંસી ચડવી, શ્વાસ ચડવો, ગળામાં દુખાવો થવો વગેરે જેવી મુશ્કેલીઓ થાય છે.
- વાહનોના હોર્નના ઘોંઘાટથી આપણે કેવી મુશ્કેલીઓ અનુભવીએ છીએ?
ઉત્તર : વાહનોના ઘોંઘાટથી કાન અને માથામાં દુખાવો જેવી મુશ્કેલીઓ અનુભવાય છે.
- વાહનોને ઝડપથી હંકારવા થી આપણે કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે?
ઉત્તર : વાહનોને ઝડપથી હંકારવાથી અકસ્માત થવાની સંભાવના વધુ રહે છે. આ સાથે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન થવાને કારણે સમસ્યાઓ વગેરે જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
- પેટ્રોલ પંપ પર કેવા કેવા પોસ્ટરો હતા?
ઉત્તર : પેટ્રોલ પંપ પર “પેટ્રોલ ડીઝલ કાયમ માટે રહેશે નહીં, તમારા બાળકો માટે તેલ બચાવો”, “દરેક ટીપું વધુ સમય ચાલે તેમ કરો”, ” જ્યારે તમે કાર ઉભી રાખી ત્યારે એન્જિન બંધ કરો.” “ઈંધણ બચાવો” જેવા પોસ્ટરો હતા.
- પેટ્રોલ,ડીઝલ વગેરે…………….માંથી મળે છે.
ઉત્તર : ખનીજ તેલ
- ખનીજતેલ પ્રાકૃતિક રીતે બને છે. ઉત્તર : √
- ખનીજ તેલ નું નિર્માણ કેવી રીતે થયું છે,તે લખો.
ઉત્તર : ઘણા બધા સજીવો સમુદ્ર તળીયે મૃત અવસ્થામાં દટાઈ ગયા. તેના પર માટી અને કાંપના સ્તર એક પછી એક ઢાંકતા ગયા. આથી લાખો વર્ષના અંતે આ અવશેષો પ્રચંડ ગરમી અને દબાણના કારણે ખનિજતેલ માં રૂપાંતર પામ્યા.
- ખનીજતેલના નિર્માણમાં બહુ સમય લાગતો નથી. ઉત્તર : ×
- નીચેના માટે ભારતના કયા રાજ્ય માંથી ખનીજ તેલ મળે છે. ઉત્તર : (C)
- રાજસ્થાન B. મેઘાલય C. મહારાષ્ટ્ર D. દિલ્હી
- ભારતના ક્યાં ક્યાં રાજ્યોમાંથી ખનિજતેલ મળે છે?
ઉત્તર : ભારતના અસમ, ગુજરાત , મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ વગેરે રાજ્યોમાંથી ખનિજતેલ મળે છે.
- ખનીજતેલ પૃથ્વીના પેટાળમાંથી બધા જ દેશો માંથી મળે છે.
ઉત્તર : ×
- ખનીજતેલ પૃથ્વીના પેટાળમાંથી કેવી રીતે મેળવાય છે?
ઉત્તર : પૃથ્વીના પેટાળમાં ઓઇલ ક્યાં છે તે શોધવા વૈજ્ઞાનિકો ખાસ તકનીકો અને યંત્રોનો ઉપયોગ કરે છે. પછી પાઈપો અને યંત્રો દ્વારા ખનીજતેલ ખેંચવામાં આવે છે.
- યંત્રો દ્વારા પાઇપમાંથી મેળવેલું ખનીજતેલ કેવું હોય છે?
ઉત્તર : યંત્રો દ્વારા પાઇપમાંથી મેળવેલો ખનીજતેલ ગંધવાળું, જાડુ અને કાળા રંગનું પ્રવાહી હોય છે.
- ખનીજ તેલ………….રંગનું પ્રવાહી છે.
ઉત્તર : કાળા
- ……………….માં ખનીજ તેલમાંથી વિવિધ પદાર્થો છૂટા પાડવામાં આવે છે.
ઉત્તર : રિફાઇનરી
- પેટ્રોલિયમને રિફાઇન્ડ કરીને તેમાંથી શું શું અલગ પાડવામાં આવે છે.
ઉત્તર : પેટ્રોલિયમને રિફાઇન્ડ કરીને તેમાંથી કેરોસીન, ડીઝલ, પેટ્રોલ, એન્જિન ઓઇલ અને વિમાન માટે (ગેસોલિન) ઇંધણ મેળવવામાં આવે છે. ઉપરાંત તેમાંથી LPG, ડામર (કોલટાર),ગ્રિઝ વગેરે પણ મેળવવામાં આવે છે.
- પેટ્રોલિયમ માંથી નીચેનામાંથી શું નથી મળતું?
ઉત્તર : (C) A. પેટ્રોલ B. ડીઝલ C. બાયોગેસ D. કેરોસીન
- ગુજરાતમાં કયા કયા સ્થળે ખનીજતેલ રિફાઇનરી આવેલી છે?
ઉત્તર : ગુજરાતમાં વડોદરા અને જામનગર ખાતે ખનીજતેલ રિફાઇનરી આવેલી છે.
- પેટ્રોલિયમ ક્યાં ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે?
ઉત્તર : પેટ્રોલિયમ પ્લાસ્ટિક, રંગ-રસાયણ, દવાઓ, ફર્ટિલાઇઝર, કૃત્રિમ સુગંધ વગેરે ઉદ્યોગ માટેનો કાચો માલ પૂરો પાડે છે.
- આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ?શા માટે?
ઉત્તર : પેટ્રોલ અને ડીઝલની ખનીજ તેલમાંથી મળે છે.આ ખનિજતેલનો જથ્થો મર્યાદિત છે વળી ખનીજતેલ પ્રાકૃતિક રીતે જ બને છે, જેને ઘણા વર્ષો લાગતાં હોવાથી તે તૂટી જશે તો ફરીથી બનાવી શકાય નહીં. આથી જ આપણે પેટ્રોલ અને ડીઝલનો વિવેકપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
ધોરણ 5 પર્યાવરણ પાઠ : 12 જો આ ખૂટી જાય તો ? PART 2
- પેટ્રોલ પંપ પર ખનીજતેલ બચાવવાના પોસ્ટરો શા માટે લખેલા હશે?
ઉત્તર : પેટ્રોલ પંપ પર પેટ્રોલ અને ડીઝલ બચાવવા માટેના પોસ્ટરો લખેલા જોવા મળે છે, કારણ કે આ બધું ખનીજ તેલમાંથી મળે છે અને ખનિજ તેલનો જથ્થો પૃથ્વી પર મર્યાદિત છે. માટે લોકોમાં જાગૃતિ લાવવા આવા પોસ્ટર લગાવવામાં આવે છે.
- ખનીજતેલ સિવાય જમીનમાં ઊંડે બીજું શું મળી આવે છે?
ઉત્તર : ખનીજ તેલ સિવાય જમીનમાંથી કુદરતી વાયુ ઉપરાંત કોલસો અને બીજા ખનીજો જેવા કે લોખંડ, તાંબુ,જસત, બોકસાઈટ, સોનુ, ચાંદી વગેરે મળી આવે છે.
- ઉર્જાનો મુખ્ય સ્ત્રોત…………….છે.
ઉત્તર : સૂર્ય
- ઊર્જાના સ્ત્રોતના પ્રકાર કેટલા છે? કયા કયા?
ઉત્તર : ઊર્જાના સ્ત્રોતના બે પ્રકાર છે: (1) ખોટી ન જાય તેવા (નવીનીકરણીય) ઊર્જા સ્ત્રોત
(2) ખૂટી જાય તેવા (અનવીનીકરણીય) ઊર્જા સ્ત્રોત.
- નવીનીકરણીય ઉર્જા સ્ત્રોત માં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર : નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત માં સૌર ઊર્જા, પવન ઊર્જા, જળઊર્જા વગેરેનો સમાવેશ થાય છે.
- અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો કયા કયા છે?
ઉત્તર : પેટ્રોલિયમ, કોલસો, કુદરતી ગેસ,યુરેનિયમ વગેરે અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોતો છે.
- નીચેનામાંથી કયો અનવીનીકરણીય ઉર્જા સ્ત્રોત છે? ઉત્તર : (C)
- પવન ઊર્જા B. જૈવ ઊર્જા C. કુદરતી ગેસ D. સૌર ઊર્જા
- યુરેનિયમ એ…………………ઊર્જા સ્ત્રોત છે.
ઉત્તર : અનવીનીકરણીય
- બાયોગેસ એ અનવીનીકરણીય ઊર્જા સ્રોત છે. ઉત્તર : ×
- પેટ્રોલિયમ, કોલસો વગેરેને આ નવીનીકરણીય ઊર્જા સ્રોત કહે છે. શા માટે?
ઉત્તર : પેટ્રોલિયમ, કોલસો વગેરેને અને નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત કહે છે, કારણ કે આ બધાં ઇંધણ એક વાર વપરાઈ ગયા પછી ફરી તેનો કોઈ ઉપયોગ કરી શકાતો નથી.
- આપેલો જા સ્ત્રોતનું માગ્યા મુજબ વર્ગીકરણ કરો:
( સૂર્ય, પવન, પેટ્રોલ, ડીઝલ, CNG, બાયોગેસ, કેરોસીન, કોલસો)
ઉત્તર : નવીનીકરણીય ઊર્જા સ્ત્રોત : સૂર્ય, પવન,CNG, બાયોગેસ
અનવીનીકરણીય ઊર્જા સ્રોત : પેટ્રોલ, ડીઝલ,કેરોસીન, કોલસો
- પેટ્રોલ,ડીઝલ, કોલસો વગેરેનો ઉપયોગ શા માટે ઘટાડવો જોઇએ?
ઉત્તર : પેટ્રોલ,ડીઝલ, કોલસો વગેરેનો ઉપયોગ નીચેના કારણોને લીધે ઘટાડવો જોઈએ :
(1) આ ઉર્જા સ્ત્રોત એક વાર ઉપયોગ કર્યા પછી તેનો ફરીથી ઉપયોગ કરી શકાતો નથી.
(2) આ સ્ત્રોતોનો જથ્થો ભારત અને વિશ્વમાં ખૂબ જ મર્યાદિત છે.
(3) આ સ્ત્રોતો એકવાર ખતમ થઇ જશે પછી તેને બનતા હજારો લાખો વર્ષ લાગશે.
(4) તેમના ઉપયોગના કારણે હવાનું પ્રદૂષણ વધતું જાય છે.
(5) પૃથ્વી પરનું તાપમાન સતત વધતું જાય છે. પૃથ્વી પર ગ્રીનહાઉસ ઇફેક્ટ જોવા મળે છે.
(6) એસિડ વર્ષા જેવી હોનારત પણ થાય છે.
- પેટ્રોલ અને ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ ઘટાડવા કયા પગલાં લઈ શકાય.
ઉત્તર : પેટ્રોલ અને ડીઝલ વાળા વાહનોનો ઉપયોગ ઘટાડવા નીચે મુજબ પગલાં લઈ શકાય:
(1) પબ્લિક ટ્રાન્સપોર્ટ જેવા કે બસ ટ્રેન વગેરેનો વધુ ઉપયોગ કરવો.
(2) ટૂંકા અંતરની મુસાફરી માટે ચાલતા જવાનો કે સાઇકલ પર જવાનો આગ્રહ રાખો.
(3) વાહનો દ્વારા બિનજરૂરી આવન-જાવન ટાળવી.
(4)ટ્રાફિક સિગ્નલ અને રેલવે ક્રોસિંગ બંધ હોય ત્યારે ત્યાં વાહન બંધ રાખી ઊભા રહેવું.
(5) સૌર ઊર્જા, પવન ઊર્જા, જળ ઉર્જા વગેરે થી ચાલતા સાધનો નો ઉપયોગ વધારવો અને તેનાથી ચાલતા સાધનોની શોધ કરવી.
(6) શાળા કે ઓફિસે જવા માટે જો પ્રાઇવેટ કાર વાપરતા હોઈએ તો મિત્રો અને કર્મચારીઓ સાથે ભાગીદારી કરી એક જવાન દ્વારા બધા જઈ શકાય.
- જો વાહનોની સંખ્યા વધતી જશે તો કેવા પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે?
ઉત્તર : જો વાહનોની સંખ્યા વધતી જશે તો :
(1) રસ્તા ઉપર ટ્રાફિક વધી જશે.
(2) અકસ્માતની સંખ્યા વધી જશે.
(3) પેટ્રોલ, ડીઝલની અછત સર્જાશે તેથી તેના ભાવો સતત વધતા જશે.
(4) વાતાવરણમાં હવા અને અવાજનું પ્રદૂષણ વધશે એટલે આંખ, ગળાના, કાન, નાક અને ફેફસાંના રોગો વધશે.
(5) ગ્રીન હાઉસ ઇફેક્ટ વધતી જશે.
(6) એસિડ વર્ષા જેવા દુષ્પરિણામો ભોગવવા પડશે.
- બધા લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ શા માટે કરતા નથી?
ઉત્તર : બધા લોકો મુસાફરી માટે બસનો ઉપયોગ નથી કરતા કારણ કે બસમાં ખૂબ ભીડ હોય છે ઉપરાંત બજારમાં પોતાની સુવિધા અનુસાર આસન પર એક જગ્યાએ પહોંચી શકાતું નથી. બધો સામાન લઈને બસમાં મુસાફરી કરવું મુશ્કેલીભર્યું બને છે.
- વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટેના ઉપાયો સૂચવશો.
ઉત્તર : વાહનોની સંખ્યા વધવાથી પડતી મુશ્કેલીઓના નિકાલ માટે આ ઉપાયો કરી શકાય :
(1) સરકારી વાહનોની સુવિધા વધારવી
(2) રસ્તાઓ મોટા પહોળા બનાવવા
(3) ટ્રાફિકના નિયમોની સમજ વધારવી તથા તેનું યોગ્ય પાલન થાય તેનું ધ્યાન રાખવું.
- ટ્રાફીક સિગ્નલની લાઈટ પર ઊભા રહેતા વાહનો એન્જિન બંધ કરીએ તો તેનાથી કયા કયા ફાયદા થાય છે?
ઉત્તર : સિગ્નલની લાઈટ પર ઊભા રહેતા વાહનો એન્જિન બંધ કરીએ તો ઇંધણની (પેટ્રોલ) બચત થાય છે અને એટલા સમય પૂરતું પ્રદૂષણ થતું અટકાવી શકીએ છીએ.
- પેટ્રોલનો ભાવ દરેક શહેરમાં એક સરખો હોય છે. ઉત્તર : ×
- પેટ્રોલ-ડીઝલના ભાવ 2014માં હતો તેટલો જ અત્યારે હોય. ઉત્તર : ×
- પેટ્રોલ અને ડીઝલનો ભાવ કેમ વધે છે?
ઉત્તર : વાહનોના ઉપયોગ વધતા પેટ્રોલ અને ડીઝલની માંગ (જરૂરિયાત) વધે છે પણ તેની સામે તેનું ઉત્પાદન અને જથ્થો મર્યાદિત છે, આથી પેટ્રોલ અને ડીઝલના ભાવ વધે છે.
- ડ્રાય ક્લિનિંગ માટે……………નો ઉપયોગ થાય છે.
ઉત્તર : પેટ્રોલ
- ફાનસમાં…………….નો ઉપયોગ થાય છે. ઉત્તર : (D)
- ડીઝલ B. પેટ્રોલ C. ગૅસ D. કેરોસીન
- જનરેટર શેનાથી ચાલે છે? ઉત્તર : (A)
- ડીઝલ B. પેટ્રોલ C. ગૅસ D. કેરોસીન
- વિમાનમાં ક્યું ઈંધણ વપરાય છે? ઉત્તર : (B)
- પેટ્રોલ B. ગેસોલીન C.ગેસ D. ડીઝલ
- ડીઝલથી ચાલતાં બે વાહનોનાં નામ જણાવો.
ઉત્તર : ટેકટર , ખટારો
- ફકત પેટ્રોલથી ચાલતાં હોય તેવાં બે સાધનો ( વાહનો ) જણાવો .
ઉત્તર : સ્કૂટર , મોટર સાઇકલ (બાઇક )
- ઇંધણ ક્યાં ઉપયોગી છે?
ઉત્તર : વાહનવ્યવહારમાં ઇંધણનો મોટા પાયે ઉપયોગ થાય છે. આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ શક્તિના સ્રોત તરીકે ઈધણ વર્ષરાય છે. રસોઇ બનાવવા માટે પણ ઈંધણ જરૂરી છે . પ્રકાશ ફેલાવવા માટે તેમજ રંગ – રસાયણો અને પ્લાસ્ટિક બનાવવા પણ ઈંધણ જરૂરી છે.
- ઇંધણ બચાવવાના ઉપાયો સૂચવો.
ઉત્તર : ઈધણ બચાવવાના ઉપાયો આ મુજબ છે : ઈંધણથી ચાલતાં વાહનોની જગ્યાએ શક્ય હોય તો સાઈકલનો ઉપયોગ કરવો. વ્યક્તિગત વાહનોની જગ્યાએ જાહેર પરિવહન સુવિધાનો વધુ ઉપયોગ કરવો . રેલવે ક્રોસિંગ કે સિગ્નલ બંધ હોય ત્યારે વાહનનું એન્જિન બંધ કરી દેવું . સૌર ઊર્જાનો વધુને વધુ ઉપયોગ કરવો . સૂર્ય ઊર્જા આધારિત સાધનોનો ઉપયોગ વધારવો જોઈએ .
- લીલો લાકડાંને સળગાવતાં ધુમાડો વધારે થાય છે. ઉત્તર : √
- ચૂલા કે સગડીમાં ઈંધણ તરીકે કઈ કઈ વસ્તુઓ વપરાય છે?
ઉત્તર : ચૂલા કે સગડીમાં ઈંધણ તરીકે લાકડાં , છાણાં , કોલસો , સુકાં પાંદડાં વગેરે વપરાય છે .
- કારણ આપો : ગામડામાં રહેતા ઘણા લોકો છાણાંનો ઈંધણ તરીકે ઉપયોગ કરે છે .
ઉત્તર : ગામડામાં લોકો ખેતીની સાથે પશુપાલનની પ્રવૃત્તિ પણ કરતા હોય છે . આથી ગાય – ભેંસનું છાણ સરળતાથી ઉપલબ્ધ હોવાથી ગામડામાં થવા લોકો તેનો રસોઈ બનાવવામાં ઈંધણ તરીકે ઉપયોગ કરે છે .
- લાકડાં અથવા છાણાંથી ચૂલાથી રસોઈ કરનાર વ્યક્તિને કઈ કઈ તકલીફ પડે છે ?
ઉત્તર : લાકડા અથવા છાણાંથી રસોઈ કરનાર વ્યક્તિને તેમાંથી નીકળતા ધુમાડાને કારણે આંખોમાં બળતરા , ખાંસી , માથાનો દુ:ખાવો તથા ફેફસાને લગતી કોઈ બીમારી થઈ શકે છે. વળી , તેમાં રસોઈ બનવામાં સમય પણ વધુ જાય છે.
- પહેલાં આપણા દેશમાં………………….જેટલા લોકો છાણાં , લાકડાનો રસોઈ માટે ઉપયોગ કરતા હતા .
ઉત્તર : બે તૃતીયાંશ
- કારણ આપો :કેટલાંક લોકો રસોઈ બનાવવા લાકડાં , છાણાંનો વધુ ઉપયોગ કરે છે .
ઉત્તર : ગરીબ લોકો ઈંધણ પાછળ પૈસા ન ખર્ચાય તે માટે આજુબાજુમાંથી લાકડાં વીણી લાવે છે , તેમજ છાણાં પણ જાતે બનાવે છે . આમ , લાકડાં અને છાણાં માટે તેઓને કોઈ કિંમત ચૂકવવી પડતી નથી . તેથી તેઓ લાકડાં , છાણાંનો વધુ ઉપયોગ કરે છે .
- પહેલાંના લોકો લાકડાંનો ક્યા – કયા કામ માટે ઉપયોગ કરતા હતા?
ઉત્તર : પહેલાંના લોકો લાકડાંનો ઉપયોગ રસોઈ કરવા , ગરમી મેળવવા , પાણી ગરમ કરવા અને પ્રકાશ મેળવવા માટે પણ કરતા હતા .
- હવે પછીનાં વર્ષોમાં ક્યા બળતણનો ઉપયોગ વધશે અને ક્યા બળતણનો ઉપયોગ ઘટશે?
ઉત્તર : હવે પછીનાં વર્ષોમાં એલ.પી.જી. , સૌરઊર્જા, બાયોગેસનો ઉપયોગ વપશે અને છાણાં , લાકડાં , કેરોસીન વગેરેનો ઉપયોગ ઘટશે .
- ‘ઉજ્જવલા યોજના ‘ વિશે જણાવો.
ઉત્તર : “પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના” PMUV ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઈ.સ. 2016 માં કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગૅસ મંત્રાલયના સૌજન્યથી શરૂ કરવામાં આવી છે . આ યોજના હેઠળ બી.પી.એલ. પરિવારોને રાંધણ ગેસનું મફત કનેકશન આપવામાં આવે છે . આમ , કરવાથી કરોડો સ્ત્રીઓ ચૂલાને લીધે ઉત્પન્ન થતા ધુમાડાથી બચી શકશે .
- અત્યારે રસોઈ કરવા માટે……………..નો ઉપયોગ વધુ થાય છે.
ઉત્તર : LPG ( ગૅસ)