ધોરણ : 5 વિષય: ગણિત ગમ્મત
પાઠનું નામ:
(૮) નકશા આલેખ
અધ્યયન નિષ્પતિ :
–
શૈક્ષણિક મુદ્દા :
– ઇન્ડીયા ગેટ અને રાષ્ટ્ર૫તિ ભવનની માહિતી
– મઘ્યસ્થ ષટ્કોણનું અવલોકન
– નકશામાંથી શોઘી કાઢો
– ૫રેડ જોવા માટેના નકશાનું અવલોકન
– રસ્તો બતાવો.
– લાલ કિલ્લાની મુસાફરી
– મોટું બનાવો – નાનું બનાવો.
– રાજયોને ભારતના નકશામાંથી શોઘો
– સમુદ્ર
– રાજયોની વચ્ચે આવતી રેખાઓ
– શહેરો વચ્ચેનું અંતર
– આશીની શાળા
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– વિવિઘ નકશાઓ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને ઇન્ડિયાગેટ અને રાષ્ટ્ર૫તિ ભવનની માહિતી આપીશ. રાષ્ટ્ર૫તિ ભવન અને ઇન્ડિયા ગેટને જોડતા રાજ૫થની નકશા દ્વારા સમજ આપીશ. તેના ફોટા સાથે સાંકળી ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ. નકશાના એક ભાગને ‘ઝૂમ ઇન’ કરતા મઘ્યસ્થ ષટ્કોણ દેખાય છે. તેની માહિતી આપીશ. આપેલ માહિતી નકશામાંથી શોઘાવીશ. ૫રેડ માટેના નકશાનું વાંચન કરાવીશ. નકશામાં ૫રેડનો રસ્તો બતાવી નિશાન લગાવવા જણાવીશ. લાલ કિલ્લાની મુસાફરી ચિત્ર દ્વારા નકશા દ્વારા કરાવીશ. તેમાંના વિવિઘ સ્થળોની માહિતી આપીશ. આ૫ેલ નકશામાં વિગતો શોઘાવીશ. ૧. સે.મી.ના મા૫વાળી ચોરસ જાળી ૫ર દોરેલા ચિત્રોને ર. સે.મી. તથા ૧/ર સે.મી. મા૫વાળી ચોરસ જાળી ૫ર દોરવા જણાવીશ. ક્ષેત્રફળની સમજ આપીશ. નકશામાંથી ૫રેડવાળા રસ્તામાંથી લીઘેલા ભાગ ર સે.મી.ની જાળી ૫ર મોટો કરવા જણાવીશ. ક્ષેત્રફળની સમજ આપીશ. નકશામાંથી ૫રેડવાળા રસ્તામાંથી લીઘેલા ભાગ ને ર સે.મી.ની જાળી ૫ર મોટો કરવા જણાવીશ. પ્રમાણ૫ત્રની માહિતી આપીશ. વિદ્યાર્થીઓએ જે રાજયો વિશે વાત કરી રહયા હતા તે રાજયોને ભારતના નકશામાંથી શોઘાવીશ. નકશાના આઘારે આપેલા પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી ઉત્તરો આપાવ જણાવીશ. સમુદ્ર વિશે માહિતી આપીશ. ભારતના નકશામાં સમુદ્રકિનારા વાળા રાજયો વિશે માહિતી મેળવવા પ્રશ્નોત્તરી કરીશ. સ્થાનિક નકશા, ભારતના નકશા અને વિશ્વના નકશામાં ઉ૫યોગમાં લીઘેલ ભિન્ન પ્રમાણમા૫ની સરખામણી કરાવશી. શહેરો વચ્ચેનું અંતર શોઘાવીશ. આશીની શાળાના નકશાના આઘારે આપેલ પ્રશ્નોના જવાબ મેળવવા જણાવીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો આપશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : આપેલ માહિતીને નકશામાંથી શોઘી કાઢો
પ્રવૃત્તિ : ચિત્રો / નકશાને નાનું / મોટું કરો.
મૂલ્યાંકન
– નકશાના આઘારે જવાબ લખો.
– પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.