ધોરણ : 5 વિષય : ગણિત
પાઠનું નામ:
૪. ભાગ અને પૂર્ણ
અધ્યયન નિષ્પતિ :
– આકારો અને તેના વિવિઘ ભાગો વિષે સમજે
– વસ્તુઓના જ કથામાંથી અનુરૂપ ભાગને શોઘી કાઢે છે.
– દશાંશ અપૂર્ણાંકાં રૂપાંતર
– દશાંશ અપૂર્ણાંક આઘારિત કોયડા ઉકેલ
શૈક્ષણિક મુદ્દા :
– રાષ્ટ્ર ઘ્વજ દોરવો (મા૫ = ૯ સે.મી. લંબાઇ x ૬ સે.મી. ૫હોળાઇ)
– અન્ય દેશના રાષ્ટ્રઘ્વજનું અવલોકન તથા કયો ભાગ વઘારે કે ઓછો છે તેની ચર્ચા.
– ગણિત કલબનો ઘ્વજ શાળામાં ગણિત કલબ બનાવવું તથા તેનો ઘ્વજ બનાવવો.
– જાદુઇ ભમરડો બનાવી ૮ સરખા ભાગ કરો
– મહાવરા દ્વારા દ્રઢિકરણ
– લોભી ચોકીદારની વાર્તા, તેના દ્વારા અપૂર્ણાંક સમજ ભાગમાં વિવિઘ પેટર્ન તેના, દ્વારા અપૂર્ણાંકની સમજ
– રામનું શાકભાજીનું ખેતર તથા તેના આઘારે પ્રશ્નોત્તરી
– તેના દ્વારા અપૂર્ણાંકની સમજ
– સમજ : કોણ વર્તુળને ૫હેલાં રંગશે ?
– કાર્ડનો કોયડો
– અનુમાન કરો અને તપાસો
– વર્તુળના સરખા ભાગ કરો તેના દ્વારા અપૂર્ણાંકનો ખ્યાલ
– હલવાના ભાગ દ્વારા અપૂર્ણાંકની સમજ
– સમતૂલ્ય (સમ) અપૂર્ણાંકની સમજ
– ભાગથી પૂર્ણ તરફની સમજ
– રૂપિયા અને પૈસા દ્વારા અપૂર્ણાંકની સમજ
– ‘’વૃદ્ઘ સ્ત્રીનું વસિયત નામું’’ વાર્તાનું કથન – તેના આઘારે આપેલ કોયડાનો ઉકેલ
– ‘’અરૂણનું સમયપત્રક’’ ને આઘારે આપેલ પ્રશ્નોની ચર્ચા
– ‘’શાળાનું સામયિક’’ કયા મહિને છા૫વાનું હશે ? તે અંગે ચર્ચા
– કીર્તિની ખરીદીની યાદીને આઘારે પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને આપેલ મા૫ મુજબ રાષ્ટ્રઘ્વજ દોરવાની પ્રવૃત્તિ કરાવીશ. તેમાં રંગ પુરાવીશ. સફેદ રંગ ઘ્વજના ત્રીજા ભાગથી ઓછો છે તેની ચર્ચા કરીશ. અફઘાનિસ્તાનનો, મ્યાનમારનો ઘ્વજ બતાવી કયો ભાગ વઘારે છે અને કયો ઓછો તે ચર્ચા કરીશ. કેરલની એક શાળાની ગણિત કલબનો ઘ્વજ બતાવીશ. કેટલામો ભાગ લાલ અને લીલા રંગનો છે તે બતાવવા કહીશ. શાળામાં ગણિત કલબ બનાવી તેનો ઘ્વજ બનાવવા જણાવીશ. તેમાં કેટલા ભાગમાં કયો રંગ પૂર્યો છે તે જણાવવા કહીશ. જાદુઇ ભમરડો બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. તેમાં વર્તુળના ૮ સરખા ભાગ કરાવીશ. સૂચના મુજબ રંગ પુરાવીશ. ઝડ૫થી ફેરવતાં તેમાં શું દેખાય છે તેનું અવલોકન કરાવીશ. મહાવરાની પ્રવૃત્તિ કરાવી દ્રઢિકરણ કરાવીશ. લોભી ચોકીદારની વાર્તાનું કથન કરીશ. તેમાં અપૂર્ણાંકની સમજ આપીશ. વાર્તા પૂરી કરવા માટે જણાવીશ. જરૂરી માર્ગદર્શન આપીશ. આપેલ આકૃત્તિઓના ચોરસમાં રંગ પૂરીને અલગ અલગ વિવિઘ પેટર્ન બનાવડાવીશ. ખાનામાં કેટલો ભાગ સફેદ છે ? લાલ છે ? લીલો છે ? તે લખાવીશ. આકૃત્તિના આઘારે પ્રશ્નોત્તરી કરીશ. રામનું શાકભાજીનું ખેતરના ૭ સરખા ભાગમાં ઉગાડેલ શાકભાજી વિશે પૂછીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરો મેળવીશ. રામું તેના મિત્રોને શાકભાજીના અમુક ભાગ આપી દે છે. તે અપૂર્ણાંકમાં બતાવીશ. ‘’કોણ વર્તુળને ૫હેલાં રંગશે? ‘’ રમત રમાડીશ. વિદ્યાર્થીઓ સૂચના મુજબ રમત રમશે. પ્રશ્નોના જવાબ આપશે. કાર્ડનો કોયડોમાં ચિત્રનું અવલોકન કરી આપેલા પ્રશ્નોના જવાબ આપવા જણાવીશ. અનુમાન કરો અને તપાસોની પ્રવૃત્તિ કરાવી અપૂર્ણાંકનો ખ્યાલ આપીશ. વર્તુળના સરખા ભાગ કરી અપૂર્ણાંકનો ખ્યાલ આપીશ. હલવાના ભાગ દ્વારા અપૂર્ણાંકનો ખ્યાલ આપીશ. તેના આઘારે આપેલ પ્રશ્નોના જવાબ મેળવીશ. ૫ટ્ટીના ભાગ દ્વારા સમતુલ્ય અપૂર્ણાંકોની સમજ આપીશ. ભાગની પૂર્ણ તરફની સમજ આપીશ. રૂપિયા અને પૈસા દ્વારા અપૂર્ણાંકની સમજ આપીશ. ‘’વૃદ્ઘ સ્ત્રીનું વસિયતનામું’’ વાર્તાનુ કથન કરીશ. વિદ્યાર્થીઓ શ્રવણ કરશે અને તેના આઘારે આપેલ કોયડાનો ઉકેલ મેળવવા જણાવીશ. વિદ્યાર્થીઓ કોયડા ઉકેલ મેળવશે. અરૂણનું સમય૫ત્રક (દિનચર્યા) ને આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર મેળવશે. ‘’શાળાનું સામયિક’’ દર ત્રીજા મહિને છા૫વાનું હોય તો કયા મહિને છા૫વાનું હશે ? તે જણાવવા કહીશ. કીર્તિની ખરીદીની યાદીને આઘારે આપેલ પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરી જવાબ મેળવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : બીજા અન્ય ઘ્વજના ચિત્રો સંગ્રહ કરો.
પ્રવૃત્તિ : જાદુઇ ભમરડો બનાવવો.
પ્રવૃત્તિ : ૧૬ ચોરસથી આકૃત્તિ બનાવો જેમાં આપેલ માહિતી મુજબની પેટર્ન દોરો
પ્રવૃત્તિ : એક ફુલના ભાગની પાંદડીઓ દર્શાવી છે. બાકીની પાંદડીઓ દોરીને ચિત્ર પૂર્ણ કરો. રંગ પૂરો.
મૂલ્યાંકન
– મહાવરોમાં આપેલ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓ પાસે કરાવીશ.
– મહાવરોની ચર્ચા કરી પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.