ધોરણ : 5 વિષય : ગણિત
પાઠનું નામ:
૫. તે સરખું દેખાય છે ?
અધ્યયન નિષ્પતિ :
– વિવિઘ આકારોમાં જોવા મળતી સંમતિના વિશે જાણે અને ઓળખે.
– દ્રિ૫રીમાણીય આકારોને ઓળખે.
– પેટર્નના આઘારે દાખલા ગણે
શૈક્ષણિક મુદ્દા :
– રંગના એક ટીપાંથી પેટર્ન બનાવવી સંમિતતાની સમજ
– અસંમિતતા સમજ
– તૂટક રેખાથી બે ભાગમાં વહેચાતા આકારો દર્પણ સામે રાખવાની ચિત્ર પૂર્ણ બને
– દર્પણની રમત
– ‘’અડઘો આંટો ફેરવો’’ રાજાની વાર્તાનું કથન
– આકારોને અડઘા આંટા સુઘી ફેરવવાથી શું થાય ?
– ૫વનચક્કી બનાવવી તથા તેને જેટલી ફેરવવી શું થાય ?
– પંખાને વિવિઘ આકારો ને જેટલા ફેરવવા શું થાય છે તે જુઓ
શૈક્ષણિક સાધન :
– દર્પણ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને કાગળ ૫ર રંગના એક ટીપાંથી પેટર્ન બનાવતાં શીખવીશ. તેના બે સરખા ટુકડા કરાવીશ. જેથી દર્પ્ણમાં આખુ ચિત્ર બને રંગનું સંયોજન ચિત્રની અસંમતિના દર્શાવે છે તે ચિત્રો બતાવીશ. તુટક રેખાથી બે ભાગમાં વહેચાતા આકારો માંથી કયો આકારો દર્પણ સામે રાખવાથી પુરું ચિત્ર બનશે ? તે બતાવીશ. વિદ્યાર્થીઓને દર્પણની રમત રમાડીશ. જરૂરી માર્ગદર્શન આપીશ. વિદ્યાર્થીઓ દર્પણનો ઉ૫યોગ કરી સૂચના મુજબ પ્રવૃત્તિ કરશે. સફેદપેટ્ટી દ્વારા આ રમત રમાડીશ. ‘અડઘો આંટો ફેરવો’ – રાજાની વાર્તાનું કથન કરીશ. તેના આઘારે પ્રશ્નોત્તરી કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે. આપેલા આકારોને અડઘો આંટો ફેરવવાથી શું થાય તેનો પ્રવૃત્તિ દ્વારા ખ્યાલ આપીશ. વિદ્યાર્થીઓ પાસે ૫વનચક્કી બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. તેને તે ફેરવવાથી શું થશે ? તે બતાવીશ. વિદ્યાર્થીઓ અવલોકન કરશે. તે જ રીતે પંખાને ફેરવવાની પ્રવૃત્તિ કરાવીશ. આપેલા આકારોને જેટલા ફેરવવાથી કેવા દેખાશે ? તેનું અવલોકન કરાવીશ. ષટ્કોણ, સ્ટાર જેવી આકૃત્તિને છઠ્ઠો ભાગ ફેરવતા શું થાય છે તે બતાવીશ. વિદ્યાર્થીઓ અવલોકન બતાવશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : કાગળ ૫ર રંગના એક ટીપાંથી પેટર્ન બનાવવી.
પ્રવૃત્તિ : કાગળ / પૂંઠામાંથી ત્રિકોણ, લંબચોરસ, ચોરસ, ષટ્કોણ જેવા આકારો કાપવા
પ્રવૃત્તિ : ‘૫વનચક્કી’ બનાવવી.
મૂલ્યાંકન
– મહાવરો પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર આપશે.
– મહાવરોના પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ અવલોકન કરી ઉત્તર આપશે.