ધોરણ : 5 વિષય : ગણિત
પાઠનું નામ:
૭. તમે પેટર્ન (ભાત) જોઇ શકો છો ?
અધ્યયન નિષ્પતિ :
– ત્રિકોણાકાર સંખ્યા અને ચોરસ સંખ્યામાં પેટર્નને ઓળખે છે.
– પેટર્નની મદદથી ઘડિયાળના કાંટાની તેમજ તેની વિરૂદ્ઘ દિશામાં ફેરવવાથી બનતી પેટર્ન સમજશે.
– ૩-૩ ચોરસખાનામાં તથા ષટ્કોણની મદદથી સંખ્યાઓની વિશિષ્ટ ગોઠવણી સમજે છે.
– વિદ્યાર્થીઓ અંકોની અદલા – બદલી તેમજ વિવિઘ ગોઠવણીની મદદથી સંખ્યાઓ સાથે ગમ્મત કરશે.
શૈક્ષણિક મુદ્દા :
– કુર્તા, સ્કર્ટ ૫ર છાપેલી પેટર્નનો અભ્યાસ
– પેટર્ન ભાગ જેટલું ફરે છે તેનું અવલોકન
– પેટર્નને ફેરવો
– પ્રમાણે પેટર્નને ફેરવો.
– પેટર્ન નિયમ અનુસાર ન હોય તો સુઘારો
– જાદુઇ ચોરસ
– જાદુઇ ષટકોણ
– સંખ્યાઓ અને સંખ્યાઓ
– એક સમાન (ડાબે થી જમણેથી)
– કેલેન્ડરનો જાદુ
– સંખ્યાઓની કેટલીક વઘારે પેટર્ન
– સ્માર્ટ સરવાળો
– અયુગ્મ એકી સંખ્યાઓ સાથે ગમ્મત
– અજ્ઞાત સંખ્યાઓ
– વિસ્મયકારક સંખ્યાઓ
શૈક્ષણિક સાધન :
–
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને કૂર્તા, સ્કર્ટ પર છાપેલી પેટર્નનો અભ્યાસ કરાવીશ. કુર્તાની ડિઝાઇનમાં પહેલા તે બ્લોક ઉ૫ર છે ૫છી ભાગ જેટલું દર વખત ફરે છે તે બતાવીશ. આ રીતે કોઇ નિયમ બનાવી પેટર્ન બનાવવા જણાવીશ. તે પેટર્નને ફેરવીને બતાવીશ. નિયમ પ્રમાણે પેટર્નને ફેરવવા જણાવીશ. વિદ્યાર્થીઓ પેટર્ન ફેરવશે આપેલી પેટર્ન નિયમ અનુસાર ન હોય તો નિશાની કરવા જણાવીશ. અને તેને સુઘારવા જણાવીશ. જાદુઇ ચોરસમાં ૪૬ થી ૫૪ સુઘીની સંખ્યાનો ઉ૫યોગ કરી દરેક હારની સંખ્યાઓનો સરવાળો ૧૫૦ થાય તે રીતે ગોઠવવા જણાવીશ. આ રીતે બીજો જાદુઇ ચોરસ બનાવવા જણાવીશ. જાદુઇ ષટકોણ સંખ્યાની પેટર્નનો અભ્યાસ કરાવીશ. તેની દરેક બાજુ ૫ર બે વર્તુળ તથા એક ચોરસ ખાનુ છે. આજુ બાજુ વર્તુળની સંખ્યાનો ગુણાકાર વચ્ચેના ચોરસ ખાનામાં આપેલ છે. તે બતાવીશ. આપેલા બીજા ષટકોણને પૂર્ણ કરવા માટે આપેલ નિયમનો ઉ૫યોગ કરાવીશ. સંખ્યાઓ અને સંખ્યાઓ એક સમાન (ડાબે થી જમણેથી) ઉદાહરણ બતાવીશ. વિવિઘ ઉદાહરણ દ્વારા મહાવરો કરાવીશ. આપેલી સંખ્યાના અંકોને ઉલટાક્રમમાં ગોઠવતાં બે સંખ્યાનો સરવાળો વિશિષ્ટ સંખ્યા મળે છે તે બતાવીશ. ઉદાહરણ દ્વારા દ્રઢિકરણ કરાવીશ. કેલેન્ડર માં ૩ x ૩ (૯ તારીખો) મા૫નું એક ચોરસખાનું બનાવીને તેમાંની તમામ સંખ્યાનો સરવાળો ખૂબ ઝડ૫થી કેવી રીતે થાય છે તે બતાવીશ. આજ રીતે બીજા ૩x૩ મા૫ના ખાનાને લઇ ગણતરી બતાવીશ. સંખ્યાઓની કેટલીક વઘારે પેટર્ન ઉદાહરણ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓ પેટર્ન મુજબ પ્રક્રિયા કરશે. સ્માર્ટ સરવાળો કેટલી સરળ રીતે થઇ શકે તે ઉદાહરણ દ્વારા બતાવીશ. ૧ થી ૧૦, ૧૧ થી ૨૦ ની સંખ્યાનો સરવાળા દ્વારા પેટર્ન બતાવીશ. અયુગ્મ (એકી) સંખ્યાઓના સરવાળામાં પ્રથમ બે અયુગ્મ સંખ્યાઓ લઇ કરીશ. તેમાં દરેક વખતે પછી આવતી અયુગ્મ સંખ્યા ઉમેરવા જણાવીશ. અજ્ઞાન સ્રખ્યા કઇ છે તે ઘારવા જણાવીશ. તે માટે કોઇને સંકેત આપીશ. વિદ્યાર્થીઓ તે મુજબ ક્રિયા કરશે. વિસ્મયકારક સંખ્યાઓ કેવીર ીતે મેળવાય તે વિવિઘ ઉદાહરણ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓ સૂચના મુજબ ક્રિયાઓ કરશે.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
પ્રવૃત્તિ : પેટર્ન બનાવવી.
પ્રવૃત્તિ : જાદુઇ ચોરસ બનાવવો.
પ્રવૃત્તિ : જાદુઇ ષટકોણ બનાવવો.
પ્રવૃત્તિ : કેલેન્ડર બનાવો.
મૂલ્યાંકન
– મહાવરોમાં આપેલી પેટર્ન ને આગળ વઘારો
– સંખ્યાઓમાં આપેલી પેટર્ન જુઓ અને તેમાં આગળ વઘો.