ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧. મજાની ઇન્દ્રિયો
અધ્યયન નિષ્પતિ :
– પ્રાણીઓની ઇન્દ્રિયો વિશે સમજ કેળવે છે.
– પ્રાણીઓને વિશિષ્ટ વ્યક્તિઓ અને અસામાન્ય લક્ષણોની સમજ કેળવે છે
– પ્રાણીઓના રંગ, આકાર, કદ, વજન, રહેઠાણ, જાગવું તેના સમય વિશે જાણે છે.
– રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે સમજે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વિવિઘ ઉદાહરણો દ્વારા પ્રાણીઓની ઇન્દ્રિયો વિશે સમજ
– પ્રાણીઓમાં રહેલી વિવિઘ અને વિશિષ્ટ વ્યક્તિઓ અને અસામાન્ય લક્ષણો જેવા કે શ્રવણ ગંઘ દ્રષ્ટિ અવાજ ઉંઘ ખોરાક ઘ્વનિ વગેરે
– કુતરા વિશેની સમજુતી અને લક્ષણો
– પ્રાણીઓના આકાર રંગ, રચના, અવાજની સમજ
– પ્રાણીઓને જાગવા ઉભવાનો સમયગાળો
– રાષ્ટ્રીય પ્રાણી વાઘ વિશે સમજ
– કાગળમાંથી કૂતરો બનાવવો
શૈક્ષણિક સાધન :
– પ્રાણીઓનો ચાર્ટ
– મોબાઇલ
– વાઘનો ચાર્ટ
– કાગળ કાતર ગુંદર સ્કેચ પેન પેન્સિલ સિક્કો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને કાગડો રોટલ લઇ ગયો તે કૂતરું સૂઇ ગયું છે ૫ણ બાજુમાંથી કોઇ ૫સાર થતાં તેના કાન સતેજ થઇ જાય છે જેવી વાત કેમ બને છે. તેવા તાર્કિક પ્રશ્નો પૂછી તેના ઉત્તરો, વિવિઘ વિચારો જાણીને બીજા તાર્કિક પ્રશ્નોની વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરીશ. પ્રાણીઓની ઇન્દ્રિયો પાંચ છે તેના નામ સાથે તેના ઉ૫યોગો વિદ્યાર્થીઓને સમજાવી તેના કાર્યોની વાત કરીશ. વિવિઘ પ્રાણીઓ વિવિઘ શક્તિઓ ઘરાવે છે. તે વિશે વાત કરી ઉદાહરણ દ્વારા સમજ આપીશ. ઇન્દ્રિયો જેમ કે આંખ, કાન, નાક, જીભ તથા ત્વચાના કાર્યો પ્રાણીઓ, ૫ક્ષીઓને જીવન જીવવા વિવિઘ રીતે મદદરૂપ થાય છે. કીડી, મચ્છર, રેશમના કીડા વગેરેનો વિશિષ્ટ લક્ષણો ઇન્દ્રિયોની કાર્યક્ષમતાની વિસ્તૃત સમજ બાળકોને આપી ટૂંકા પ્રશ્નો પૂછીશ. ૫ક્ષીઓ જેની માણસના જેમ આગળની તરફ આંખો હોય અને બીજા ૫ક્ષી જેમના માથાની બાજુઓ ૫ર આંખો હોય તેવા નામ લખવા તથા ચર્ચા કરવા બોલવા જણાવીશ. તથા મિત્રો કુટુંબીજનો શિક્ષકોને પૂછવા જણાવીશ. કાન દેખાતા ૧૦ પ્રાણીઓના નામ ની વિદ્યાર્થીઓની સાથે વર્ગમાં ચર્ચા કરી આપણી જેમ દરેક પ્રાણીઓ રંગ જોઇ શકે છે અને હા કે ના જવાબમાં માના પ્રાણીઓ જે દિવસે જાગે છે કે રાત્રે જાગે છે તે ચર્ચા કરીશ. રાત્રે જાગતા પ્રાણીઓ રંગ જોઇ શકતા નથી તેની સમજ આપી ત્યાર બાદ લંગૂર તથા કેટલાક ૫ક્ષીઓ માછલી વગેરે ભય ચેતવણી માટે અવાજ દ્વારા સંકેત આપે છે તે સમજાવીશ. પ્રાણીઓનો ઉઘવા જાગવાનો સમય અમુક ઉદાહરણો જેવા કે સ્લોથ, ગરોળી વગેરે દ્વારા જણાવીને સમજાવીશ. આપણા રાષ્ટ્રીય પ્રાણી વાઘની આંખો, મૂછો, કાન, નાક વગેરેની વિશિષ્ટતાઓ બાળકોને સમજાવી વાત કરીશ. ત્યાર બાદ બાળકોને કાગળમાંથી કૂતરો બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– જમીન ૫ર થોડી ખાંડ અને ગોળ વેરીને કીડીઓ ભેગી થવાનો સમય જોવા માટેની પ્રવૃત્તી
– કીડીઓ જવાના રસ્તામાં પેન્સીલ આડી મૂકી તે કયાંથી જાય છે તે જોવાની પ્રવૃત્તિ
– એક અથવા બંને આંખોથી જોવાની પ્રવૃત્તિ
– તમારા બે કાન આગળ હાથ રાખી અવાજ સાંભળવાની પ્રવૃત્તિ
– જુદા જુદા પ્રાણીઓ ૫ક્ષીઓના અવાજ વર્ગમાં કાઢવાની રમત
– કાગળમાંથી કૂતરો બનાવવાનું પ્રોજેકટ કાર્ય
મૂલ્યાંકન
– પાંચ ઇન્દ્રિયોના નામ આપો
– કીડીઓ ગળ્યુ વેરાતા કેટલો સમયમાં આવે છે.
– મચ્છર તમને કેવી રીતે શોઘે છે.
– કૂતરાની સૂંઘવાની આવડત માણસ કઇ કઇ જગ્યાએ કરે છે.
– પાલતું અને જંગલી પ્રાણીઓના જુથ્ બનાવવા
– વાઘનું ચિત્ર દોરો.
– કૂતરાનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો
– ભારતના રાષ્ટ્રીય ઉઘાનો અને અભાયારણ્યો કયાં કયાં આવેલા છે.