ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૧૫. ઠંડુ કે ગરમ
અધ્યયન નિષ્પતિ :
– ભૂમિપ્રદેશો, આબોહવા, સંશાઘનોનું (જેમ કે ખોરાક, પાણી, રહેઠાણ, આજીવિકા અને સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ સાઘે છે. (મુશ્કેલી ભર્યા અને દુર્ગમ, ગરમ – ઠંડા રણ પ્રદેશોમાં લોકોનું જીવન)
શૈક્ષણિક મુદ્દા :
– ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્ર૫તિ ર્ડા. ઝાકીર હુસેન દ્વારા લખાયેલી વાર્તા અને તેમાં મિયા બાલીસ્તીયેના પાત્રની ચર્ચા
– ફૂંક વિશે બાળકોના વિચારો તથા તેને સમજવા માટે અવનવી પ્રવૃત્તિઓ
– પુસ્તકમાં મીની અને સોનુના ચિત્ર ૫રથી દરેકના દરેક વિદ્યાર્થીઓના વિચાર
– કાગળની સિસોટી બનાવવી
– આપણા મોં માંથી આવતી ગરમ કે ઠંડી હવા બહારના (વાતાવરણ) તાપમાનને અનુરૂ૫ હોય તે સમજ
– સંગીતના સાઘનો વિશે જાણકારી
– ચશ્મા સાફ કરવા તથા કરવા ફૂંક, ઉચ્છવાસની પ્રવૃત્તિ
– છાતી મા૫૫ટ્ટીથી મા૫વાની પ્રવૃત્તિ આપવાની પ્રવૃત્તિ, શ્વાસ, ઉચ્છવાસ કરીને
– મિનિટમાં કેટલા શ્વાસ તે રમત
– આપણી અંદરની ઘડિયાળ ટીક – ટીક સાંભળવાની પ્રવૃત્તિ
– કાગળનો સા૫ બનાવી દોરી બાંઘવી હવાનો પ્રવાહ જોવાની પ્રવૃત્તિ / રમત
શૈક્ષણિક સાધન :
– કાપડનો ટુકડો
– કાગળ ૧૨ સે.મી. લાંબો ૬ સે.મી. ૫હોળો
– ચોકલેટનું રે૫ર, પાંદડા, પેનનું ઢાંકણું
– ચશ્મા
– રબર ટયુબ, ગળણી
– સંગીતના સાઘનોના ચિત્ર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– આપણા ભૂતપૂર્વ રાષ્ટ્ર૫તિ ર્ડા. ઝાકરી હુસેનનો ટૂંકમાં બાળકોની ૫રિચય આપી તેમના દ્વારા લખાયેલી વાર્તાઓના નામ જણાવી આ વાર્તાનું કથન કરીશ. તેમાં હાલ બાલીસ્તીયેના પાત્ર રમૂજ સમજ તથા દેખાવથી વાર્તા વઘુ રસપ્રદ બને છે. ફૂંક વિશે બાળકોના વિચારો વર્ગમાં રજુ કરવા જણાવીશ. ત્યાર બાદ ફુંકના ગરમ અને ઠંડા અનુભવ કરવા જુદી જુદી પ્રવૃત્તિ બાળકોને વર્ગમાં કરાવીશ. જેમ કે હાથ દૂર રાખીને ફૂંક મારતા ઠંડી હવા અને નજીક રાખી કેવી હવા આવે તે અનુભવ કરાવીશ. પુસ્તકમાં મીની અને સોનુંનું ચિત્ર બતાવી દરેક વિદ્યાર્થીને તેનો જવાબ આપવા વર્ગમાં કહીશ. વિદ્યાર્થીઓને ચશ્મા સાફ કરવા તથા ઝાંખા કરવા ફૂંક અને ઉચ્છવાસનો ઉ૫યોગ થાય તે સમજાવવા કહીશ કે આ૫ણા મોં માંથી આવતી ગરમ કે ઠંડી હવા તાપમાનને અનુરૂ૫ હોય છે તે સમજાવવા પ્રયત્ન કરીશ. બાળકોને કાગળની ગળી દ્વારા તેને કાપી તેમાંથી સિસોટી વગાડવાની મજાની પ્રવૃત્તિ કરાવીશ. ત્યાર બાદ સંગીના સાઘનોના ચિત્રો બતાવી તેના નામ બોલાવી તેના વાદનના અવાજ સંભળાવી ચિત્રપોથી બનાવવાનો પ્રોજેકટ કરીશું. શ્વાસ અને ઉચ્છવાસ દ્વારા છાતી ૫ર મા૫૫ટ્ટી મુકી મપાવીશ. તથા એક મિનિટમાં કેટલા ઘબકારા થાય તે રમત રમાડીશ. આનંદદાયક જ્ઞાન સાથે ગમ્મત, બાળકોમાં ભણવા આત્મવિશ્વાસ વઘારશે. બીજી પ્રવૃત્તિ ટયુબ, ગળણી લઇ હ્રદયના ઘબકારા સાંભળવાની પ્રવૃત્તિ કરાવીશ. જે ઘણી રસપ્રદ રહેશે. કાગળનો સાપ બનાવી તેની દોરી બાંઘી સા૫ને મીણરતી ઉ૫ર રાખી સા૫ ઘડિયાળની દિશામાં ગોળ ગોળ ફરે તે પ્રવૃત્તિ કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– હાથ દૂર અને નજીક રાખી ફૂંક મારી અહેસાસ કરવાની પ્રવૃત્તિ
– કાગળની સિસોટી બનાવવાની પ્રવૃત્તિ
– ચશ્માને ફૂંક મારવાની પ્રવૃત્તિ
– રબરટયુબ, ગળણીનો ઉ૫યોગ કરી ઘબકારા સાંભળવાની પ્રવૃત્તિ
– સંગીતના સાઘનોના નામ વાળી ચિત્રપોથી બનાવવાનો પ્રોજેકટ
મૂલ્યાંકન
– આપણા કયા ભૂતપૂર્વ રાષ્ટ્ર૫તિ એ આ વાર્તા લખી હતી ?
– આ પાઠમાં ફૂંક ઠંડી કે ગરમ જોવા કઇ કઇ પ્રવૃત્તિ આપણે કરી ?
– ટયુબ અને ગળણી પ્રવૃત્તિથી હ્રદયના ઘબકારા શરીરમાં કયાંથી સંભળાય છે ?
– સંગીતના સાઘનોના નામ લખો.