ધોરણ : 5 વિષય : પર્યાવરણ
પાઠનું નામ:
૭. પાણી સતહ ના પ્રયોગો
અધ્યયન નિષ્પતિ :
– અવલોકનો, અનુભવો, માહિતી ની વ્યવસ્થિત નોદ કરે છે અને તેમ આધારે ઘટનાઓ કે પ્રવૃતિ ઓની તરાહો ના કરી કરણ સબંધ સ્થાપિત કરે છે.
– આકાર, સ્વાદ, ગંધ, રંગ, રચના, ધ્વનિ, ખાસિયતો, વગેરે ગુણધર્મો ના આધારે પદાર્થો કે સામગ્રી નું વર્ગીકરણ કરે છે.
– કોઈ ઘટનાઓ અંગે ની પરિસ્થિતિ ઑ ગુણધર્મો અંગે અનુમાન કરે છે.
– તેમજ અવકાશી જથ્થો અને સમય અંગે સાદા અને પ્રમાણભૂત એકમોમાં અંદાજ કાઢે છે.
– સાદા સાધનો ગોઠવણ નો ઉપયોગ કરી ખાતરી કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– શું તરે – શું ડૂબે ? તે જાતે પ્રયોગ દ્વારા સમજ
– શાળા માં પ્રાપ્ય વસ્તુઓ, પદાર્થ ને પાણીમાં નાખીને ચકાસવું
– તેમાં અનુમાન તેની ચકાસવી, સાચું કે ખોટું કોષ્ટક માં નોંધ.
– ખાલી જગ્યા તે પ્રયોગ બાદ પુરવી
– મીઠાને લીધે પાણી માં લીંબુ તરે તે જાદુ
– મૃત દરિયો
– શું ઓગળે શું ના ઓગળે
– ઊકળતું પાણી બાષ્પીભવન થાય તે સમજ
– દાંડી યાત્રા આજડીનો સંઘર્ષ વિષે માહિતી
શૈક્ષણિક સાધન :
– થાળી, પાણી, ચમચી
– પ્લાસ્ટિકની બોટલનું ઢાંકણું
– સાબુદાની, સાબુ
– મીઠું, લીંબુ
– માટી, ચોક, પાવડર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– વિદ્યાર્થીઓને પુસ્તક માં વાંચન કરી પૂરી તેલમાં તરે, ના ફુલે, તે ડૂબે પાણી માં શું થાય ? વગેરે વાંચી સાંભળવીશ. ત્યારબાદ પાણી સાથે પ્રયોગની વાત હોવાથી શાળામાં આ પદાર્થ દ્વારવાર ફરતી મોત વાસણ માં પાણી ભરી તે ડૂબે કેટરે છે તે નોંધાવી સાબુદાની અને સાબુ નો પ્રયોગ કરી બતાવીશ. ત્યાર બાદ પાના નંબર ૬૨ ઉપર આપેલ પદાર્થ ના નામ તેનું અનુમાન કરવા જણાવીશ. અને પ્રયોગ કરી અનુમાન સાચું કે ખોટું તે નોંધવા જણાવીશ. તે કોષ્ટક અને અનુમાન પર થી ખાલી જગ્યાઓ પુરાવા જણાવીશ.
– વિદ્યાર્થીઓ ને જાદુ જેવી વાત કરીશ. તથા લીંબુ મીઠું નો પ્રયોગ વર્ગમાં કરવી તે મુજબ મૃત દરિયાની વિદ્યાર્થીઓ ને વાત કરીશ કે મીઠાનું સૌથી વધુ પ્રમાણ હોવાથી તેમ કોઈ ડૂબતું નથી. ત્યારબાદ બીજો એક પ્રયોગ જેમાં ચાર – પાંચ વાટકી લઈ પાણી લઈ જુદી – જુદી વસ્તુઓ પાણીમાં નાખો તો તે ઓગળે છે કે નહીં એ અવલોકન કરી જણાવીશ. ત્યારબાદ નોંધ કરાવીશ. પાણી ઉકળતા તેનું બાષ્પી ભવન થાય છે તે વિદ્યાર્થીઓ ને સમજાવીશ. વિદ્યાર્થીઓ ને ગાંધીજી દ્વારા આઝાદી નો સંઘર્ષ અને ગાંધીજીની દાંડી યાત્રા વિષે વાત કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– શાળામાં ના પદાર્થ વસ્તુઓ ડોલ માં પાણી ભરી તેમ તરે કે ડૂબે તે પ્રવૃતિ
– એક પાણી ભરેલું મોટું વાસણ તેમાં પુસ્તક માં બતાવેલ વસ્તુ ઑ એક પછી એક પાણીમાં મૂકી અવલોકન નો પ્રયોગ
– પાણી ભરેલા વાટકા કે પ્યાલામાં ઓગળે તે પ્રવૃતિ
મૂલ્યાંકન
– સ્ટીલ ની થાળી, ચમચી પાણી માં તરે કે ડૂબે તે ચકાસો
– વર્ગ માં કે શાળામાં મળતા પદાર્થ પાણી માં તરે કે ડૂબે છે તે પ્રયોગ કરો
– ખાલી જગ્યા ઑ પૂરો
– કોષ્ટક માં વસ્તુઓ આગળ કે નહીં તે જોઈને નોંધ કરો.
– દાંડીયાત્રા કોને કરી હતી ?