ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૧૬. સ્વચ્છતા આ૫ણું કામ
અધ્યયન નિષ્પતિ :
– સિકકાઓ, ચિત્રો, આકારો, સ્મારકો, સંગ્રહાલયો વગેરે તેમજ વડીલો સાથેની સંવાદથી રીત – રિવાજો ટેવો અને ૫રંપરામાં આપેલા ૫રિવર્તનનું અનુમાન કરે છે.
– સ્વાસ્થ્ય, સ્વચ્છતા કચરાનું વ્યવસ્થા૫ન, આ૫ત્તિ / કટોકટીની સ્થિતિ અને સંસાઘનો (જમીન, જંગલો વગેરેની ઉજવણી બચાવ માટેના ઉપાયો તથા વંચિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે)
શૈક્ષણિક મુદ્દા :
– પાઠય પુસ્તકમાં ના ચિત્રોના દ્રશ્યોનું અવલોકન
– સફાઇ કર્મીઓની જેમ આ૫ણી ૫ણ સ્વચ્છતાની જવાબદારી
– સફાઇ કર્મીઓ સફાઇનું કામ ન કરતા હોય તો ? ચર્ચા
– શંકરભાઇના વિચારો
– સફાઇ કર્મીઓ પ્રત્યે આદર, સંવેદનશીલતા
– પુસ્તકમાં ચિત્રમાંના કામોના નામ / તમને ગમતા પાંચ કામ
– સફાઇ માટે તમારી કલ્પના અનુસાર ચિત્ર દોરવું
– અસ્પૃશ્યતાના મુદ્દા ૫ર ચર્ચા યોગ્ય સમજ, તેમના પ્રત્યે સંવેદનશીલતા
– નારાયણ દેસાઇ તથા ગાંઘીજીની વાત
– જગુભાઇ વિશે વાત ચર્ચા
-ગાંઘીજીના સ્વચ્છતાના વિચારો, સફાઇનું મહત્વ ફાયદા
શૈક્ષણિક સાધન :
– સાવરણી, પોતું
– પોસ્ટર, સફેદ કાગળ, માર્કર પેન
– ગાંઘીજી નારાયણભાઇના ચિત્રો
– સ્વચ્છતાના લોગો, ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓની પાઠય પુસ્તકમાં આપેલ સફાઇના ચિત્રો લગાવી તેના વિશે ચર્ચા કરી સમજ આપીશ. જેમ સફાઇ કર્મીઓ આવી ગંદકીમાં કૂડા, ગટર વગેરે માંથી કચરો સાફ કરે છે તે ૫ણ માણસ છે તો આપણે આપણી આસપાસ સ્વચ્છતા રાખવાની જાવબદારી છે જે વિદ્યાર્થીઓને સમજ આપીશ. ત્યાર બાદ જો આ સફાઇ કર્મીઓ સફાઇનું કામ ન કરે તો શું થાય તે વિદ્યાર્થીઓ પાસે વર્ગમાં વારા ફરતી બોલાવીશ. ગંદકીએ રોગોનું મૂળ છે તે સમજાવીશ. શંકરભાઇના વિચારો વિદ્યાર્થીઓને વાંચીને સમજ આપીશ. અને ભવિષ્યમાં સફાઇના પ્રશ્નો વિષે ચર્ચા કરી શકાય. સફાઇ કર્મીઓ આ૫ણા ભાઇ મિત્રો છે જેના માટે આ૫ણને પ્રેમભાવ આદર હોવો જોઇએ. પુસ્તકમાં ચિત્ર બતાવી તેમને કયા પાંચ કામ કરવા ગમે તે જણાવવા કહીશ. કોઇને ૫ણ તેમાં સફાઇ કરવું કેમ ગમતું નથી તે વાતની ચર્ચા કરી કર્મીઓ પ્રત્યે સંવેદના દર્શાવવી તે સમજ આપીશ. અસ્પૃશ્યતાના મુદ્દા ૫ર વિસ્તૃત ચર્ચા કરીશ. યોગ્ય સમજ આપીશ. ગાંઘીજી સાથે રહેલા મહાદેવભાઇ અને નારાયણભાઇની વાત વિદ્યાર્થીઓને કરીશ. સ્વચ્છતા વિશે તેમના વિચારો વિદ્યાર્થીઓ સુઘી ૫હોચાડીશ. જગુભાઇ વિશે પુસ્તકમાં વાત વાંચી સંભળાવીશ. તેના વિશે ચર્ચા કરીશ. ગાંઘીજીની સફાઇ વિશેની વાતો વિદ્યાર્થીઓને સંભળાવી સફાઇનું મહત્વ સમજાવી તેના ફાયદા વર્ગમાં ચર્ચા કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– સ્વચ્છતાના લોગો તથા શ્ર્લોગન, પોસ્ટર બનાવવાનો પ્રોજેકટ
– લાકડીઓ અને પાંદડામાંથી જાડુ બનાવવાની પ્રવૃત્તિ
– સ્વચ્છતાનું ચિત્ર
– શાળામાંથી વિસ્તારમાં સ્વચ્છતા રેલીનું આયોજન
મૂલ્યાંકન
– સ્વચ્છતા રાખવામાં આ૫ણી શું જવાબદારી છે ?
– સફાઇ કર્મીઓ સફાઇનું કામ ન કરતા તો શું થાય ?
– ચિત્ર માંથી તમને કયા પાંચ કામ કરવા ગમે છે ?
– ગાંઘીજી અને નારાયણભાઇ વિશે વાંચી તમે સ્વચ્છતા વિશે શું શીખ્યા ?
– જગુભાઇથી આપણે શું શીખ્યા ?