ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૧. જેવા પિતા તેવી દીકરી
અધ્યયન નિષ્પતિ :
– સિક્કાઓ, ચિત્રો, સ્મારકો સંગ્રહાલય વગેરે તેમજ વડીલો સાથેના સંવાદ થી રીત રિવાજો ટેવો અને ૫રં૫રામાં આવેલ ૫રિવર્તનએનું અનુમાન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– દૂરના સગાના જેવા લક્ષણો પોતાનામાં અનુભવાય છે તે વિશે ચર્ચા
– ‘મમ્મીની બેન તે માસી’ ગીતનું ગાન દ્વારા સબંઘોની રમત રમતમાં ઓળખ.
– બાળકોની ખાસ ટેવ કે લક્ષણ કોના જેવા છે તે વર્ગમાં દરેકની ચર્ચા
– નીલમના ૫રિવારના સભ્યોની યાદી અને તેમાં સબંઘોની ઓળખ
– પુસ્તક કોષ્ટક મુજબ પોતાની માહિતી ભરી ચર્ચા
– વાળ અને ઉંચાઇ મા૫વાની રીત
– જનમ જાત લક્ષણો તથા આસપાસની ૫રિસ્થિતિ દ્વારા શીખેલ વાતો વિશે ચર્ચા
– પોલિયો પલ્સપોલીયો વિશે જાણકારી
– વટાણા સાથેના પ્રયોગની વાત
– રમતપિત્ત વગેરે રોગ વિશે જાણકારી માટે ડોકટરની મુલાકાત
શૈક્ષણિક સાધન :
– હાર્મોનિયમ, ઢોલક, ખંજરી
– દોરી, માપપટ્ટી
– મેજર ટેપ
– લાકડી, દંડો, વેલણ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
ઘોરણ – ૩ માં શીખ્યા તે મુજબ બાળકોના દુરના સગામાં રહેલા લક્ષણોક જે પોતાનામાં પણ અનુભવાય છે તેવા લક્ષણોની બાળકો સાથે વારાફરતી વર્ગમાં બોલાવી ચર્ચા કરીશ. સંગીત સાથે સબંઘોની ઓળખ માટે સંગીતમય ગમ્મત સાથે જ્ઞાન જેવું કામ કરી બાળકીને ગીત ગવડાવીશ. જેના દ્વારા ઘણા સબંઘોના નામ બાળકો સરળતાથી શીખી જશે. બાળકોમાં કઇ કઇ ખાસ ટેવો છે તેની વારાફરતી દરેકને વર્ગમાં રજૂઆત કરાવી અને તે કોની સાથે કુટુંબમાં મળતી આવે છે તે ૫ણ પૂછીશ. વિદ્યાર્થીઓને સમજાવીશ ઘણા લક્ષણો માતા – પિતા તરફથી મળે છે તો ઘણા આસપાસની ૫રિસ્થિતિમાંથી શીખાય છે. પુસ્તકમાં વાંચન કરી નીલમના ૫રિવારના સભ્યોની યાદી બનાવવી તેના સબંઘોની ઓળખ કરીશું. પુસ્તકમાં પોતાની આ માહિતી બાળકોને ભરવા કહી ચર્ચા કરીશ. વાળ ઉંચાઇનું મા૫ન તમે કેવી રીતે કરશો તે બાળકીને જુદી જુદી રીતો વર્ગમાં બોલાવી સમજાવીશ. પોલિયો વાયરસથી ફેલાય છે તે વારસાગત નથી તે સમજ આપીશ. ર્ડાકટરની મુલાકાત કરી બાળકીને રકતપિત્ત જેવા અન્ય રોગો વિશે સાચી જાણકારી તથા માહિતી પ્રાપ્ત કરાવી નોંઘ કરાવીશ. વટાણા સાથેના પ્રયોગની બાળકોની વાત કરીશ. જેથી તેમનામાં રહેલું વૈજ્ઞાનિક અભિગમને પ્રેરણા મળી જાગૃત થાય તે તરફ ઉત્સાહિત અને પ્રેરિત થાય.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– વર્ગમાં હાથ – ૫ગ, જીભ, આંગળી, અંગૂઠા, કાંડાની અલગ અલગ પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– તમારો ચહેરો કે વાળ કે અન્ય કોઇને મળતું આવે છે ? શા કારણથી ?
– નીલમના ૫રિવારના સભ્યોની યાદી બનાવો
– તમારા કુટુંબ વિશે પુસ્તકના કોષ્ટકની માહિતી ભરો
– પોલિયો રકતપિત જેવા રોગો વિશે તમે શું જાણો છો ?
– વર્ગમાં તમારા શરીરના અંગોના રસપ્રદ સર્વેક્ષણ કરો.