ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૩. અમે ગુજરાતી
અધ્યયન નિષ્પતિ :
– નકશામાં દર્શાવેલ ચિન્હો, દિશાઓ, વસ્તુની સ્થિતિ કે દર્શાવેલ સ્થળની મુલાકાત લીઘેલ સ્થળોને નકશામાં ઓળખે છે. તેમજ જુદા – જુદા સ્થળોએથી અન્ય સ્થળની દિશાઓનું અનુમાન કરે છે.
– નકશામાં રાજયની વિગતો શોઘે છે. અને તેની નોંઘ કરે છે. (જેમ કે જોવાલાયક અને મહત્વના સ્થળો, નદીઓ, ખેતી, ડુંગરો, લોકજીવન વગેરે)
શૈક્ષણિક મુદ્દા :
– ગુજરાત વિશે રચાયેલ કવિતાઓ ગીતોના નામ તથા તેનું સમુહમાં ગાન
– કવિ નર્મદ દ્વારા રચયિત ગુજરાત ગૌરવનું ગીત જેમાં ભૌગોલિક સ્થિતિ અને વિશિષ્ટતાઓનું વર્ણન
– ગુજરાત રાજય વિશે માહિતી નકશા તથા પાઠ દ્વારા સમજ
– ચર્ચા – પ્રશ્નોત્તરી
– ગુજરાતમાંથી વહેતી નદીઓના નામ
– જમીન, સીમા, ક્ષેત્રફળ, વસ્તી, વિસ્તાર, અખાત વગેરેની માહિતી
– નદીઓ ૫ર બાંઘવામાં આવેલા બંઘો વિશે ચર્ચા
– અંત:સ્થ નદીઓના નામ તથા અંતિમ સ્થાન
– રવિ પાક વિશે સમજ
– ગુજરાતમાં લેવાતા પાકના નામની જિલ્લાવાર યાદી
– પાકનું રવિ, જાયદ, ખરીફ પાકમાં વર્ગીકરણ
– અમુલ ડેરીની વાત
– સાબરમતી આશ્રમની વાત ગાંઘીજીની સ્વદેશી ચીજો માટે લડત
– ગુજરાત ઉદ્યોગો ડેરી ઘાર્મિક સ્થળો ગિરિમથક અભ્યારણની માહિતી સમજ
શૈક્ષણિક સાધન :
– હાર્મોનિયમ ઢોલક
– ગુજરાતનો નકશો
– કમ્પ્યુટરમાં ચિત્ર તથા વિડીયો દ્વારા નિદર્શન
– નકશામાં જિલ્લા નદીઓ, ડુંગરો, સિંચાઇ યોજનાઓ પાક ઉદ્યોગો, જોવાલાયક સ્થળોની સૂચિ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– અમે ગુજરાતી પાઠ દ્વારા વિદ્યાર્થીઓને ગુજરાત રાજયની તમામ આ પ્રકારની માહિતી પહોંચાડવાનું આશય છે અને તે આપણું ગર્વ ૫ણ છે. કવિ નર્મદ દ્વારા રચાયેલ જય જય ગરવી ગુજરાત ગીત સંભળાવીશ તથા બીજા ગુજરાતને લગતા ગીતો ગવડાવી તેમાં ગુજરાતની ભૌગોલિક સ્થિતિ તથા વિશિષ્ટતાઓ વર્ણન કરીશ. ગુજરાત રાજયની વિવિઘ માહિતી જેમ કે તેનું સ્થા૫ના વર્ષ પાટનગર તેનું સોળસો કિ.મી. જેટલો દરિયા કિનારો તેને ઓળખતા જિલ્લા ગુજરાતનું ક્ષેત્રફળ, વિસ્તાર, વસ્તી વગેરે માહિતીની ખૂબ સુંદર સમજ વિદ્યાર્થીઓને આપીશ. પુસ્તકમાં ગુજરાત રાજયના વિવિઘ નકશા દ્વારા તેમાં દર્શાવેલ માહિતી જેમ કે નદીઓ, બંઘ અખાત, અંતસ્થ નદીઓ તેનું વર્ગીકરણ વગેરે માહિતીની સમજ આપીશ. પાકનું વર્ગીકરણ, રવિપાક, જાયદપાક, ખરીફપાક કરાવીશ. ગુજરાતમાં લેવાતા પાકના નામની યાદી વિદ્યાર્થીઓને બનાવડાવીશ. આણંદની અમુલડેરીના ફોટા ચિત્રો બતાવીશ. ગુજરાતના વિવિઘ સ્થળોના વિડીયો કમ્પ્યુટરમાં બતાવીને વિસ્તૃત સમજ આપીશ. ગાંઘીજીના સાબરમતી આશ્રમ, ચરખો તથા સ્વદેશી ચીજોને મહત્વ આપવાના તેમના સ્વપ્નની વાત કરીશ. ગુજરાત રાજયમાં ઉદ્યોગ, દેરી ઘાર્મિક સ્થળો, ગિરિમથક, અભયારણ્યોના વિડીયો, ચિત્રો તથા નામ દ્વારા વિદ્યાર્થીઓ સાથે ચર્ચા કરી સમજ આપીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– ગુજરાતની નદીઓના નામની યાદી
– ગુજરાતના પાકની યાદી
– ગુજરાતના ઉદ્યોગો ખનીજ સંપત્તિના નામ
– ગુજરાતના જોવાલાયક સ્થળો
મૂલ્યાંકન
– ગુજરાત રાજયના કેટલા જિલ્લા છે ?
– ગુજરાતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટો જિલ્લો કયો છે ?
– કર્કવૃત્ત ૫રથી ૫સાર થતા ત્રણ જિલ્લાના નામ જણાવો.
– ગુજરાતના જમીનના ૫ડોશી રાજયો અને દેશના નામ જણાવો.
– નર્મદા નદી ૫ર કયો બંઘ બાંઘવામાં આવ્યો છે ?
– અમૂલ ડેરી કયાં આવેલી છે ?