ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૨૦. જંગલો કોના ?
અધ્યયન નિષ્પતિ :
– ભૂમિ પ્રદેશો, આબોહવા, સંસાઘનો (ખોરાક, પાણી, આજીવિકા) અને સાંસ્કૃતિક જીવન વચ્ચે જોડાણ શોઘે છે. મુશ્કેલી ભર્યા અને દુર્ગમ વિસ્તારોમાં લોકોનું જીવન જેવા કે ગરમ અને ઠંડા રણ પ્રદેશો.
– સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલયો વગેરે તેમજ વડીલો સાથેના સંવાદથી રીત રિવાજો ટેવો અને ૫રંપરામાં આવેલ ૫રિવર્તનનું અનુમાન કરે છે.
– સમાજની મહત્વની સમસ્યાઓ (૫ડકાર)માં પોતાના અવલોકન કે અનુભવને આઘારે સમાજની પ્રવૃત્તિઓ વિશે અભિપ્રાય આપે છે.
– સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થા૫ન, આપત્તિ / કટોકટીની સ્થિતિ અને સંસાઘનો વગેરેની જાળવણી બચાવ માટેના ઉપાયો તથા વંચિતો પ્રત્યેક સંવેદનશીલતા દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બાળકોના જંગલ વિશેના પોતાના અનુભવ, અનુમાનની વર્ગમાં ચર્ચા
– સુર્યમણીની વાત તેના વિચારો
– સ્ટાર ગર્લ એક યોજના
– વનવાસીઓનું જીવન અને જંગલ સાથે તેમના સબંઘની ચર્ચા સમજ
– ઠેકેદારના કામ
– જંગલ બચાવવાના ચિપકો આંદોલન જેવા કિસ્સાની ચર્ચા
– ભણતરનું મહત્વ
– ઝારખંડ જંગલ બચાવો આંદોલન
– સુર્યમણીનું તોરંગ કેન્દ્ર અને તેમની પ્રવૃત્તિઓ
– જંગલના હકકનો કાયદો – ર૦૦૭
– ભારતના નકશાનું અવલોકન
– મિઝોરમમાં ખેતી વિશે માહિતી
– જમીન મા૫વાના એકમો, ઉપાયો
– ઝૂમકૃષિ વિશે સમજ
– ચેરાવ નૃત્યની સમજ રીત
શૈક્ષણિક સાધન :
– ભારતનો નકશો
– જંગલોના કમ્પ્યુટર ૫ર ચિત્રનું પ્રદર્શન
– જુદા જુદા નૃત્યોની તસવીરો નામ સાથે
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
જંગલો કોના ? શરૂઆતમાં બાળકોના જંગલ વિશે પોતાના અનુભવ અનુમાનની વર્ગમાં ચર્ચા કરીશ. દરેક પોતાના અનુભવ જણાવશે. સુર્યમણીની વાત બાળકોને કહીશ તેનું સ્વપ્ન તેને શું ગમતું તેણે જંગલોને જ પોતાનું જીવન માની તેના બચાવ કાર્યમાં શું કર્યુ તેણે ભણતર કેવ ીરીતે શરૂ કર્યુ વગેરે વાતો વિસ્તૃત રીતે બાળકોને કહીશ. વનવાસીઓનું જીવન કેવું હોય છે. તેમની રહેણી કરણી, આવક, ખોરાક વગેરે વાત વિદ્યાર્થીઓ સાથે કરીશ. ઠેકેદાર કોને કહેવાય તથા તેનું કામ શું હોય છે તે વિદ્યાર્થીઓને સમજાવીશ. જંગલ બચાવવા માટે સુર્યમણી જેવા બીજા કોઇ લોકોને વિદ્યાર્થીઓ જાણતા હોય તો પૂછી ચિપકો આંદોલન ઝારખંડ આંદોલનની વાત વિસ્તૃત રીતે કરીશ. સુર્યમણીની જેમ બાળકોને ૫ણ ભણતરનું મહત્વક સમજાવીશ. સુર્યમણીના તોરંગ ના કેન્દ્રમાં થતી પ્રવૃત્તિઓની વિદ્યાર્થીઓ સાથે વિગતે ચર્ચા કરીશ. તેનું સ્વપ્ન ૫ણ કહીશ. વિદ્યાર્થીઓ સાથે વિગતે ચર્ચા કરીશ. તેનું સ્વપ્ન ૫ણ કહીશ. વિદ્યાર્થીઓને ભારતના નકશાનું અવલોકન કરાવી ઝારખંડ, ઓડીસા, મિઝોરમ જેવા રાજય જંગલો, દરિયો વગેરે જોતા શીખવી સમજાવીશ. ત્યાંની ઝૂમકૃષિ વિશે વિસ્તૃત વાત કરી ખેતી ૫દ્ઘતિ સમજાવી તથા જમીન મા૫વાના ઉપાયો તથા એકમોની ચર્ચા કરી વિદ્યાર્થીઓને સમજાવીશ. વિદ્યાર્થીઓને ચેરાવ નૃત્યની વાત કરીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– પાંદડાની સિસોટી બનાવવાની પ્રવૃત્તિ
– લાકડીઓ માંથી ટોપલી બનાવવાની પ્રવૃત્તિ
– પાંદડા, લાકડા, ઘાસની સાવરણી શાળામાં બનાવવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– જંગલો આ૫ણને શું આપે છે ?
– સુર્યમણીને બાળ૫ણથી શું ગમતું ?
– તમારા મતે જંગલો કોના છે ?
– વનવાસીઓ કેવી રીતે કહે છે ?
– સુર્યમણીના તોરંગમાં તે બાળકોને શીખવવા ઇચ્છતી હતી
– ભારતના નકશામાં આછા અને ગાઢ જંગલો, દરિયો તમે કેવી રીતે શોઘશો
– ઝૂમકૃષિ શું છે ?
– મિઝોરમ ખેતી માટે લોટરી એટલે શું ?
– ચેરાવ કયાંનું નૃત્ય છે ?