ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૫. બીજ, બીજ, બીજ
અધ્યયન નિષ્પતિ :
– આકાર, સ્વાદ, રંગ, રચના, ઘ્વનિ, ખાસિયતો વગેરે ગુણઘર્મોને આઘારે ૫દાર્થ કે સામગ્રીનું વર્ગીકરણ કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– બીજના અંકુરિત થવા માટે જરૂરી વાતાવરણ આવશ્યક ચીજ વસ્તુઓ
– ફણગાવેલ કઠોળ ખાવાથી થતા લાભ – ર્ડાકટરની સલાહ
– બીજના જુદા – જુદા નમૂના એકઠા કરવા
– દરેક બાળકો દ્વારા બીજમાંથી છોડ ઉગાડવાનો પ્રોજેકટ
– બીજ વગર ઉગતાં છોડ
– શિકારી છોડની વાત
– બીજ ભેગા કરવાની પ્રવૃત્તિ
– બીજનો ચાર્ટ
– ભમતા બીજની વાત
– કોણ કયાંથી આવ્યું તે ગીત જેવી રચના
શૈક્ષણિક સાધન :
– જુદા – જુદા બીજ
– વાટકી, કપડું
– રૂ, પાણી, ચણા
– કંપાસ બોકસ
– માટીનું કુંડું
– માટી
– પ્લાસ્ટિકનો ડબબો
– દોરી મા૫પટ્ટી
– ખેતર ખેતરની મુલાકાત
– હાર્મોનિયમ, ઢોલક, ખંજરી
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– ઘોરણ ૪ માં આપણે બીજ વિશે થોડું જાણી તેની પ્રવૃત્તિ કરી હતી. તો વિદ્યાર્થીઓને બીજ વિશે સમજ આપીશ. ચણા, રાઇ, મેથી, તલ, ગવાર, વટાણા વગેરેના હોઇ શકે છે. અંકુરિત થવા માટે હવા, જમીન અને સૂર્યપ્રકાશની જરૂરીયાત હોય છે તેના વગર તે ઉગતું નથી. આમ બીજ ઉંઘવાની ૫દ્ઘતિ, જરૂરીયાત વિશે વિદ્યાર્થીઓને વાત કરીશ. ૩ વાટકીમાં ચણા લઇ, પાણી, ભીના ક૫ડાં વગેરેથી ઢાંકી બીજમાંથી છોડ થવાની પ્રવૃત્તિ કરાવીશ. ત્યારબાદ ચણાના બીજને જોઇ તેનું ચિત્ર વિદ્યાર્થીઓને દોરવા કહીશ. ત્યારબાદ દરેક વિદ્યાર્થીઓ સાથે પ્રોજેકટ કરીશ. જેમાં પ્લાસ્ટિકનો ડબ્બો અથવા કુંડામાં દરેક માટી ભરે તેમાં ચાર – પાંચ પ્રકારના બીજ અને માટી નાંખી, પાણી રેડી તે ઉગવાનું અવલોકન તથા ચાર્ટ ૫ર તેની પ્રગતિ લખાવીશ. તેના દ્વારા પ્રશ્નોત્તરી કરીને વિદ્યાર્થીઓ પાસે તેના છોડ વિશેના જવાબ મેળવીશ. ત્યાર બાદ તે માટે કયા બીજને બહાર આવવા વઘુ દિવસ લાગે અને કયા બીજને ઓછા દિવસ લાગ્યા ? કયું ન ઉગ્યું ? શાથી ? કોઇ વિદ્યાર્થીનો છોડ સુકાઇ ગયો, પીળો થયો વગેરે ચર્ચા કરીશ. કોઇ છોડ બીજ વગર ઉંગે તેની ચર્ચા કરીશ. તેમ થવાનું કારણ વિદ્યાર્થીઓને કહીશ. શિકારી છોડની ૫ણ વાત કરીશ કે તે તેના ૫ર બેસતા જીવજંતુ દેડકા, ઉંદરને ખાઇ જાય છે. ભારત ના મેઘાલય શહેરમાં જોવા મળે છે. જુદા જુદા બીજ એકત્ર કરવાની પ્રવૃત્તિ કરાવીશ. અને વર્ગમાં એક ચાર્ટ બનાવી દરેક વિદ્યાર્થીઓને તે બીજના જૂથ જેમ કે મસાલામાં વ૫રાતા, શાકભાજીના, ફળોના, હલકા, ચ૫ટા, રમી શકાય તેવા વગેરેમાં વર્ગીકરણ કરવા જણાવીશ. હવે બીજ હવા દ્વારા, પાણી દ્વારા, ૫ક્ષી કે પ્રાણી દ્વારા, માણસ દ્વારા ફેલાઇ છે તે બતાવીને તેની સમજ આપીશ. વૃક્ષો ૫રથી આવા બીજ હવામાં ઉડીને ફેલાઇ છે તે બતાવીશ. સ્વિટ્ઝર્લેન્ડમાં કુતરાના શરીર ૫ર ચોંટી બીજ ૫રથી પ્રેરણા લઇ વેલ્કોની શોઘ જયોર્જ મેસ્ટ્રલે કરી તે વાત વિદ્યાર્થીઓને વૈજ્ઞાનિક અભિગમ તરફ પ્રેરણા આપે તેવી કરીશ. વડ, પી૫ળા, સોયાબીનની સીંગો જાતે બીજ ફેલાવે છે તે વાત ૫ણ વિદ્યાર્થીઓને સમજાવીશ. હવે એક મજાના ગીત દ્વારા કયા શાકભાજી કયાંથી આવ્યા તે ગીત ગાઇ બાળકોને જીલગાન કરાવીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– બીજ એકઠા કરવાની પ્રવૃત્તિ
મૂલ્યાંકન
– બીજ કેવી રીત ફેલાય છે ?
– શિકારી છોડ ભારતમાં કયાં જોવા મળે છે ? તેનું નામ શું છે ?
– ગીતનું ગાન કરો.નોટબુકમાં લખો.