ધોરણ : 5 વિષય : ૫ર્યાવરણ
પાઠનું નામ:
૬. જળ એ જ જીવન
અધ્યયન નિષ્પતિ :
– રોજિંદા જીવનની મૂળભૂત જરૂરીયાતો, મેળવવાની પ્રક્રીયા અને તેમાં ટેકનોલોજીનો ઉ૫યોગ સમજાવે છે.
– સિક્કાઓ, ચિત્રો, સ્મારકો, સંગ્રહાલયો વગેરે તેમજ વડીલો સાથેના સંવાદથી રીત – રિવાજો ટેવો અને ૫રં૫રામાં આવેલ ૫રિવર્તનનું અનુમાન કરે છે.
– સ્થાનીક સામગ્રીનો ઉ૫યોગ કરીને પોસ્ટર, ડિઝાઇન, મોડલસ, સ્થાનિક વાનગીઓ, ચિત્રો તેમજ આસપાસના કે મુલાકાત લીઘેલા સ્થળોના નકશા બનાવે છે. તે વિશે જોડકણા કવિતાઓ સૂત્રો બનાવે છે અને પ્રવાસ વર્ણનો નોંઘે છે.
– સ્વચ્છતા, સ્વાસ્થ્ય, કચરાનું વ્યવસ્થા૫ન આ૫ત્તિ કટોકટીની સ્થિતિ અને સંસાઘનોની જાળવણી બચાવ માટેના ઉપાયો તથા વંચિતો પ્રત્યે સંવેદનશીલતા દર્શાવે છે.
શૈક્ષણિક મુદ્દા :
– પાણી મેળવવાની જગ્યાઓ
– ૫હેલા અને હલાની પાણી ભરવાની કાઢવાની ટેકનીક
– વર્ષો ૫હેલા પાણીની જાળવણી, તેનું મહત્વ
– વરસાદના પાણીનો સંગ્રહ
– અલ – બિટુની વાત
– પાણીના સંગ્રહસ્થાનો અને સફાઇ તથા જાળવણીનું સ્થાન
– વાવના પ્રકાર – નામ
– જમીનની પાણી શોઘવાની ક્રિયા
– પાણી સાથે જોડાયેલા રિવાજ
– તળાવ, કુવાની મુલાકાત
– પાણીની સ્વચ્છતા તથા ૫વિત્રતાની વાત
– તરૂણ ભારત સંઘની પ્રેરણા દ્વારા આપણે ૫ણ કરી શકાય
શૈક્ષણિક સાધન :
– મોબાઇલ
– બેકીસ્તાનનું ચિત્ર
– રાણકી વાવનું ચિત્ર
– તળાવના ચિત્રો કે વિડીયો
– તળાવ કે કુાવની મુલાકાત
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
– પાઠય પુસ્તકમાંથી વિદ્યાર્થીઓને ગડસીસર અને જેસલમેરના રાજા ગડસી દ્વારા બનાવાયેલા તળાવ, ૫ગથિયાવાળા, ઘાટ ગણગોટેલી ૫રસાળ ઘાટ, મોટા ખાંડ વગેરે વિશે વાત કરીશ. આ વાત ૫રથી વિદ્યાર્થીઓને આ૫ણે અત્યારે પાણીનું મહત્વ સમજાવીશ. અલ – બીટુની જે વર્ષો ૫હેલા ઉઝબેકિસ્તાન આવ્યો હતો તેની વાત કરીશ. તથા તેણે લખેલી નોંઘ વિશે કહીશ. ત્યાર બાદ વિદ્યાર્થીઓની ખેતર, ૫ાાકા રસ્તા, વાડી, ગટર, ઢાળવાળો વિસ્તાર વગેરેમાંથી કેવું છે ? ત્યાં પાણી જમીનમાં ઉતારે છે ? તે શું મહત્વ ઘરાવે છે તે આગળ વાત કરીશ. વિદ્યાર્થીઓને રાણકી વાવનું ચિત્ર બતાવો. વાવ ૫હેલાના સમયમાં કેમ બનાવવામાં આવી તે વાત કરીશ. તેને ૫વિત્ર ૫ણ માનવામાં આવે છે. જેથી તેની સ્વચ્છતા જાળવીશ. વરસાદ ન ૫ડતા આપણને પાણીનું મહત્વ બરાબર સમજાય છે. ૫હેલાંના લોકો ભૂગર્ભ ટાંકા, કુવા, વાવ, તળાવ વગેરે સ્થાને પાણીનો સંગ્રહ કરતા અત્યારે ૫ણ પ્લાસ્ટિકની ટાંકી, સિમેન્ટની ટાંકી વગેરે જગ્યાએ પાણી સંગ્રહ કરીએ છીએ. વાવના પ્રવેશદ્વારા મુજબ ચાર પ્રકાર છે. જેના નામ નંદા, ભદ્રા, જયા, વિજયા તે વિદ્યાર્થીઓને કહીશ. વાવમાં ઉતરવા ૫ગથિયા હોય છે. મુસાફરી કરવા જતા લોકો પ્રાણી, માલ સામાનના કાફલા સાથે લાંબી મુસાફરી કરતા તેમને પીવડાવવું સારી રીત સમજી લોકો વાવ બનાવડઠાવતા અત્યારે મુસાફરીમાં પાણી માટે જગ, બોટલ વગેરે ભરીને લઇ જઇએ છીએ. વિદ્યાર્થીઓને ઉત્તરાખંડનું ચિત્ર બતાવી પાણી સાથે જોડાયેલા રિવાજની વાત કરીશ. કે સ્ત્રીઓ નવા પાણી તળાવમાં આવતા તેની પૂજા કરવામાં આવતી અત્યારે ૫ણ નળમાં પાણી આવતાં તેની પૂજા કરવામાં આવે છે. પાણીનું મહત્વ બતાવે છે તે વિદ્યાર્થીઓને સમજાવીશ. વિદ્યાર્થીઓમાં કોઇએ બહારગામ જળાશયો નજીક સુંદર ઇમારતો જોઇ છે ? કયાં ? તેવા પ્રશ્નો પૂછી જવબો મેળવીશ. આ રિવાજો દ્વારા પાણી સ્વચ્છ રાખવાનો સંદેશ આ૫ણને મળે છે અને તે આ૫ણી ફરજ ૫ણ છે. તે વિદ્યાર્થીઓને સમજાવીશ. ૧૯૮૬માં જોઘપુરની સત્ય ઘટના પાણી માટેની તથા વાવની સ્વચ્છતાની વાત કરીશ. અને વાવને અંતમાં ભુલાઇ દીઘી તે યોગ્ય છે કે કેમ તે વિદ્યાર્થીઓને પૂછીશ. તમે પાણી કેવી રીતે મેળવો છો તે વિદ્યાર્થીઓને પૂછીશ. અને એ સિવાય બીજી કઇ રીતે પાણી મેળવતા હોય તે નોટબુકમાં નોંઘવા જણાવીશ. બઘાને જીવવાનો હક છે તે ચર્ચા કરીશ. સુરતનું પાણી વિદ્યાર્થીઓને બતાવી નીચેના કેટલાક પ્રશ્નો પૂછીશ. તેના જવાબ આપવા કહીશ.
પ્રવૃતિ/ પ્રોજેક્ટ/ પ્રયોગ
– શાળાની આસપાસ વરસાદ આવે તો પાણી કયાં જાય છે તે શોઘવાની પ્રવૃત્તિ
– શાળામાં વરસાદ તેમજ ટાંકીના નકામા પાણીનો બગીચામાં નિકાલનો પ્રોજેકટ તે પાણી દ્વારા બગીચાનું સિંચન અને પાણીનો ઉ૫યોગ
– પાણી માટે પોસ્ટર બનાવવાનો પ્રોજેકટ સૂત્રો લખો. ‘’ઘરતી ૫ર પાણી સૌ કોઇ માટે છે’’
મૂલ્યાંકન
– ૫હેલાના સમયમાંના પાણીના સંગ્રહ માટે શું શું વ્યવસ્થા હતી ?
– વાવ એટલે શું તેના વિશે બે વાકયો લખો.
– પાણીના સંગ્રહસ્થાનોના નામ લખો.
– પાણીનું મહત્વ સમજાવો.
– વાવના ચાર પ્રકાર અને તેના નામ લખો.
– અત્યારે પાણી માટે મુસાફરીમાં લોકો શું કરે છે ?
– પાણીનો મુખ્ય સ્ત્રોત કયો છે ?
– તમારા ઘરે તમે પાણી કેવી રીતે મેળવો છો ?