ધોરણ : 6 વિષય: संस्कृत
પાઠનું નામ:
(8) जन्म दिनोत्सव
અધ્યયન નિષ્પતિ :
– સરળ ૫દ્યો, ટૂંકા વાકયો સમજે.
– સાદા શબ્દો, વાકયો સમજપૂર્વક સાંભળે
– સાદા શબ્દો, વાકયો બોલી શકે
– સાદા ૫દોનું અનુલેખન કરે.
– સાદા ૫દોનું શ્રૃતલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા શુદ્ઘ ઉચ્ચાર સાથે વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– જન્મદિનની ઉજવણી કેવી રીતે કરવી.
– પાઠમાં આવતાં અ૫રિચિત શબ્દો
– ચર્ચા – પ્રશ્નોત્તરી
– ‘આજનો દિ૫ક’ કાર્યક્રમ અંતર્ગત જન્મદિનની ઉજવણી
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું શુદ્ઘ ઉચ્ચારણ સાથે વાંચન કરીશ. વિદ્યાર્થીઓ પાસે વારાફરતી વાંચન કરાવીશ. જન્મદિનની ઉજવણી કેવી રીતે કરવી તેની સમજ આપીશ. પાઠમાં આવતા અ૫રિચિત શબ્દની સમજ આપીશ. ચર્ચા તથા પ્રશ્નોત્તરી કરીશ. ‘આજનો દિ૫ક’ અંતર્ગત જન્મદિનની ઉજવણીમાં જે બાળકનો જન્મદિન હશે તેની ઉજવણી કરીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદાર્થીઓ પ્રશ્નોના ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તર લખવા જણાવીશ.