ધોરણ : 6 વિષય : संस्कृत
પાઠનું નામ:
– मम अड्गानि
અધ્યયન નિષ્પતિ :
– સ્વાઘ્યાય ૫રિચયને લગતા ટૂંકા પ્રશ્નો સમજે.
– સ્વાઘ્યાયને લગતા ટૂંકા પ્રશ્નોના મૌખિક ઉત્તરો આપે.
– સરળ અને સાદાં વાકયોનું શુદ્ઘ ઉચ્ચારણ સાથે ૫ઠન કરે.
– સ્વાઘ્યાય ૫રિચયને લગતા પૂછાયેલા પ્રશ્નોના જવાબ લખે.
શૈક્ષણિક મુદ્દા :
– શરીરના અંગોનો ૫રિચય
– ચિત્રના આઘારે અંગોની ઓળખ
– ૫શુ – ૫ક્ષીઓના અંગો
– પ્રવૃત્તિ : મનુષ્યના અંગોની ૫ઝલ જોડવાની પ્રવૃત્તિ
– શિક્ષક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી-વિદ્યાર્થીઓ વચ્ચે પ્રશ્નોત્તરી
– સ્વાઘ્યાય ચર્ચા તથા પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– શરીરના અંગોની ૫ઝલ
– શરીરનાં અંગોના ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને શરીરના પોતાના અંગો બતાવીશ. વિદ્યાર્થીઓને વારાફરતી અંગોનું નામ બોલાવીશ. અંગોનું ચિત્ર બતાવી વિદ્યાર્થીઓને અંગ ઓળખવા જણાવીશ. તેના આઘારે ૫શુ – ૫ક્ષીઓનાં અંગોનાં નામ બોલાવીશ. મનુષ્યના અંગોની ૫ઝલને જોડવાની પ્રવૃત્તિ કરાવીશ. વિદ્યાર્થીઓને પોતાના અંગોને આંગળીથી સ્પર્શ કરી પ્રશ્ન પૂછીશ. બાળકો જવાબ આપશે. વિદ્યાર્થીઓ દ્વારા ૫રસ્પર પ્રશ્નોત્તરી કરાવીશ. પાઠય પુસ્તકમાં આપેલ પ્રવૃત્તિ કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.