ધોરણ : 6 વિષય : संस्कृत
પાઠનું નામ:
(2) दक्षिण पादम
અધ્યયન નિષ્પતિ :
– સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) ટૂંકા વાકયોને સમજે.
– સરળ પદ્યો (સુભાષિતો, પ્રહેલિકા અને ગીતો) ટૂંકા વાકયો શુદ્ઘ ઉચ્ચારણ સાથે બોલે.
– સાદાં, સરળ, ગેય સુભાષિતો અને ગીતોનું લયબદ્ઘ ૫ઠન કરે અને ગાન કરે.
– સાદા શબ્દોનું અનુલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા ગીતનું ૫ઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક ૫ઠન
– શિક્ષક દ્વારા ગીતનું અભિનય સાથે ગાન
– વિદ્યાર્થીઓ દ્વારા અભિનય સાથે ગાન
– અ૫રિચિત શબ્દોનો ૫રિચય
– સ્વાઘ્યાય
– રમતોની યાદી બનાવવાની પ્રવૃત્તિ
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ઓડિયો કેસેટ
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ ગીતનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક ૫ઠન કરાવીશ. ગીતનું અભિનય સાથે ગાન કરાવશી. વિદ્યાર્થીઓ સમુહ અંગ કસરતના અભિનય સાથે ગાન કરશે. ગીતમાં આવતાં અ૫રિચિત શબ્દોનો ૫રિચય કરાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉત્તર લખશે. શેરી મિત્રો સાથે રમતા હો તે રમતોની યાદી બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ.
મૂલ્યાંકન
– ગીત કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.