ધોરણ : 6 વિષય : संस्कृत
પાઠનું નામ:
(6) भवतु भारतम
અધ્યયન નિષ્પતિ :
– સરળ પદ્ઘો (સુભાષિતોલ પહેલીકા અને ગીતો) સમજે.
– સરળ ૫દ્યો (સુભાષિતો, પહેલીકા અને ગીતો) શુદ્ધ ઉચ્ચારણ સાથે બોલે.
– સાદા સરળ ગેય સુભાષિતો અને ગીતોનો લય પઠણ અને ગાન કરે.
– સાદાં વાકયોનું શ્રૃતલેખન કરે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા કાવ્યનું પઠન
– વિદ્યાર્થીઓ દ્વારા મૂક ૫ઠન
– અપરિચિત શબ્દો ના અર્થ
– કાવ્યનું આદર્શગાન
– વિદ્યાર્થીઓનું સમૂહગાન
– ચિત્રનું વર્ણન
– શોર્ય કથાઓનું કથન
– સ્વાધ્યાય તથા લેખન
શૈક્ષણિક સાધન :
– પાઠ્યપુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ કાવ્યનું આદર્શ ૫ઠન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા મૂક૫ઠન કરાવીશ. અપરિચિત શબ્દોના અર્થ સમજાવી લખાવીશ. કાવ્યનું યોગ્ય રાગ સાથે આદર્શ ગાન કરીશ. વિદ્યાર્થીઓ પાસે સમૂહગાન કરાવીશ. પાઠ્ય પુસ્તકમાં આપેલ ચિત્ર નું વર્ણન કરાવીશ. કાવ્ય ના સંદર્ભમાં શોર્યકથાઓનું કથન કરીશ. સ્વાધ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ ઉતર લખશે.
મૂલ્યાંકન
– કાવ્ય કંઠસ્થ કરવા જણાવીશ.
– સ્વાધ્યાય ના પ્રશ્નોના ઉત્તર લખો જણાવીશ