ધોરણ : 6 વિષય : संस्कृत
પાઠનું નામ:
– मम विधालय
અધ્યયન નિષ્પતિ :
– સાદાં વાકયો બોલી શકે
– સરળ જોડાક્ષરયુકત વાકયો સુક્તિઓ અને સુભાષિતોમાં આવેલ વિસર્ગ અને અનુસ્વારવાળાં ૫દોનું શુદ્ઘ વાંચન કરે.
– સાદાં શબ્દોનું અનુલેખન કરે.
– સાદાં ૫દોનું શ્રૃતલેખન કરે.
– સ્વ૫રિચયમાં પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપે.
શૈક્ષણિક મુદ્દા :
– શિક્ષક દ્વારા પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વ્યક્તિગત વાંચન
– બે – બે ની જોડીમાં સંવાદોનું વાંચન
– અ૫રિચિત શબ્દોના અર્થ
– પોતાની શાળા વિશે વાકયો બોલાવવા
– સ્વાઘ્યાય ચર્ચા – પ્રશ્નોત્તરી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– શાળાનું ચિત્ર
– ગામનું ચિત્ર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા પાઠનું વ્યક્તિગત વાંચન કરાવીશ. સંવાદો સોંપીશ. વિદ્યાર્થીઓની જોડી બનાવી સંવાદોનું વાંચન કરાવીશ. શબ્દો શીખવવા વિવિઘ ઉદાહરણ દ્વારા મહાવરો કરાવીશ. અ૫રિચિત શબ્દોના અર્થ સમજાવીશ. વિદ્યાર્થીઓ પાસે પોતાની શાળા વિશે વાકયો બોલાવીશ. સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.