ધોરણ : 6 વિષય: संस्कृत
પાઠ નું નામ:
(8) काकस्य चतुर्यम
અધ્યયન નિષ્પતિ :
– સ્વાધ્યાયને લગતા ટૂંક પ્રશ્નો સમજે છે .
– સાદા શબ્દો, વાક્યો સમજપૂર્વક સાંભળે છે, બોલે છે.
– સરળ જોડાક્ષરોયુક્ત, વાક્યો, સૂક્તિયો અને સુભાષિતમાં આવેલ વિસર્ગ અને અનુસ્વાર વાળા પદોનું મૂક વાંચન કરે છે.
– સાદા શબ્દોનું અનુલેખન કરે છે.
– સાદા પદોનું શ્રુત લેખન કરે છે.
શૈક્ષણિક મુદ્દા :
– વાર્તા કથન
– પાઠનું આદર્શ વાંચન
– વિદ્યાર્થીઓ દ્વારા વાંચન
– વાર્તાની અભિનય સહ રજૂઆત
– ક્રિયાપદનો પરિચય
– કાગડો એક વિશિષ્ટ પક્ષી છે તેની ઓળખ
– અપરિચિત શબ્દોની સ્વાધ્યાય ચર્ચા
– પ્રશ્નોતરી
શૈક્ષણિક સાધન :
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓ સમક્ષ વાર્તાનું કથન કરીશ. પાઠનું આદર્શ વાંચન કરીશ. વિદ્યાર્થીઓ દ્વારા વારાફરતી વાંચન કરાવીશ. વાર્તાને અભિનય સહ રજૂ કરાવીશ. વિદ્યાર્થીઓ પ્રાણીઓના મહોરા પહેરી વાર્તાની અભિનય સહ રજૂઆત કરશે. ક્રિયાપદનો પરિચય ક્રિયા કરવી કરાવીશ. કાગડો એક વિશિષ્ટ પક્ષી છે તે ઓળખ આપીશ. પાઠમાં આવતા અપરિચિત શબ્દોની સમજણ આપીશ. સ્વાધ્યાયન પ્રશ્નોના ઉત્તરોની ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓ પ્રશ્નોના ઉત્તરો લખશે.
મૂલ્યાંકન :
સ્વાધ્યાયન પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.