ધોરણ : 6 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૯) સજીવો અને તેમની આસપાસ
અધ્યયન નિષ્પતિ :
– ૫દાર્થ અને સજીવો જેવા કે વનસ્પતિ રેસા, ફૂલોને તેમના દેખાવ, રચના, કાર્ય, સુવાસ વગેરે જેવા અવલોકન ક્ષમ લક્ષણોના આઘારે ઓળખે છે.
– પ્રક્રિયા અને ઘટનાને કારણે સાથે જોડે છે.
દા.ત. પ્રાણી અને વનસ્પતિના અનુકુલનને તેના રહેઠાણ સાથે
– પ્રક્રીયા અને ઘટનાઓને વર્ણવે / સમજાવે છે.
દા.ત. વનસ્પતિ અને પ્રાણીમાં હલન ચલન / પ્રાણીઓને ચાલ.
શૈક્ષણિક મુદ્દા :
– હિમાલય, રાજયસ્થાન અને જગન્નાથપુરી વિસ્તારની મુલાકાત વિશેની વાત
– સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા
– નિવાસ સ્થાન અને અનુકૂલન
– વિવિઘ નિવાસ સ્થાનની સફર
– સજીવોની લાક્ષણિકતાઓ.
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– ચાર્ટસ
– ચિત્રો
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને હિમાલય, રાજસ્થાન અને જગન્નાથપુરી વિસ્તારની મુલાકાત વિશે, ત્યાંનાં સજીવો વિશેની વાત કરીશ. ચર્ચા કરીશ. સજીવો અને તેમની રહેવાની આસપાસની જગ્યા વિશે માહિતી આપી ચર્ચા કરીશ. વિવિઘ સજીવો પ્રાણી / પક્ષીના નિવાસસ્થાનો અને અનુકૂલન વિશે જણાવી ચર્ચ કરીશ. જૈવિક ઘટકો તથા અજૈવિક ઘટકોનો ખ્યાલ આપીશ.ક વિવિઘ નિવાસસ્થાનની સફર કરાવીશ. જરૂરી માહિતી આપીશ. રણ, ૫ર્વતીય વિસ્તાર, ઘાસનાં મેદાનો, સમુદ્રો, તળાવ, સરોવર વિશે વિસ્તૃત માહિતી આપીશ. સજીવોના સામાન્ય લક્ષણો જેવા કે ખોરાક, વિકાસ શ્વસન, ઉત્તેજનાને પ્રતિચાર ઉત્સર્જન, હલન ચલન વિશે જણાવીશ ચર્ચા કરીશ. પ્રશ્નોત્તરી કરીશ તે માટે વિવિઘ પ્રવૃત્તિ કરીશ.
પ્રવૃત્તિ/ પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : ૧
વિવિઘ વિસ્તારોમાં જોવા મળતાં પ્રાણીઓ, વનસ્પતિઓ અને અન્ય ૫દાર્થો વિશે કોષ્ટકમાં આપેલ માહિતી પૂર્ણ કરો.
પ્રવૃત્તિ : ર
કુંડામાં છોડ, ગુલાબની ડાળીની કલમ રોપી અવલોકન કરો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.