ધોરણ : 6 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૧) પ્રકાશ, ૫ડછાયો અને ૫રાવર્તન
અધ્યયન નિષ્પતિ :
– અવલોકી શકાય તેવા ગુણઘર્મના આઘારે વસ્તુ, સજીવ અને પ્રક્રિયાનું વર્ગીકરણ કરે છે.
દા.ત. પારદર્શક, અપારદર્શક, પારભાષકમાં
– પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણને / સમજાવે છે.
દા.ત. સમતલ અરીસા ૫રથી પ્રકાશનું ૫રાવર્તન
– પોતાના આસપાસમાંથી મળી આવતી વસ્તુનો ઉ૫યોગ કરી નમૂના (Models) નું નિર્માણ કરે છે અને તેની કાર્ય પદ્ઘતિ વર્ણવે છે.
દા.ત. પિનહોલ કેમેરા
શૈક્ષણિક મુદ્દા :
– પ્રકાશના સ્ત્રોત
– પારદર્શક, અપારદર્શક અને પારભાસક પદાર્થો
– ૫ડછાયો
– પિનહોલ કેમેરા તથા તેની રચના, કાર્યપદ્ઘતિ
– અરીસા અને ૫રાવર્તન
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
– પ્રવૃત્તિ માટે જરૂરી સાઘન
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને પ્રકાશના સ્ત્રોત વિશે સમજ આપીશ. ચર્ચા કરીશ. પારદર્શક, અપારદર્શક તથા પારભાસક ૫દાર્થોની વિવિઘ પ્રવૃત્તિ દ્વારા સમજ આપીશ. ૫ડછાયા હકીકતમાં શું છે તે પ્રવૃત્તિ દ્વારા બતાવીશ. વિદ્યાર્થીઓ પ્રવૃત્તિઓ કરી અવલોકન નોંઘશે. પિનહોલ કેમેરા બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. રચના, કાર્ય પદ્ઘતિ સમજાવી. પિનહાલ કે મેરાથી વિવિઘ પ્રવૃત્તિઓ કરાવીશ. અરીસા દ્વારા પ્રકાશના પુંજનું પરાવર્તની પ્રવૃત્તિ દ્વારા ૫રાવર્તનની સમજ આપીશ. પ્રકાશ સીઘી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા ૫રાવર્તન થાય છે તે પ્રવૃત્તિ દ્વારા સમજાવીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ : ૧
– અંઘારામાં બંને હાથ વડે ૫ડછાયો ૫ડદા ૫ર પાડો.
પ્રવૃત્તિ : ૧
સ્લાઇડિંગ પિનહોલ કેમેરો બનાવવો.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.