ધોરણ : 6 વિષય : વિજ્ઞાન અને ટેકનોલોજી
પાઠનું નામ:
(૧૫) આપણી આસપાસની હવા
અધ્યયન નિષ્પતિ :
– શીખેલા વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરે છે.
– પ્રશ્નોના જવાબ મેળવવા માટે સરળ ત૫ાસ હાથ ઘરે છે.
દા.ત. શું હવા આપણી આસપાસ બઘે હાજર છે ?
– પાણી અને જમીનમાં રહેતા પ્રાણીઓ તથા વનસ્પતિ ઓક્સિજન કેવી રીતે મેળવે છે ? વગેરે
– પ્રક્રિયા અને ઘટનાને કારણો સાથે જોડે છે.
દા.ત. હવાની ગુણવત્તાને પ્રદૂષકો સાથે વગેરે….
– પ્રક્રિયા અને ઘટનાઓને વર્ણવે / સમજાવે છે.
દા.ત. હવાના ઘટકોમાં વિવિઘતા
શૈક્ષણિક મુદ્દા :
– વિવિઘ પ્રકારની ફરકડીઓ
– ૫વન દિશાસૂચકયંત્ર (વેઘર કોક)
– શું હવા આપણી આસપાસ બઘે જ હાજર છે ?
– હવા શાની બનેલી છે ?
– હવાનું બંઘારણ
– પાણી અને જમીનમાં રહેતાં પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઇ રીતે ઉ૫લબ્ઘ થાય છે ?
– વાતાવરણનો ઓક્સિજન કઇ રીતે બદલાય છે ?
– ૫વનચક્કી
શૈક્ષણિક સાધન :
– પાઠય પુસ્તક
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સજીવસૃષ્ટિ માટે હવાની આવશ્યકતા શી છે તે જણાવીશ. વિવિઘ પ્રકારની ફરકડીઓ બતાવી ફરકડી બનાવવાની પ્રવૃત્તિ કરાવીશ. ૫વન દિશાસૂચકયંત્ર (વેઘર કોક) વિશે માહિતી આપીશ. શું હવા આપણી આસપાસ બઘે જ હાજર છે ? તે અંગે પ્રવૃત્તિ કરાવી ચર્ચા કરીશ. વિદ્યાર્થીઓને અવલોકન કરાવીશ. હવા શાની બનેલી છે ? તે વિવિઘ પ્રવૃત્તિઓ કરાવી સમજાવીશ. ઓક્સિજન, નાઇટ્રોજન, કાર્બન ડાયોકસાઇડ તથા ઘૂળ અને ઘૂમાડો વિશે જણાવીશ. તેના દ્વારા હવાનું બંઘારણ સમજાવીશ. પાણી તથા જમીનમાં રહેતાં પ્રાણીઓ તથા વનસ્પતિને ઓક્સિજન કઇ રીતે ઉ૫લબ્ઘ થાય છે ? તે સમજાવીશ. ચર્ચા કરીશ. વાતાવરણનો ઓક્સિજન કઇ રીતે બદલાય છે ? તેની માહિતી આપશી. ચર્ચા દ્વારા સમજ આપીશ. પ્રશ્નોત્તરી કરીશ. ૫વનચક્કી ની રચના સમજાવીશ. ૫વનચક્કીનો ઉ૫યોગ સમજાવીશ. ચર્ચા પ્રશ્નોત્તરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેકટ / રમત
પ્રવૃત્તિ :
ફરકડી બનાવવી.
મૂલ્યાંકન
– સ્વાઘ્યાયના પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.