ધોરણ : 6 વિષય: સામાજિક વિજ્ઞાન
પાઠનું નામ:
(૧૬) સ્થાનિક સરકાર
અધ્યયન નિષ્પતિ :
– સ્થાનિક સ્તરે સરકારની ભૂમિકનું વર્ણન કરે છે.
– સરકારના વિવિધ સ્ટારે સ્થાનિક રાજ્ય અને સંઘને ઓળખે છે.
– ગ્રામ્ય અને શહેરી સ્થાનિક સરકારની કામગીરીનું વિશ્લેષણ કરે છે. જેમ કે આરોગ્ય અને શિક્ષણ
શૈક્ષણિક મુદ્દા :
– સ્થાનિક સરકાર (પંચાયતિ રાજ નું માળખું)
– ગ્રામ્ય કક્ષાએ ગ્રામ્ય પંચાયત
– રચના, વહીવટ તથા કર્યો.
– ગ્રામ સભા
– તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત
– રચના, વહીવટ તથા કર્યો.
– જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત
– સામાજિક ન્યાય સમિતિ.
– નગર પાલિકા, રચના, વહીવટ તથા કર્યો.
– મહાનગર પાલિકા રચના, વહીવટ તથા કર્યો.
– કલેકટર : નિમણૂક તથા કર્યો.
– મામલતદાર : નિમણૂક તથા કર્યો.
– લોક અદાલત
શૈક્ષણિક સાધન :
– પાઠ્ય પુસ્તક
– ચાર્ટસ
આલેખપત્ર
શિક્ષક વિદ્યાર્થિની પ્રવૃત્તિ :
વિદ્યાર્થીઓને સ્થાનિક સરકાર (પંચાયતી રાજ) ના માળખાનો ખ્યાલ આપીશ. ગ્રામીણ પ્રશાસન માં ગ્રામ્ય પંચાયત ની રચના વહીવટ તથા ગ્રામ પંચાયતની આવકના સાધનો વહીવટી કર્યો વિશે જણાવીશ. ગ્રામ સભાનો ખ્યાલ આપીશ. તાલુકા કક્ષાએ તાલુકા પંચાયતની રચના, વહીવટ તથા કર્યો વિશે જણાવીશ. જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયતની રચના વહીવટ, તથા વિભાગવાર કર્યો વિશે જણાવીશ. સામાજિક ન્યાય સમિતિની રચના તથા તેના કાર્યોની સમજ આપીશ. શહેરી પ્રશાસનમાં નગર પાલિકા તથા મહાનગર પાલિકા ની રચના વહીવટી તથા તેના કર્યો વિશે માહિતી આપીશ. “કલેકટર” ની નિમણૂક તથા કાર્યોનો ખ્યાલ આપીશ. પંચાયતી રાજમા કલેકટરની ભૂમિકા શું હોઈ શકે તે જણાવીશ. મામલતદાર ની નિમણૂક તથા તેના કાર્યોનો ખ્યાલ આપીશ. લોક અદાલતની સમજ આપીશ. તથા તેના કર્યો વિશે જણાવીશ. ચર્ચા – પ્રશ્નોતરી કરીશ.
પ્રવૃત્તિ / પ્રોજેક્ટ/ રમત
– પ્રોજેકટ કાર્ય
મુલાકાત :
– ગ્રામ્ય પંચાયત
– તાલુકા પંચાયત
– જિલ્લા પંચાયત
– નગર પાલિકા
– મહાનગર પાલિકા (વિસ્તાર મુજબ મુલાકાત ગોઠવી શકાય)
મૂલ્યાંકન
– સ્વાધ્યાયન પ્રશ્નોના ઉત્તરો લખવા જણાવીશ.